ખંભાત શહેરમાં ગૌરવપથ ઉપર ગેરકાયદે દબાણોનો રાફડો


- શહેરમાં પ્રવેશવાનો માર્ગ સાંકડો થતાં અવારનવાર સર્જાતા ટ્રાફિકજામથી નાગરિકોને હાલાકી

આણંદ : ખંભાત શહેરમાં પ્રવેશવાનો માર્ગ છેલ્લા ઘણાં સમયથી કબાડખાનામાં ફેરવાઈ ગયો છે. ગોરવ માર્ગ ઉપર ઠેર-ઠેર દબાણો અને કચરાના ઢગ ખડકાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ઐતિહાસિક-ધાર્મિક નગરી ખંભાતમાં દુર-દુરથી લોકો પર્યટન અર્થે આવે છે ત્યારે ખંભાતના પ્રવેશ માર્ગ પાસે રેલ્વે ક્રોસીંગ પૂર્વે બનાવવામાં આવેલ ગૌરવપથ ઉપર દબાણોનો રાફડો ફાટયો છે. મુખ્ય માર્ગ ઉપર ભંગાર તેમજ ગંદકીના ઢગના કારણે સ્થાનિક સહિત પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્રની નિષ્કાળજીને કારણે ૧ કિ.મી. સુધી વિસ્તરતા ઘણી વખત ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોવાની બુમ ઉઠવા પામી છે. કેટલાક લોકોએ દબાણો કરી ફૂટપાથ પર કબ્જો જમાવી દેતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતાના લીધે ફૂટપાથ તેમજ માર્ગની હાલત બદતર થઈ રહી હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IwcCL3f
Previous
Next Post »