- સૌથી વધુ કારોબારી કમિટિમાં બજેટની ફાળવણી
- વિપક્ષના વિરોધ વચ્ચે સત્તાધારી ભાજપે માત્ર બે જ મિનિટમાં બહુમતીથી અંદાજપત્રને બહાલી અપાવી દીધી
આણંદ નગરપાલિકાના સભાખંડમાં શનિવારના રોજ બપોરના ૧૨ઃ૦૦ કલાકના ટકોરે નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય બેઠકમાં એજન્ડાના કુલ ૬૬ તેમજ વધારાના ૨ કામો સાથે સને ૨૦૨૨-૨૩ના વર્ષનું બજેટ રજુ કરાયું હતું. આ બજેટને માત્રને માત્ર બે મિનિટમાં જ વિરોધ પક્ષના હોબાળા વચ્ચે મંજુરીની મહોર મારીને સભાને સમાપ્ત કરી દેવામાં આવી હતી. આજે રજુ કરાયેલા બજેટમાં અંદાજિત આવક રૂા.૧૧૧,૪૯,૮૦,૩૨૮ની દર્શાવવામાં આવી છે જ્યારે અંદાજિત ખર્ચ રૂા.૧૧૦,૬૪,૮૦,૩૨૮ દર્શાવવામાં આવ્યો છે અને બાકી પુરાંત રૂા.૮૫,૦૦,૦૦૦ દર્શાવવામાં આવી છે. બજેટમાં અંદાજવામાં આવેલ આવકમાં ઘરવેરા અંગેની આવક રૂા.૧૪,૨૫,૦૦,૦૦૦ દર્શાવવામાં આવી છે. ખાસ પાણીના કરની આવક ૨,૧૦,૦૦,૦૦૦, ડ્રેનેજ ટેક્ષ અંગેની આવક ૧,૦૦,૦૦,૦૦૦, જમીન અને ઈમારતોના ભાડાની આવક ૧,૨૨,૦૦,૦૦૦, શિક્ષણ ઉપકરણની વસુલાત ૧,૫૫,૦૦,૦૦૦, રોકેલ નાણાંની વ્યાજની આવક ૨,૨૫,૦૦,૦૦૦, અન્ય પરચુરણ આવક, સુખડીની આવક સહિતની આવક ૮,૪૩,૭૭,૦૦૦, સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ/સરકાર તરફથી મળેલ ગ્રાન્ટોની આવક ૪૦,૮૭,૩૫,૫૯૨, આવક ભાગ-૨ની આવક રૂા.૩,૬૧,૭૦,૦૦૦, ભાગ-૩ની આવક ડીપોઝીટ, એડવાન્સ લોન તથા ટ્રાન્સફર એન્ટ્રી વગેરેની આવક ૨,૧૫,૦૬,૦૦૦ મળી કુલ કુલ ૭૭,૪૪,૮૮,૫૯૨ અને ચાલુ વર્ષના અંતની અંદાજિત બાકી સીલક(સરકારી ગ્રાન્ટ, બોન્ડ્સ,પોસ્ટ સેવિંગ્સ એકાઉન્ટ, બેંક સિલક તથા રોકડ સિલક રૂા.૩૪,૦૪,૯૧,૭૩૬ સહિત એકંદરે કુલ ૧,૧૧,૪૯,૮૦,૩૨૮ રૂપિયાની આવક દર્શાવવામાં આવી છે. જ્યારે બજેટમાં અંદાજવામાં આવેલ ખર્ચની વિગત મુજબ કારોબારી કમિટિ અને કાયદા કમિટિનું બજેટ (સામાન્ય વહીવટ, પગાર, શિક્ષણ ઉપકર, લોન, વ્યાજ, હપ્તા ભરવા વગેરે) તેમજ ડીપોઝીટ, એડવાન્સ, ટ્રાન્સ. એન્ટ્રી વિગત સહિત રૂા.૪૭,૦૩,૫૩,૦૦૦, વોટર વર્કસ કમિટિ અંગેનું બજેટ ખર્ચ રૂા.૭,૦૬,૦૦,૦૦૦, ડ્રેનેજ કમિટિ અંગેનું બજેટ રૂા.૬,૫૦,૬૨,૬૦૦, બાગ-બગીચા તથા સ્મશાન કબ્રસ્તાન કમિટિ અંગેનું બજેટ ૨,૧૮,૬૧,૪૫૦, હંગામી દબાણ કમિટિ અંગેનું બજેટ ૧૪,૦૦,૦૦૦, પબ્લીક વર્કસ કમિટિ/ટ્રાફિક નિયમન હંગામી કમિટિ અંગેનું બજેટ રૂા.૮,૪૨,૨૬,૬૩૨, ટ્રાફિક નિયમન કમિટિ અંગેનું બજેટ ૬૦,૦૦,૦૦૦, ડુડા કમિટિ અંગેનું બજેટ ૧૫,૦૦,૦૦૦, રોડ કમિટિ અને રોડ રીપેરીંગ કમિટિ અંગેનું બજેટ રૂા.૫,૦૫,૦૦,૦૦૦, ટ્રાન્સપોર્ટ અને અગ્નિશામક કમિટિ અંગેનું બજેટ ૩,૨૦,૫૦,૦૦૦, દીવાબત્તી કમિટિ અંગેનું બજેટ રૂા.