વલ્લભવિદ્યાનગરના 77મા સ્થાપના દિને 650 યુનિટ રક્ત એકત્ર કરાયું


વલ્લભવિદ્યાનગર

ચારૂતર વિદ્યામંડળ દ્વારા વલ્લભવિદ્યાનગરના ૭૭માં સ્થાપનાદિનની નવતર ઉજવણી કરવામા આવી હતી. જેમા સવારે ૮.૩૦ કલાાકે આદ્યસ્થાપકોની પ્રતિમાને પુષ્પાંજલી કરાયા બાદ ૯ કલાકે શાસ્ત્રીમેદાન ખાતે સમારંભનો પ્રારંભ થયો હતો. 

જેમાં મંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ હેઠળ ૩-૪ માર્ચ દરમ્યાન બ્લડ તેમજ ઓર્ગન ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હોઇ ગુરૂવારે ૬૫૦ યુનિટ રક્ત એકત્ર કરવામા આવ્યુ હતું. બીવીએમ એલ્મની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના વિકાસ માટે ૧૨ કરોડનુ દાન આપવામા આવ્યુ હતું. કાર્યક્રમમાં હાજર સૌને અંગદાન અંગે પ્રતિજ્ઞાા લેવડાવી હતી. આ પ્રસંગે મહેમાનોના હસ્તે મંડળના ધ્વજનુ આરોહણ કરવામા આવ્યુ હતું. ભીખુભાઇ પટેલ તથા મનિષભાઇ પટેલ દ્વારા નિવૃત્ત થયેલ પ્રાધ્યાપકો, કર્મચારીઓનુ શાલ અર્પણ કરી સન્માન કરાયુ હતું.  એમ યુ પટેલ હાઇસ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થી ભાઇલાલભાઇ પટેલ દ્વારા રીનોવેશન માટે ૧ કરોડનુ દાન અર્પણ કરવામા આવ્યુ હતું. સંસ્થાઓના તેજસ્વી તારલાઓ, અધ્યાપકો, આચાર્યોેએ વર્ષ દરમ્યાન તેઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ ગૌરવ ચિહ્નન તથાા સીવીએમ ક્રિક્રેટ ટુર્નામેન્ટ-૨૦૨૨માં વિજેતા બીવીએમ કોલેજને ટ્રોફી આપી સન્માનિત કરવામા આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wvGkZFa
Previous
Next Post »