- ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 4 ને ઈજા
- જિલ્લામાં નડિયાદ ચકલાસી ભાગોળ, ગોકળપુરા પાટીયા, સણસોલી તેમજ મોદજ નજીક સર્જાયેલા અકસ્માત
નડિયાદ ચકલાસી ભાગોળ રહેતા હંસાબેન દીક્ષિત ભાઈ તળપદા તા. ૬/૩/૨૨ ની સાંજે ઘર સામે કુતરાને ખાવા નાખવા જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ડાકોર તરફથી પૂરઝડપે આવેલી એક કારનો ચાલક મહિલાને ટક્કર મારી નાસી ગયો હતો. કારની ટક્કર લાગતા હંસાબેન તળપદા અને માથામાં તેમજ શરીરે ઇજા થઇ હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત નો બીજો બનાવ પીપળાતા ગોકુળ પુરા પાટીયા નજીક સર્જાયો હતો. જેમાં પીપળાતા ગોકુળપુરા માં રહેતા અશોકભાઈ અંબાલાલ પરમાર સાયકલ લઈને ખેતરમાંથી આવતા હતા ત્યારે ગોકળપુરા પ્રાથમિક શાળા નજીક નડિયાદ તરફથી પૂર ઝડપે આવેલી મોટરસાયકલ ધડાકાભેર સાયકલ સાથે અથડાતા સાયકલ લોચો વળી ગયો હતો. જ્યારે સાયકલ ચાલક અશોકભાઈ પરમારને ઇજા થતાં રામોલ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી.
આ બનાવ અંગે ગોતાભાઈ બબુભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે વિજય કાંતિભાઈ સોલંકી (રહે. બામરોલી) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના અન્ય બનાવમાં મહેમદાવાદ તાલુકાના સણસોલી શિવપુરામાં રહેતા ગોતાભાઈ પરમાર શનિવારે મોટરસાયકલ લઈને સણસોલી પાટીયા તરફ જતો હતો ત્યારે રસ્તાના કટમાંથી બાઈક વાળતા અમદાવાદ તરફથી આવેલી બાઈક સાથે અથડાયા હતા. બનાવમાં ગોતાભાઈ પરમારને પાંસળીમાં તેમજ માથામાં ઈજા થતાં ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રહલાદ ભગાભાઈ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત મહેમદાવાદ તાલુકાના મોદજ સાયલિયામાં રહેતા વિપુલ કુમાર અરવિંદભાઈ ચૌહાણ તા. ૬/૩/૨૨ ની સાંજે વાત્રક બ્રિજનું કામ ચાલુ હોય ઘર આગળ થઈ નદી તરફ જતો હતો ત્યારે ઝડપે આવેલ ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારતા વિપુલભાઈ ચૌહાણના પગના પંજા ટાયર ચડી જતા જમણા પગે ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેક્ટર ચાલક જીગર દિનેશભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VNidBCK
ConversionConversion EmoticonEmoticon