
તાજેતરમાં ઋત્વિક ધનંજાનીને સોશ્યલ મીડિયા પર પ્રશંસકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેણે કારકિર્દીના ૧૦ વર્ષ પૂરાં કર્યાં છે. અભિનેતા કહે છે કે આ એક દશક જાણે કે પાંખો લગાવીને ઉડી ગયું. હું માત્ર ૨૦ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો. મારા માટે એ સમય કપરો હતો. પરંતુ અભિનય પ્રત્યેની લગન સામે મને બીજું કંઈ નજરે નહોતું પડતું. 'બંદિની', 'પ્યાર કી યે એક કહાની' જેવી સિરિયલો ઉપરાંત અત્યંત લોકપ્રિય ધારાવાહિક 'પવિત્ર રિશ્તા' માં સફળ ભૂમિકા ભજવ્યા બાદ ઋત્વિકે રીઆલિટી શોના સંચાલન ક્ષેત્રે ઝંપલાવ્યું.
તે કહે છે કે મને ધારાવાહિકો માટે મળતી બધી ઓફરો મેં પાછી વાળી. છેલ્લા છ વર્ષમાં મેં રીઆલિટી શોઝના સંચાલન કરવા સાથે કેટલાંક રીઆલિટી શોઝમાં ભાગ પણલીધો છે. જો મેં સિરિયલોમાં કામ કરવાનું જારી રાખ્યું હોત તો અન્ય ક્ષેત્રે કામ કરવાનો સમય જ ન ફાળવી શકત. તે વખતે મેં જે નિર્ણય કર્યો તેના મીઠાં ફળ હું ચાખી રહ્યો છું. હું માનું છું કે કલાકારોએ સતત કાંઈક નવું નવું કરતા રહેવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઋત્વિક હમણાં એક્સપરિમેન્ટલ ઓડિયો પ્રોજેક્ટ પર પણ હાથ અજમાવી રહ્યો છે.
વેબ સ્પેસે કર્યું બરૂણ સોબતીનું મેકઓવર
ટી.વી. સિરિયલોમાં કામ કરીને કરોડો લોકોના દિલ પર રાજ કરનારા કલાકારો માટે ફિલ્મોમાં કામ મેળવવું ભલે દુષ્કર હોય, પરંતુ ઓટીટી મંચ પર તેમને ભરપૂર આવકાર મળે છે. અભિનેતા વરૂણ સોબતી સાથે કાંઈક આવું જ થયું છે. 'ઈસ પ્યાર કો ક્યા નામ દંુ?' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરનાર બરૂણ સોબતીને ફિલ્મો ભલે ન મળી, પણ વેબ સ્પેસે તેનું ઈમેજ મેકઓવર કર્યું. અભિનેતા કહે છે કે મનોરંજન જગત શી રીતે કામ કરે છે તે સમજતાં આવડી જાય તોે આ ઈન્ડસ્ટ્રીની વૈતરણી આસાનીથી પાર કરી શકાય.
ગયા વર્ષે 'અસૂર' અને 'હળાહળ' દ્વારા વેબ ક્ષેત્રે સ્થાન બનાવનાર બરૂણ કહે છે કે અહીં ઘણા લોકો પોતાના અભિનયને અજવાળવા કરતાં પોતાની છબિને બદલવામાં પાવરધા છે. આવા લોકો અહીં બહુ સ્માર્ટ ગણાય છે. જો કે તે કબૂલે છે કે મને આ બે વેબ શોમાં લેતી વખતે ઘણાં લોકો અવઢવમાં હતા. પરંતુ નિર્માતા તન્વીર બુકવાલા અને ઝીશાન કાદરીને મારામાં વિશ્વાસ હતો. તેમના આત્મવિશ્વાસે મારામાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો.
