કેરીગાળો - લગનગાળો (3)


- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ

- રસ જીભનો સંગમ થાય તે પહેલાં જ એની ખટાશથી મોઢું કટાણું થઇ ગયું. માથામાં વાળ હોત તો જરૂર ઉભા થઇ ગયા હોત.'

(ગતાંકથી ચાલુ)

ટ પાલીએ અમારા ઘરમાં લગ્નની કુમકુમ પત્રિકા નાખી.

લગ્નગાળામાં અમારે ત્યાં જુદા જુદા સંબંધોએ કંકોત્રી આવ્યા કરે છે ત્યારે અમારી વચ્ચે વિચારનું બળત્વ પેદા થાય છે.

પત્ની અમારા ગૃહરાજ્યની નાણાપ્રધાન હોવાથી પ્રત્યેક લગ્નમાં કેટકેટલો ચાંદલો કરવો પડશે તેનું બજેટ તૈયાર કરવા માંડે છે.

કંકોત્રીઓ તો કલાના અનેક સ્વરૂપો છતાં કરતી આશ્ચર્ય પમાડી જાય છે.

સામાન્ય કૃતિથી માંડીને સો સો કે એથીય વધારે રૂપિયાનું પ્રદર્શન કરતી કંકોત્રીઓ મહાસંપન્ન પરિવારની પ્રતિષ્ઠાની દ્યોતક છે.

કોઈના ય પરિવારમાં કેવા કેવા પ્રકારની કેટલી કંકોત્રીનો ખડકલો થાય છે તેના પરથી તેમની પ્રતિષ્ઠાનો અંદાજ આવે છે. કંકોત્રી હાથમાં પકડતાં જ એનું પ્રથમાગમન આરંભથી અંત સુધી 'અમાલા તાતાનાં લધનમા આવજો' વાંચી જાય છે.

કંકોત્રીમાંથી ઉગી રહેલી પેઢીની પણ નામના થવી જોઇએ એવો સુક્ષ્મ અહમ્ પણ સંપન્ન પરિવારમાં હોય છે. કંકોત્રી આવે કે તરત એનું કવર ખોલીને સહુથી પહેલાં હું ભોજન સમારંભ પર નજર કેન્દ્રિત કરું છું.

સામાન્ય પરંપરાગત કંકોત્રીમાં છેલ્લે માત્ર અમારી સાથે ભોજનમાં સહભાગી બનશો. એટલું જ પરંપરાગત લખાણ હોય તેને હું બાજુએ મૂકી દઉં છું.

લગ્નોમાં તો વિવિધ રસના ચટાકાની આમંત્રિતોને ઇન્તજારી હોય છે. ભોજનમાં શું હશે ?

ભરઉનાળો છે રસ હશે કે શીખંડ દૂધપાક બાસુદી તો ઉનાળાનાં લગ્નોમાં હોય નહિ. એટલે વિકલ્પે રસ કે શીખંડ હોઈ શકે.

મને વિચાર આવે કે લગ્ન સમારંભ માટે ત્રણ ચાર કંકોત્રી આવી હોય તો કોનાં લગ્નને વધાવવા જવું ?

કંકોત્રીમાં કાર્ડ પર જો ભોજન સામગ્રીની યાદી હોય તો પણ એ તો આકાશકુસમવત છે. લગ્નમા એવી યાદી કોઈ મૂક્તું નથી.

એટલે તુક્કાનો આશરો લેવો પડે છે. પત્ની કંકોત્રીની કલાનો વૈભવ જોઈને કલ્પે છે. આટલી મોંઘી કંકોત્રી છપાવનાર કોઈ સામાન્ય સજ્જન નહિ હોય. ભોજનમાં જલસા જ હશે. ઉનાળો છે એટલે મોટે ભાગે શ્રીમંત લગ્નોમાં રસનો મહિમા હોય અમારી કલ્પનાને અમે ચગાવતાં ઉનાળાની મોસમમાં મધ્યમ કુટુંબોમાં ય વાર તહેવારે રસની વાનગી હોય છે. અમેય પ્રસંગોપાત કેસર કેરીનો રસાસ્વાદ કરતા. કેરીના રસના ભોક્તાના નામ જુદા જુદા પ્રકાર હોય છે. કેટલાકને એકદમ મીઠો રસ જ ગળે ઉતરે. મોટી ઉંમરે એવું બનતું હોય છે. જુવાનપેઢીના જાનૈયાઓને ખટમીઠો રસ વધારે પસંદ હોય. એમાંના કેટલાકને મીઠો રસ મોં ભાગી નાખે છે એવું લાગે અમે નહોતા જુવાન કે નહોતા આધેડ પણ રસ તો મીઠો જ હોય હોવો જોઇએ એવા રસના અમે ભોગી હતા.

એક પ્રસંગે અમારા એક લગભગ શ્રીમંત કહી શકાય તેવા સ્નેહીને ત્યાં દીકરાનાં લગ્ન પ્રસંગ ખાસ આમંત્રણ હતું. પત્નીએ એમને સારો એવો ત્રણ આંકડા સુધી પહોંચે તેવો ચાંદલો વિચારી રાખ્યો હતો. મને કહે એમને ત્યાં રસપુરીતો હશે જ. એટલે બસો એકાવનનો ચાંદલો તો કરવો જ જોઇએ.. આપણી પ્રેસ્ટિજ પ્રમાણે એ જ યોગ્ય છે. અમે આશાભેર એ સ્નેહીને મળ્યા. એમના બુફેમાં સારી એવી ભીડ હતી. પત્ની એવી ભીડમાંથી ય એક ડિશ મારે માટે ભરી લાવી. મને કહે: 'તમે જમતા થાવ હું મારે માટે વ્યવસ્થા કરું છું. રસને જોતાં જ જીભ સખણી રહે ખરી? અમે તો પહેલે જ કોળિયે રસના ચલાણામાં ચમચો બોળી મેં તો આસ્વાદ કર્યો રસ જીભનો સંગમ થાય તે પહેલાં જ એની ખટાશથી મોઢું કટાણું થઇ ગયું. માથામાં વાળ હોત તો જરૂર ઉભા થઇ ગયા હોત.'

પત્ની ડિશ લઇને આવી મારા દેદાર જોઈને કહે: કેમ ? ભાવ્યો કે ના ભાવ્યો ? કેમ ?

એણે ચમચામાં રસ લઇને મોઢામાં ઓર્યો એનું ય સુંદર મુખ કટાણું થઇ ગયું.

મને કહે: 'આ તે કેરીનો રસ છે કે આંબલીનો ?'

ખાટો ખાટો રસ ચાખતાં તો અમારા દાંત જ ખાટા થઇ ગયા. બીજી વાનગી પણ ખટાશ દાંતને કારણે ખાઈ શકાઈ નહિ.

અમે નિરાશ થઇ ગયા. અમારા સ્નેહી-આવા કંગાલ એક ભાઈ.

એક ભાઈ બોલી ગયા: કેરીનો મીઠો રસ જમાડે તો તળિયા સાફ થવા માંડે તો ? પત્નીએ સ્નેહીને શિક્ષા કરવા માટે માત્ર એકસો એકાવનનો જ ચાંદલો કર્યો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EyT1NRv
Previous
Next Post »