શૈફાલી જરીવાલા : પ્રેમલગ્ન સામે કોઈનોય વિરોધ નહોતો


- એક પ્રેમ કથા

- લગ્ન કરવાનું નક્કી થયું એ વેળા કોઈના વિરોધનો સામનો નહોતો કરવો પડયો. જરાય નહીં. ઉલટાનું અમારા વડીલોએ શક્ય એટલા વહેલાં લગ્ન કરી લેવા જણાવ્યું હતું. અમે ૧૨ ઓગસ્ટ ૨૦૧૫માં મળ્યા હતા અને ૧૨ ઓગસ્ટ, ૨૦૨૦ના દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ તો સરળ કોર્ટ-મેરેજ હતા. અમારા બેમાંથી કોઈનાય વડીલો હાજર નહોતા. માત્ર અમે બંને જ કોર્ટમાં ગયા હતા અને લગ્ન કરી લીધા હતા.

લ ગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, એવું ઘણાં લોકો કહે છે, પણ કેટલાંક તો પ્રયાસો, પરિપકવતા, પ્રેમ અને પરસ્પરના વિશ્વાસ સાથે પૃથ્વી પર આકાર પામે છે. આ વાતનો સાર છે અભિનેત્રી શૈફાલી જરીવાલા અને પરાગ ત્યાગીનો પ્રેમકથા! આ બંને જણા મળ્યા ૨૦૧૫માં અને લગ્નગ્રંથિથી બંધાયા ૨૦૨૦માં. અહીં શૈફાલી જરીવાલાએ તેમની પ્રેમકથાની વાત માંડીને કરી છે. જે ખરેખર માણવા જેવી છે. બેશક, એ બંનેની પ્રેમકથામાં કેટલાંક અવરોધ પણ આવ્યા છે અને તેનો નિકાલ પણ થયો છે. જો કે બધી જ બાબતોને પાર કરીને આ બંને જણાં લગ્નગ્રંથિથી બંધાયા જરૂર. ચાલો અહીં વાતો કરીએ શૈફાલી જરીવાલા સાથે.

શૈફાલી જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે, 'અમે અમારા નિકટના મિત્રોએ યોજેલી એક પાર્ટીમાં સૌ પહેલીવાર મળ્યા. અમારી રિલેશનશીપમાં કામદેવતાના ભૂમિકા તો અમારા ખાસ મિત્રએ જ ભજવી. તેને ખબર જ હતી કે અમે બંને સિંગલ જ છીએ અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ એ પણ તેણે જાણ્યું. આ પછી તેણે સૌ પહેલાં મારી સાથે પરાગ અંગેની વાત કરી અને પછી તેણે પરાગ સાથે મારી વાત કરી- બંને સાથે અલગઅલગ વાતો કરી, પણ પછી એ અંગે તેણે જણાવ્યું પણ ખરું.'

'જો કે, આ પહેલા એક વાત કહી દઉં કે મારા માટે આ કંઈ પહેલી નજરનો પ્રેમ નહોતો. મને ખબર હતી કે પરાગ અત્યંત સોફ્ટ સ્પોકન, ઉષ્માભર્યો અને મૈત્રીભર્યો છે. તેની પર્સનાલિટી અત્યંત ગમી જાય એવી હતી. હું ફિટનેસને પસંદ કરું છું અને તેની (પરાગ) ફિટનેસ પણ આકર્ષી જાય એવી છે. આ પછી તો અમે ફિટનેસ અંગે તથા વર્કઆઉટ અંગે વાતો કરી. મને યાદ છે કે ફિટનેસ અંગેની તેની જાણકારી જાણીને હું તો ખરેખર તેનાથી ઇમ્પ્રેસ થઈ ગઈ,' એમ શૈફાલીએ જણાવ્યું.

'અમે સૌ પહેલીવાર મળ્યા ત્યારે જ કંઈ અમે અમારા ટેલિફોન નંબર એકબીજાને આપ્યા નહોતા. જો કે પાર્ટીના કેટલાંક દિવસો બાદ પરાગ મારા અંગે જાણકારી મેળવવા વિના રહી શક્યો નહીં અને તેણે તેના મિત્ર પાસે મારો નંબર માગ્યો. સૌ પહેલી ડેટ માટે તો પરાગે પ્રારંભ કર્યો હતો. તેણે જણાવ્યું કે શું આપણે કોફી પર મળી શકીએ. હું સહમત તો થઈ, પણ મારા શૂટ મોડી પહોંચી. આથી અમે નિર્ણય કર્યો કે સાંજે લાંબી ડ્રાઈવ પર જઈશું,' એમ જણાવી શૈફાલી વાતો આગળ ધપાવતા કહ્યું, 'અમારી પહેલી ડેટ પર અમે એક રેસ્ટોરામાં ગયા. મને યાદ છે કે તેનું બિલ મેં આપવા કહ્યું તો પરાગે ના પાડી મારી ઓફરનો અસ્વીકાર કર્યો. પહેલી ડેટ પર તેણે લાખો ડોલરનું સ્માઈલ કર્યું એ પણ મને યાદ છે.'

