- ૫૦થી વધુ આવેદન આપવા છતાં પરિણામ શૂન્ય : ઉપવાસીઓની સંખ્યા વધી
બાલાસિનોર
બાલાસિનોર તાલુકામાં જમીયાત પુરા વિસ્તારમાં મેસર્સ મોર્યા કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટનો વિરોધ વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં જ ૩૦થી વધુ અને અત્યાર સુધીમાં ૫૦ જટેલા આવેદન આપવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં નહીં લેવાયા નથી. દરમિયાન આજે માનવ સેવા કેન્દ્ર દ્વારા ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચારવામાં આવી છે.
બોડેલી ગ્રામ પંચાયતની સીમમાંં આવેલી મેસર્સ મૌર્યા પ્રા.લી.ની ડમ્પિંગ સાઇટના વિરોધમાં ૪ માર્ચથી ગ્રામજનો અને આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ઉપવાસીઓએ માંગણી કરી છે કે ડમ્પિંગ સાઈટ જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી વધુ સંખ્યામાં આમરણાંત ઉપવાસ પર જોડાશે તેમ જણાવ્યું હતું. સોમવારે આઠ લોકો ઉપવાસ ઉપર બેઠા હતા જે વધીને મંગળવારે બાર થયા છે.
દરમિયાન આજે બાલાસિનોર માનવ સેવા દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી તથા ટાઉન પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો સરકાર તરફથી ન્યાય નહિ મળે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આવનાર ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર પણ કરવાની ચિમકી ઉચારવામાં આવી છે.
ઉપવાસીઓની સંખ્યા વધીને બાર થઇ
હિતેન્દ્રસિંહ સોલંકી, અજીતસિંહ, હઠીસિંહ, જવાનસિંહ, સુનિલભાઈ પટેલ, કીરીટસિંહ, નરેન્દ્રસિંહ, ડાહયાભાઈ ભરવાડ, સોલંકી કાન્તીલાલ ધૂળસિંહ, સોલંકી રાયભણસિંહ, પરમાર રાજેશભાઈ અને પરમાર જયંતીભાઈ કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધમાં ઉપવાસ ઉપર બેઠા છે.
બે ઉપવાસીઓની તબિયત લથડી
ડમ્પિંગ સાઇટના વિરોધમાં ઉપવાસ ઉપર બેઠેલા ઠાકોર મુકેશભાઈ અને અન્ય એકની તબિયત લથડી હતી. ઉપવાસીઓની તબિયત લથડતા મેડિકલની ટીમ સ્થળ પર પહોંચી મેડિકલ તપાસ હાથ ધરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gTMwnov
ConversionConversion EmoticonEmoticon