ભા રતીય સંસ્કૃતિમાં ચાર વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત તથા ભગવદ ગીતા - આ ધર્મગ્રંથોનું જ્ઞાાન એ આધ્યાત્મીક જ્ઞાાન છે. આ આધ્યાત્મીક જ્ઞાાન અને મનુષ્યનું જીવન એક બીજામાં એક બીજામાં એવું ઓતપ્રોત બની રહેલું છે, જેવી રીતે શરીર એ તેનો પડછાયો !
ચૈતન્ય જીવન તો પશુ, પક્ષી, જંતુ, કીટક, જાનવરને પણ મળેલું છે પરંતુ આધ્યાત્મીક જ્ઞાાન તેના માટે પ્રગટ થયુ નથી એ તેઓની કમનશીબી છે. આ જ્ઞાાન તો માત્ર મનુષ્ય જાતિ માટે જ અસ્તિત્વમાં આવ્યું છે. મનુષ્ય સીવાયનો જીવાત્મા નથી કીર્તન કરી શકતો, નથી તાલી પાડી શકતો, નથી કથાશ્રવણ કે સત્સંગ કરી શકતો. સેવા, સાધના, ઉપાસના, આરાધના, સંયમ, વ્રત, તપ, સ્તોત્રનું પઠન, પાઠ, પુણ્ય અર્જીત કરવાના સત્કર્મો વગેરે તેના ભાગ્યમાં લખાયેલા નથી. આ વરદાન તો માત્ર ને માત્ર માનવ જાતીને જ ઇશ્વરે આપેલું છે, જેથી તે ચોર્યાસી લાખના ભવ ફેરામાંથી મૂક્ત થઇ સ્વર્ગનો અધિકારી બની શકે. તેમજ પોતાને મળેલી ''ઇશ્વરનો રાજકુમાર અને પ્રાણીઓનો મુકુટ મણી''ની ઓળખ સાર્થક કરી શકે.
આ સનાતન જ્ઞાાનની સાર્થકતા, તેનું મહત્વ તેનાથી મળતા લાભ તથા મનુષ્યના જીવનમાં આ આધ્યાત્મીક જ્ઞાાન કેવી રીતે અને ક્યાં ક્યાં ઉપયોગી બની રહે છે તે વિશે ચિંતન કરીએ.
(૧) આત્માનો આનંદ અને મનની શાંતિની પ્રાપ્તિ થાય છે.
(૨) ચંચળ મન સ્થિર થઇ એકાગ્રતા સધાય છે.
(૩) સમજણ અને સંસ્કારનો વિકાસ થાય છે.
(૪) વ્યક્તિમાં આધ્યાત્મીક દ્રષ્ટિકોણ પ્રગટે છે.
(૫) સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્તિના પથનું માર્ગદર્શન કરે છે.
(૬) વ્યક્તિની સાત્વીક મનોરંજનની જરૂરિયાત પુરી કરે છે.
(૭) પુણ્યની પ્રાપ્તિ અને પાપનો નાશ કરે છે.
(૮) શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂજબ પવિત્ર સદ્જ્ઞાાનની વૃધ્ધિ કરે છે - નહિ જ્ઞાાને ન સંદૃશં પવિત્રમહિ વિદ્યતે.
(૯) આત્મબળમાં વૃધ્ધિ કરે છે.
(૧૦) જીવનમાં શ્રધ્ધા-વિશ્વાસની આસ્તિકતાની સ્થાપના કરે છે.
(૧૧) પ્રેમ, લાગણી, દયા, રાષ્ટ્રભાવના, બંધુત્વ, પરોપકાર, કર્તવ્ય પાલન, શિસ્ત, નિયમિતતા જેવા માનવીય ગુણો ખીલવે છે.
(૧૨) જીવથી જગત સુધીનું આદર્શ નિર્માણ અને કલ્યાણ આ જ્ઞાાનથી શક્ય બને છે.
(૧૩) મનુષ્યમાં દેવત્વનું જાગરણ કરે છે.
