- એકને બચાવવા જતાં બીજો પણ પાણીમાં તણાયો
- કચરો વીણી ગુજરાન ચલાવતા બંને યુવાનોના વાલીવારસોની પોલીસે તલાશ હાથ ધરી
આણંદ નજીક આવેલ સામરખા ગામ પાસેથી મોટી નહેર પસાર થાય છે. હાલ આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલ સમીસાંજના સુમારે આણંદ તથા આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટીક કાગળીયા વીણીને ગુજરાન ચલાવતા બે અજાણ્યા યુવકો નહેરમાં ન્હાવા માટે પડયા હતા. જો કે નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ધસમસતા નીરમાં એક યુવક તણાવા લાગ્યો હતો. જેથી તેણે બુમાબુમ કરતા તેના સાથી અન્ય યુવકે તેને બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ ખુબ હોય બંને યુવકો તણાવા લાગ્યા હતા. દરમ્યાન નહેરની આસપાસ હાજર લોકોએ આ દ્રશ્ય નિહાળતા બુમરાણ કરી હતી. જેને લઈ સ્થાનિકોનું ટોળુ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું. દરમ્યાન આ ઘટનાની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના પાણીમાં તપાસ હાથ ધરતા થોડેક દુરથી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે નહેર ખાતે તપાસ કરતા પ્લાસ્ટીક તથા કાગળીયા ભરેલ કોથળા મળી આવ્યા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આણંદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. હાલ તો પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ નોંધી બંને યુવકોની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MqbNuiS
ConversionConversion EmoticonEmoticon