જ્ઞાનસંવાદમાંથી અષ્ટાવક્ર ગીતાનું સર્જન થયું


રા જા જનક એક વિચક્ષણ જ્ઞાાનીપુરુષ હતા. તેમના કોઈ ગુરૂ ન હતા, તેથી રાજાને સતત એમ લાગતું કે ગુરૂ વિનાની જ્ઞાાનથી જીવનસાફલ્ય ન મળે, જ્ઞાાન તો ગુરૂ પાસેથી જ મેળવવું જોઈએ અને ગુરૂ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાાન જ જીવને સત મુક્તિમાર્ગે લઈ જઈ શકે. 

રાજાએ પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે જ્ઞાાની મને સાચું જ્ઞાાન આપશે તેને હું ગુરૂપદે સ્થાપીશ અને તે જે માગે તે આપીશ, પણ સાથે શાસ્ત્રાર્થ, જ્ઞાાન ચર્ચા કરી અને જ્ઞાાન આપી શકનાર નહીં સાબિત થાય તો હું તેને બંદી બનાવીશ. પણ હા, હું તેને જ્ઞાાનોપાસક માની સગવડતાપૂર્વક રાખીશ.

અષ્ટાવક્રના પિતા સહિત ઘણા જ્ઞાાનીઓ રાજાને જ્ઞાાન આપવા આવ્યા પણ જ્ઞાાન આપવામાં નિષ્ફળ જવાની બંદીગૃહમાં ગયા.

અષ્ટાવક્રએ આ વાત સાંભળી અને તે રાજા જનકના દરબારમાં ગયા. રાજા સહિત તમામ દરબારીઓ ઠાઠથી સજીધજીને રાજકીય પોષાકમાં બિરાજમાન હતા. અષ્ટાવક્રના આઠ અંગ વાંકા જોઈ સમગ્ર દરબારીઓ ખડખડાટ હસી પડયા. અષ્ટાવક્ર પણ સર્વની સાથે જોરજોરથી હસવા માંડયા.  અષ્ટાવક્રને પણ હસતા જોઈને રાજસભા સ્તબ્ધ બની ગઈ.

રાજા જનકે પૂછયું, આપ કેસ હસો છો ? અષ્ટાવક્રએ પૂછયું કે, આપ કેમ હસો છો ? રાજા કહે, આપના વાંકાચુંકા અંગ જોઈને અમને હસવું આવ્યું.

અષ્ટાવક્રએ માર્મિક જવાબ આપ્યો, હું આપ સૌના આંતરિક શરીરની  વિકૃતિ જોઈને હસ્યો, જ્ઞાાનની ચર્ચા માટે ભરાયેલા રાજદરબારના દરબારીઓમાં જ્ઞાાનની મહત્તા નથી. બાહ્મ શરીરની મહત્તા છે. આ નશ્વર શરીરના રૂપ-રંગને જ માન્યતા આપી રહ્યા છે. અંદરમાં રહેલા જ્ઞાાનની જરા પણ કદર નથી. આ આંતરિક કલીષ્ટતા જોઈને મને હસવું આવ્યું. સભા સ્તબ્ધ રહી ગઈ.

રાજા જનક અષ્ટાવક્રને કહે છે કે, હે ઋષિવર ! હું આપને ગુરૂપદે સ્થાપું છે. આ સમગ્ર રાજ્યમાંથી આપને જે જોઈએ તે હું આપને આપવા તૈયાર છું. આપ મને સાચું જ્ઞાાન આપો.

અષ્ટાવક્ર કહે, ભાઈ રાજ્ય તારું નથી. રાજા તો માત્ર પ્રજાનો પાલનહાર અને રાજ્ય ચલાવનારો હોય છે. માટે મારે બીજું કાંઈ જોઈએ છીએ. રાજા કહે, આપ માગો તે આપીશ, આપની તમામ આજ્ઞાા શીરોમાન્ય છે.

મને તારું મન આપી દે, સંકલ્પ કર. રાજા કહે, હું એ સંકલ્પ કરું છું કે મારું મન તમારે વશ રહેશે. ઋષિ પોતાના પિતા અને બંદીવાનોને છોડાવીને જાય છે અને જતાં જતાં કહે છે કે ,હું એક અઠવાડિયા પછી આવીશ ત્યાર તને જ્ઞાાન આપીશ.

આ અઠવાડિયા દરમ્યાન રાજા જનકને રાત્રે ઊંઘ નથી આવતી. તે વિચારે છે કે, મારું મન તો મેં ગુરૂ દક્ષિણામાં મારા  ગુરૂને આપવાનો સંકલ્પ કર્યો છે. તો હવે મને સ્વતંત્ર વિચાર કરવાને કોઈ અધિકાર નથી. હું કોઈ મનસુબા કરવા કે યોજના વિચારવા અધિકારી નથી, તેથી રાજા જનકના વિકલ્પો શાંત થતા જાય છે.

અષ્ટાવક્ર સપ્તાહ પછી આવે છે અને રાજાના ક્ષેમકુશળ પૂછે છે. રાજા કહે, હે કલ્યાણકારી મિત્ર ગુરૂભગવંત, મારું ક્ષેમકુશળ તો આપની પાસે છે કારણ કે મારું મન જ આપની પાસે છે જેથી હું તો માત્ર જડવત છું.

ગુરુ કહે, આ જડવત દિશા જ તમને સતજ્ઞાાનના માર્ગે લઈ જશે કારણ કે આ મન જ આપણને વિકલ્પોના વનમાં ભટકાવનાર છે. મન છે ત્યાં સુધી દેહભાન છે. મન છે ત્યાં સુધી દેહ પ્રત્યે ઝાઝું મમત્વ છે. આત્મા પ્રતિ દૃષ્ટિ ઓછી થઈ જાય છે પરંતુ મનુષ્ય મનને આત્મપ્રતિ દોરી જાય ત્યાં વિદેહી દશા પ્રાપ્ત કરે છે. તમે આ દશાને પામ્યા છો, માટે જનકવિદેહી તરીકે પ્રસિદ્ધ થશો. તમારું મન તમને પરત કરું છું. આ મનથી દરેકને આત્મવત જોઈ અને રાજ્ય કરજો. રાજા જનક અને અષ્ટાવક્ર વચ્ચે થયેલ જ્ઞાાનના આ વાર્તાલાપમાંથી 'અષ્ટાવક્ર ગીતા'નું સર્જન થયું.

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TBH25Dc
Previous
Next Post »