'સૌ પહેલાં તો પરાગે પ્રપોઝ્ડ કર્યું. તેના પ્રપોઝડ પછી હું તો પીછે હટી ગઈ અને તત્કાળ કોઈ રિસ્પોન્સ ન આપ્યો. મેં 'આઈ લવ યુ' કહેવા કેટલાંક દિવસનો સમય લીધો,' એમ જણાવી શૈફાલીએ કહ્યું, 'અમે ખાસ કરીને હું તો તેને દિવસમાં એક કે બે વાર ફોન કરતી. અમે બંને કામમાં ઘણાં વ્યસ્ત રહેતા હતા. આથી, હું ફોન પર લાંબી વાતો નહોતી કરતી. આમ છતાં દિવસના અંતે અમે કાયમ અમારી નોંધ એકબીજા સાથે એક્સચેન્જ જરૂર કરી લેતા. જો કે અમારા બેમાંથી કોઈ એકબીજા માટે બહું પઝેસિવ તો નહોતું. અમે બંને એકબીજા માટે પૂરતાં પ્રમાણમાં સિક્યોર હતા. હું માનું છું કે ઓનસેટ અમે અમારી રિલેશનશિપની બાબતમાં પૂરતા પ્રમાણમાં મેચ્યોર છીએ અને તેને કારણે જ અમારા માટે તે સારું કામ કરી ગયું,' એમ શૈફાલીએ ઊંડો વિચાર કરતાં કરતાં જણાવ્યું.

'અમારા વચ્ચે અને ઝઘડો, મારામારી? અમે ભાગ્યે જ ઝઘડીએ છીએ. અમને અપસેટ કરતાં કે પજવતા મુદ્દા અંગે અમે ચર્ચા કરીને તેનો અંત લાવીએ છીએ, પણ એકવાર પરાગે સૌ પહેલાં માફી માગી હતી. પ્રમાણમાં એ શાંત છે. એનો એવો નિયમ છે કે કદી ખરાબ રીતે ગુસ્સે ન થવું. દિવસ પૂરો થાય એ પહેલાં અમે કાયમ અમારી સમસ્યાનો અંત લાવી દઈએ છીએ,' એમ શેફાલીએ ગંભીરતાથી જણાવ્યું.

'અમે કદીય બ્રેક-અપની વાત તો કરતાં જ નથી. એક-એક દિવસ પસાર થતાં અમારા સંબંધો વધુ મજબૂત બની વિકસે છે. અમે એકબીજાની નિકટ આવી આવી રહ્યા હતા ત્યારે મારા પિતાને કેન્સર થયાનું જાણવા મળ્યું અને પરાગના પિતા પર હૃદય રોગનો હુમલો થયો. આ અત્યંત કઠણ સમયકાળ દરમિયાન અમે વધુ મજબૂત બન્યા, એમ મારું માનવું છું,' એમ શૈફાલીએ જણાવ્યું.

'લગ્ન માટે તો પરાગે પ્રપોઝ્ડ કર્યું હતું અને ઘૂંટણિયે પડીને તેણે મને હીરાની સુંદર વીંટી આપી હતી અને મને પ્રપોઝડ કર્યું હતું. હું કંઈ તેને તરત જ 'ના' નહોતી પાડી શકી - આવી એક પ્રથા હોય છે. એ મારા માટે સિમ્પલી પરફેક્ટ હતો,' એમ તેણે જણાવ્યું હતું.

લગ્ન કરવાનું નક્કી થયું એ વેળા કોઈના વિરોધનો સામનો નહોતો કરવો પડયો. જરાય નહીં. ઉલટાનું અમારા વડીલોએ શક્ય એટલા વહેલાં લગ્ન કરી લેવા જણાવ્યું હતું. અમે ૧૨ ઓગસ્ટ ૨૦૧૫માં મળ્યા હતા અને ૧૨ ઓગસ્ટ, ૨૦૨૦ના દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ તો સરળ કોર્ટ-મેરેજ હતા. અમારા બેમાંથી કોઈનાય વડીલો હાજર નહોતા. માત્ર અમે બંને જ કોર્ટમાં ગયા હતા અને લગ્ન કરી લીધા હતા. અમારા વડીલો ભાવોન્માદમાં હતા અને તેમણે અમારા લગ્નની જાહેરાત કરી હતી. 

અમારી દશમી લગ્નતિથિએ અમે યોગ્ય લગ્ન અને યોગ્ય ફેરા ફરવાની યોજના બનાવી છે. હવે અત્યારે તો આ સ્ટોરી અમારા બાળકોને કહેવાની છે, બરાબરને?, એમ કહી શૈફાલી જરીવાલાએ વાતનું સમાપન કર્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mPp3G9
Previous
Next Post »