વડોદરાની વ્યક્તિ સાથે બોરસદના શખ્સે 1.17 કરોડની છેતરપિંડી કરી


- પાવર ઓફ એટર્નીથી જુદી જુદી જમીન આપવાનું કહી

- બોરસદની સીમમાં આવેલી અનેક જમીન પોતાના હસ્તક હોવાનું કહી તબક્કાવાર નાણા પડાવ્યાં

આણંદ : બોરસદમાં જમીન બીન ખેતની જુની શરતની કરી આપવાનું કહી તથા સીમની જુદી જુદી જમીનની પાવર ઓફ એટર્ની પોતાની પાસે હોવાનું કહી તબક્કાવાર રૂપિયા ૧.૧૭ કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. બોરસદ પોલીસે જયદીપસિંહ વિક્રમસિંહ મહિડા નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. 

વડોદરાની મહિલા બોરસદના શખ્સ સામે રૂપિયા ૧.૧૭ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરાના તાંદળજા વિસ્તારમાં વાસણા જકાત નાકા પાસે રહેતા ગૌરીબેન કુંવરજીભાઇ રાઠોડે બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બોરસદમાં મહી કેનાલ કોલોનીમાં રહેતા જયદીપસિંહ વિક્રમસિંહ મહિડા નામના શખ્સે તેમના પતિને કહ્યું હતું કે બોરસદ સીમની જુદીજુદી જમીનની પાવર ઓફ એટર્ની તેની પાસે છે અને આ જમીન વેચાણ આપવાની છે છતાં બીન ખેતીની જુની શરતમાં પણ કરી આપશે. 

મહિલાના મૃતક પાસેથી આ શખ્સે જે-તે સમયે તારીખ ૧૨-૦૭-૨૦૧૪થી તા. ૧૨-૦૨-૨૦૧૬ દરમિયાન રોકડા અને ચેકથી તબક્કાવાર રૂપિયા ૧,૧૭,૦૦,૦૦૦ પડાવી લીધા હતા. નાણા લીધા પછી પણ આ શખ્સે જમીન વેચાણ આપી નહતી અને ફરાર થઇ ગયો હતો. મહિલાના પતિનું તા. ૨૩-૦૭-૨૦૨૦ના રોજ અવસાન થયું હતું. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jC6NzFG
Previous
Next Post »