ખેડા જિલ્લાના કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધ મૂકાયો


- ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને કારણે 

- પદયાત્રીઓની સલામતી માટે તા. 15 થી 19 માર્ચ સુધી પ્રતિબંધ અમલી રહેશે

નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને કારણે દર્શાનાર્થીની સુવિધા માટે ખેડા જિલ્લાના કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા છે.  ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોરમાં યોજાતા લોકમેળા માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે. 

તા.૧૫.૩.૨૦૨૨થી ૧૯.૩.૨૦૨૨ દરમ્યાન ફાગણ સુદ પુનમ (હોળી-ધુળેટી)નિમિત્તે ડાકોરમાં આવેલ રાજા રણછોડરાયજી મંદિરે લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા દર્શનાર્થે આવતા હોય છે.જેથી પદયાત્રીઓના રોડ પર વાહનોની અવર જવરને કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પદયાત્રીઓને સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લાના કેટલાક માર્ગો પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે.જેમાં અમદાવાદ રોડ પર આવેલ રાસ્કા કેનાલથી મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, અલીણા ચોકડી, ગાયોના વાડા ડાકોર, મહુધા ટી પોઇન્ટ ડાકોર સુધી જતો તમામ જતો-આવતો તમામ વાહન વ્યવહાર, ખેડા ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી થઇ મહેમદાવાદ, અમદાવાદ તરફ જતો મોટા વાહનો, નડિયાદથી સલુણ થઇ ડાકોર તરફ જતા મોટા વાહનો, કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઇ નડિયાદ મહેમદાવાદ તરફ આવતો તમામ મોટા વાહનો, લાડવેલ  ચોકડીથી ડાકોર તરફ આવતા મોટા વાહનો, અમદાવાદ ઇન્દોર રોડ ઉપર કઠલાલ તાલુકાના સીતાપુરા પાટીયાથી મહીસા થઇ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો, સેવાલીયા તરફથી ડાકોર તફ આવતા, સાવલીથી ગળતેશ્વર બ્રીજ થઇ ડાકોર તરફ આવતા તમામ વાહનવ્યવહાર બંધ રહેશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cgD97XP
Previous
Next Post »