ભૂમિકા ગુરુંગને મળ્યો નવો પ્રેમ
ધારાવાહિક 'નિમકી મુખિયા' થી જાણીતી બનેલી અભિનેત્રી ભૂમિકા ગુરુંગના અમિત સિંહ ગોસાઈ સાથેનતા સાત વર્ષના ગાઢ સંબંધોનો અંત આવ્યો ત્યારબાદ તે ફરીથી પ્રેમમાં પડવા બિલકુલ તૈયારનહોતી. પરંતુ કિસ્મતને કાંઈક જુદું જ મંજૂર હતું. કદાચ એટલે જ તેના જીવનમાં રેસ્ટોરાં સાથે સંકળયેલા શેખર મલ્હોત્રાનો પ્રવેશ થયો હશે. ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં શેખર મલ્હોત્રાની મહોબ્બતમાં ગિરફત થયેલી ભૂમિકા કહે છે કે આપણે ભલે ગમે તે વિચારીએ. પરંતુ આપણી કિસ્મતમાં જેનું આગમન લખેલું હોય તે આપણા જીવનનો ભાગ બને જ. અભિનેત્રી માહી વીજનો પિતરાઈ શેખર આજે મારા જીવનનો મહત્ત્વનો ભાગ છે.
હું તેની સાથે હોઉં છું ત્યારે સલામતી- સુરક્ષાની લાગણી અનુભવું છું. તે મને બિનશરતી પ્રેમ કરેછે. તે મને વફાદાર છે. આજની તારીખમાં આ વસ્તુ જ દુર્લભ થઈ ગઈ છે. તે મને માત્ર સમય જ નથી આપતો, પણ મારા પરિવારજનોને પણ પોતીકા ગણે છે. તે વધુમાં કહે છે કે મારી પ્રકૃતિ શરમાળ છે. પરંતુ શેખરે મને સામે ચાલીને પ્રપોઝ કર્યું અને આજે અમે એકમેકના ગળાડૂબ પ્રેમમાં છીએ.
યશ સિંહા શક્તિશાળી પાત્રો ભજવવાનો આગ્રહી
અભિનેતા યશ સિંહા પાંચ વર્ષના અંતરાલ પછી 'ક્યું રિશ્તો મેં કટ્ટી બટ્ટી' શોથી ટચૂકડા પડદે પરત ફર્યો છે. આ ધારાવાહિકમાં તે મનોચિકિત્સકની ભૂમિકા ભજવી રહ્યો છે. છેલ્લે 'કોડ રેડ' માં જોવા મળેલો યશ કહે છે કે મેં આ શો ઘણાં સમય પહેલાં સાઈન કર્યો હતો. પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણે તે વિલંબમાં પડયો. હું લાંબા સમયથી આ પ્રકારનું પાત્ર ભજવવા માગતો હતો.
બાકી હું ક્યારેય નથી માનતો કે તમે પડદા પર ન દેખાઓ એડટલે લોકો તમને ભૂલી જશે. મેં અન્ય માધ્યમમાં શક્તિશાળી કિરદારો નિભાવવા માટે ટચૂકડા પડદા પરથી બ્રેક લીધો હતો. દરમિયાન મને ટી.વી. સિરિયલો માટે ઘણી ઓફરો આવી હતી. લોકો મને એમ કહેતાં કે તેમાં મારી મુખ્ય ભૂમિકા હશે, તેમાં મને હીરોઈનના પતિનો રોલ કરવાનો હશે. પરંતુ મને ક્યારેય શોભાના ગાંઠિયા બની રહેવામાં રસ નથી પડયો. મેં રોલની લંબાઈને ક્યારેય મહત્ત્વ નથી આપ્યું. મને માત્ર નક્કર કિરદાર નિભાવવામાં જ રસ છે. હું માનું છું કે લોકો સ્ટોરી યાદ રાખે છે. અને મેં હમેશાં કહાણીને જ પ્રાધાન્ય આપ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mSz1GL
ConversionConversion EmoticonEmoticon