આણંદ
આંકલાવ શહેરના ભાજપના હોદ્દેદાર સહિત સાત શખ્સો આંકલાવની રંજેવાડ તલાવડી ખાતેથી જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ જતા ભારે ચકચાર મચી છે. શહેર ભાજપના હોદ્દેદાર જ શખ્સોને એકત્ર કરી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. બીજી તરફ ભાજપના હોદ્દેદાર જુગાર રમતા ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે.
આંકલાવની રંજેવાડ તલાવડી નજીક રહેતા જગદીશભાઈ ઉર્ફે જુમરી પુનમભાઈ ઠાકોર પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્શોને ભેગા કરી પત્તાપાનાનો હાર-જીતનો જુગાર રમાડી રહ્યો હોવાની ગુપ્ત બાતમી આંકલાવ પોલીસને મળી હતી.બાતમીના આધારે પોલીસની ટીમે રંજેવાડ તલાવડી નજીક રાત્રિના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જોતાં જ જુગાર રમી રહેલ શખ્શોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે કોર્ડન કરીને જુગાર રમી રહેલ સાત શખ્શોને ઝડપી પાડયા હતા. જેમાં જગદીશભાઈ ઉર્ફે જુમરી પુનમભાઈ ઠાકોર, સાજીદભાઈ અલીજી વ્હોરા, કિરીટભાઈ ગોવિંદભાઈ ઠાકોર, સુરેશભાઈ અંબાલાલ રાજપુત, સોમાભાઈ મોતીભાઈ ઠાકોર, નરસિંહભાઈ રણછોડભાઈ ઠાકોર અને શશીકાન્ત પુનમભાઈ ધોબી (તમામ રહે.આંકલાવ)નો સમાવેશ થાય છે.
પોલીસે ઉક્ત તમામ સાત શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કુલ્લે રૂા.૧૦,૩૪૦ની મત્તા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમી રહેલ શખ્શોમાં જગદીશભાઈ ઠાકોર આંકલાવ ભાજપના હોદ્દેદાર હોવાની વાતો વહેતી થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. ભાજપના જ હોદ્દેદાર પોતાના જ ઘર નજીક શખ્શોને એકત્ર કરી જુગાર રમાડતા હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે તો બીજી તરફ સત્તા પક્ષના હોદ્દેદારના નામ અંગે ઢાંકપીછોડો કરવા કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓએ પોલીસ ઉપર પણ દબાણ કર્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/f6SiHp3
ConversionConversion EmoticonEmoticon