- મહેમદાવાદ પોલીસે ગૌવંશ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો
- માંકવા એક્સપ્રેસ હાઈવે પરથી 2 ટેમ્પા કબજે લઇ 3 શખ્સોને ઝડપી ગુનો નોંધવામાં આવ્યો
ગૌરક્ષક હરિભાઈ બીજલ ભાઈ ભરવાડ (રહે. અસલાલી, તા. દસ્ક્રોઇ) બાતમી મળી હતી કે એક્સપ્રેસ હાઈવે પર આણંદથી ટેમ્પા મૂંગા પશુઓ કતલ કરવાના ઇરાદે અમદાવાદ લઇ જવામાં આવી રહ્યાં છે. આ બાતમીના આધારે માંકવા રિલાયન્સ પેટ્રોલ પંપ આગળથી પસાર થતા બે પિકઅપ ડાલા ટેમ્પાની તલાશી લેતા બંને ટેમ્પામાંથી બાખડી ભેંસો નં. ૪, પાડીઓ નં. ૮ તથા પાડો નં. ૧ મળી કુલ ૧૩ મૂંગા પશુઓ કિંમત રૂ. ૧,૦૨,૦૦૦ મળી આવ્યા હતા. આ ટેમ્પામાં ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી.
જેથી પોલીસે મૂંગા પશુઓ તેમજ બે ટેમ્પા રૂ. 3 લાખના મળી કુલ રૂ. 4,02,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અલ્લા રખા ઇશાકભાઇ શેખ, હારૂનભાઇ યુસુફભાઈ શેખ, મુન્નાભાઈ યાસીનભાઈ મન્સૂરી તેમજ સરફુભાઈ શેરુ મીયા કુરેશી (તમામ રહે. અમદાવાદ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nwxi3t0
ConversionConversion EmoticonEmoticon