- જીએસટીની તપાસથી બજારમાં અન્ય વેપારીઓ દુકાનોના શટર પાડી રફુચક્કર થઇ ગયા
સિલ્કસીટી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક મોટા વેપારીઓ દ્વારા બોગસ બીલીંગ કરી જીએસટીની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. થોડા સમય પૂર્વે નગરના એક જાણીતા પાન-મસાલા તથા બીડી-સીગારેટના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે વડોદરાની ટીમ દ્વારા સિલ્કસીટી ઉમરેઠના કંસારા બજારમાં આવેલ એક પ્રખ્યાત વાસણના વેપારીને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગના કર્મચારીઓએ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બોગસ બીલીંગ કરી જીએસટીની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ વાસણના વેપારીને ત્યાં હિસાબી ચોપડાની તપાસ કરી હતી. બીજી તરફ નગરમાં જીએસટી વિભાગનો દરોડો પડયો હોવાની વાત બહાર આવતા કેટલાક બોગસ બીલીંગ કરતા મોટા વેપારીઓએ તુરંત જ પોતાની દુકાનને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. સાંજ સુધી જીએસટી વિભાગ દ્વારા હિસાબી ચોપડા એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ વાસણના વેપારીને ત્યાંથી કોઈ કરચોરી પકડાઈ કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UmykiT6
ConversionConversion EmoticonEmoticon