- ગટરની સાઈડમાં પડેલું ભૂસું ખાતા જ ગાય, વાછરડી સહિચ ચાર પશુઓ બેહોશ થયા હતા
મહુધા તાલુકાના મહિસા ગામની સીમમાં ઝેરી ઘાસ ખાવાથી એક ગાય અને વાછરડાંનુ મોત નિપજ્યું છે. બનાવથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ મામલે એફએસએલની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહુધા તાલુકાના મહિસા ગામમાં રહેતા આબાભાઈ જાગાભાઈ ભરવાડ સોમવારે સાંજે તેમનાં પશુઓ સીમમાં ચરતા હતાં. ત્યારે એક ગાય અને વાછરડી, નીલગાય, અને એક શ્વાન ગટરની સાઈડમાં પડેલું ભૂસું ખાતાં બેભાન થઈ ઢળી પડી હતી. જેથી તેમણે વેટરનરી ડોક્ટરને જાણ કરી સારવાર માટે બોલાવ્યા હતા. તબીબે ગાય અને વાછરડી ઝેરી ઘાસ ખાતાં મોતને ભેટી હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે આબાભાઇ ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે સ્થાનિક વેટરનિટી ડોક્ટરે જણાવ્યું હતું કે ખેતરની બાજુમાંથી પસાર થતાં સરકારી નાલામાં મકાઇના ભૂસામાં ઝેર ભેળવીને નંખાયું છે. મૃતક પશુઓના પીએમ કરીને એફએસએલમાં મોકલ્યાં છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rlobIWt
ConversionConversion EmoticonEmoticon