૧૨,૯૯,૦૦,૦૦૦, અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ કમિટિ અંગેનું બજેટ રૂા.૫૦,૦૦,૦૦૦, સેનેટરી કમિટિ અંગેનું બજેટ રૂા.૧૧,૫૪,૯૫,૦૦૦, મેલેરીયા વિભાગ રૂા.૬૧,૦૦,૦૦૦, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંગેનું બજેટ રૂા.૯૬,૧૦,૦૦૦, માધ્યમિક સ્કુલ કમિટિ અંગેનું બજેટ રૂા.૯,૧૨,૦૦૦, સ્વૈચ્છિક/સામાજિક સંસ્થા સંકલન લોકભાગીદારી કમિટિ રૂા.૧,૦૦,૦૦૦ અને બાકરોલ વિકાસ કમિટિનું બજેટ રૂા.૩,૫૮,૦૯,૬૪૬ મળી કુલ ખર્ચ ૧,૧૦,૬૪,૮૦,૩૨૮/- અંદાજવામાં આવ્યો છે. આમ આજની બજેટ બેઠકમાં સને ૨૦૨૨-૨૩ની અંદાજિત આવક રૂા.૧,૧૧,૪૯,૮૦,૩૨૮ની સામે રૂા.૧,૧૦,૬૪,૮૦,૩૨૮ નો ખર્ચ દર્શાવવામાં આવતા વર્ષના અંતની બાકી પુરાંત રૂા.૮૫,૦૦,૦૦૦ે દર્શાવતું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.
વિરોધ પક્ષે પાલિકા સંકુલમાં બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો
આણંદ નગરપાલિકાનું ૮૫ લાખની પુરાંતવાળુ બજેટ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે સત્તાધારી પક્ષે માત્ર બે જ મિનિટમાં બહુમતીથી મંજુર કરી દીધુ હતું અને એજન્ડાના તમામ ૬૬ કામો બહુમતીથી મંજુર થતાં જ સભા વિખરાઈ ગઈ હતી. જો કે વિરોધ પક્ષ દ્વારા શહેરના કેટલાક વિસ્તારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી રોડ તથા ગટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આજે રજૂ કરાયેલ બજેટની નગરપાલિકા સંકુલ ખાતે હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ નં.૧૧, ૧૨ તથા ૬ માં સરકાર દ્વારા આપવામાં આવેલ શૌચાલયની સુવિધા માત્ર કાગળ ઉપર રહી હોવાના આક્ષેપ સાથે આંગળીના વેઢે ગણાય તેટલા જ શૌચાલયો બનાવી કામ અધુરું છોડતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું વિપક્ષ કાઉન્સીલરોએ જણાવ્યું હતું.
બજેટમાં રોડ, પીવાના પાણી અને ડ્રેનેજના કામોને પ્રાધાન્ય અપાયુઃ ચેરમેન
આણંદ નગરપાલિકામાં મળેલી સામાન્ય સભા અંગે નગરપાલિકાના કારોબારી કમિટિના ચેરમેન સચિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બજેટમાં શહેરના તમામ વિસ્તારોને આવરી લઈને રોડ, પીવાના પાણીના કામો તેમજ ડ્રેનેજના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ કરીને નવા માર્ગ બનાવવા ઉપરાંત જે વિસ્તારોમાં ગટર લાઈનના કામકાજો બાકી છે તે વિસ્તારોમાં વહેલી તકે ગટરોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/y620isT
ConversionConversion EmoticonEmoticon