(૧૪) દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમ, ''વસુદૈવ કુટુંબકમ''ની ભાવના અને ''ત્યેન ત્યકતેન ભૂંજીથા:'' જેવા મહાન આદર્શોની ભાવનાનું પ્રગટીકરણ કરે છે.
(૧૫) મનુષ્યને દુષ્કર્મ કરતો અટકાવે છે.
(૧૬) દાનવમાંથી માનવ, માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી દેવ તેમજ અણુમાથી વિભુ, પુરુષમાંથીપુરુષોત્તમ અને નરમાંથી નારાયણનું સર્જન-પરિવર્તન કરવા આ જ્ઞાાન સક્ષમ છે.
(૧૭) વ્યક્તિના વિચાર, વાણી, વર્તન અને વ્યવહારમાં એક સુત્રતા લાવવાનો પુરુષાર્થ આ જ્ઞાાન પ્રગટાવે છે.
(૧૮) વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્રનિર્માણથી વિશ્વ નિર્માણનો સ્તુત્ય પ્રયાસ આ જ્ઞાાનને આભારી છે.
(૧૯) ''કથા'' શબ્દને ઉલટાવતા ''થાક'' શબ્દ થાય. માનવને લાગતો આદિ, વ્યાધિ અને ઉપાધીના થાકને દૂર જીવનમાં ''ઓશિકા''નું કામ કરે છે.
(૨૦) દુર્બુધ્ધિ હટાવી સદ્બુધ્ધિની સ્થાપના કરી વ્યક્તિમાં સજ્જન, સંત શહિદ અને સમાજ સુધારકનાં વ્યક્તિત્વનું ઘડતર કરે છે.
(૨૧) સંસારના માનવ જીવાત્માના મરણ અને તેના હવે પછીનાં જન્મને સુધારવા જેવું મહાપુણ્યનું કર્મ છે.
(૨૨) આ જ્ઞાાન માનવીને સદાચારી બનાવવાનું સામર્થ્ય ધરાવે છે.
(૨૩) વ્યક્તિ ચારિત્ર્યનું નિર્માણ આ જ્ઞાાનથી જ સંભવ છે.
(૨૪) વ્યક્તિના જીવનનું પરિવર્તન કરી વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બનાવવામાં આ જ જ્ઞાાન નિમિત્ત બને છે.
(૨૫) મનુષ્યને ચિંતામૂક્ત જીવન જીવવાનો ઉપાય બતાવે છે.
(૨૬) માનવ જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને ભક્તિની પ્રાપ્તિ આ જ્ઞાાનને આભારી છે.
(૨૭) માનવમાં મહત્વનો ''આત્મસંતોષ'' ગુણ આ જ્ઞાાનથી ઉદ્ભવે છે.
(૨૮) મનુષ્યમાં આત્મીયતા, પરિવાર ભાવનાનું જન્મસ્થાન આ જ્ઞાાન છે.
(૨૯) માનવમાં ''સેવા''ની ભાવના આ જ્ઞાાનને લીધે જ જોવા મળે છે.
(૩૦) મનુષ્યમાં રહેલા વિકારોને દૂર કરવાનું અતિ આવશ્યક જ્ઞાાન આજ જ્ઞાાન છે.
(૩૧) માનવ જીવનમાં આત્મસંતોષ, લોકસન્માન અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું જીવન આ જ્ઞાાનને આભારી છે.
(૩૨) મનુષ્યને ''પથભ્રષ્ટ'' થતો અટકાવવાનું સામર્થ્ય આ જ્ઞાાન જ છે.
(૩૩) આ જ્ઞાાન, માનવ જીવનમાં રહેલી ત્યાગ, બલીદાનની ભાવનાનું મહત્વ સમજાવે છે.
(૩૪) મનુષ્યને માયામાથી છુટકારો કેવી રીતે મળે ? તેનું સચોટ સમા ધ્યાન, આ શાસ્ત્રોનું આધ્યાત્મીક જ્ઞાન આપે છે.
- હરસુખલાલ સી. વ્યાસ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/olQhVGs
ConversionConversion EmoticonEmoticon