- વેચાણવેરો : સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સતત સુધારાઓ થતાં જ રહેવાના. સરકાર દ્વારા તા. ૧-૪-૨૦૨૧થી ઘણા નવા સુધારાઓ અમલમાં લાગુ કર્યા છે. પત્રકો ભરવાનું સરળ થાય તેવી સૌને અપેક્ષા છે. વેરાશાખનો લાભ અમાન્ય થાય તેવી કફોડી હાલત ન થાય તે માટે દરેક વેપારીએ ધ્યાન રાખવું પડશે કે તેનો સ્પલાર્ય સમયસર પત્રકો ભરે છે. બોગસ બિલીંગના લીધે સરકાર કડક નિયમો બનાવી રહી છે. જે જોતા પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવું છે. આજના લેખમાં તારીખ ૧-૪-૨૦૨૧ના રોજથી અમલમાં આવતા વિષે ચર્ચા કરવામાં આવી છે.
બાહ્ય સ્પલાર્યના બિલ નંબર
નિયમ ૪૬(બી) પ્રમાણે નવા નાણાંકીય વર્ષ માટે નવી બિલની સીરીઝ કરવી અનિવાર્ય છે. જેથી બિલ નંબરનું ડુપ્લીકેશન ટાળી શકાય.
HSN કોડ
જ્યારે માલનો સ્પલાય કરવામાં આવે તે વખતે HSN કોડ બિલમાં દર્શાવવા માટે સરકારે અગાઉ છુટછાટ આપી હતી. આજ રોજ નવા નિયમ પ્રમાણે જે કિસ્સામાં સ્પલાર્યનું આજરોજ નવા નિયમ પ્રમાણે જે કિસ્સામાં સ્પલાર્યનું ટર્નઓવર પાંચ કરોડથી ઓછું છે તેમણે નોંધાયેલા વેપારી સાથેના વ્યવહાર માટે સ્પલાર્યના બિલમાં ચાર અક્ષરનો HSN કોડ લખવો ફરજીયાત છે. આવા સ્પલાર્ય જ્યારે બિન નોંધાયેલ વેપારી સાથે ધંધો કરે છે. ત્યારે ચાર અક્ષરનો HSN કોડ લખવો ફરજીયાત રહેશે નહિ. જે સ્પાયર્લનું પાંચ કરોડ કે તેથી વધુ ટર્નઓવર છે. તેમણે તમામ બિલમાં છ અક્ષરનો HSN કોડ લખવો ફરજીયાત રહેશે. HSN કોડ શોધવા માટે સરકારે CBIC ની વેબસાઇટ ઉપર મુકેલ છે. વધુમાં હવેથી પત્રક GSTR 1 માં પણ હવે HSN કોડની વિગત આપવી ફરજીયાત રહેશે.
QRMP સ્કીમ હેઠળના પત્રક
નાના વેપારીઓને પત્રક ભરવામાં પડતી જહેમતને દુર કરવા સરકારે જાન્યુઆરી ૨૦૨૧થી QRMP સ્કીમ લાગુ પાડી છે. આ સ્કીમ હેઠળ જો માસિક રૂપિયા પચાસ લાખથી વધુ રકમના બિલ હેઠળ સ્પલાર્ય કરવામાં આવે તો દરેક બિલની રકમ બતાવવાનું પત્રક ફોર્મ IFF ભરાતું ન હતું જે સ્પલાર્યને આ સ્કીમનો લાભ ન લેવો હોય અને તારીખ ૧-૪-૨૦૨૧થી માસિક પત્રક ભરવા હોય તે માટેનો વિકલ્પ લેવાની સુવિધા GST પોર્ટલ ઉપર આજ રોજ આપવામાં આવેલ છે. જે લોકો QRMP સ્કીમ છોડી દે છે. તેમણે માસિક GSTR-1 મહિનો પૂર્ણ થયા બાદ ૧૧ તારીખ સુધીમાં ભરી દેવું પડશે, અને GSTR-3B માસિક ૨૦ તારીખ સુધી ભરી દેવું પડશે.
E-ઈન વોઈસ
જે સપ્લાર્યનું રૂપિયા ૫૦૦ કરોડથી વધુ બાહ્ય સ્પલાયની રકમ થાય છે. એ કિસ્સામાં બીન નોંધાયેલ વ્યક્તિ સાથેના વ્યવહારમાં QR Code છાપવો ૧-૪-૨૦૨૧થી ફરજીયાત છે. તાજેતરમાં સરકારે એમ જાહેર કર્યું છે કે આ જોગવાઈનું પાલન ૩૦-૬-૨૦૨૧ સુધી કોઈ પણ દંડ વગર અમલમાં કરી શકાશે. અને તારીખ ૧-૭-૨૦૨૧થી આ કરવું અનિવાર્ય રહેશે. ખાસ નોંધ લેવી કે E- ઈનવોઇસ સિવાયનું બિલ આપવામાં આવશે એ કિસ્સામાં તે બિલ માન્ય ગણાશે નહિ અને વેપારીને દંડ ભરવાનો થશે.
તારીખ ૧-૪-૨૦૨૧થી E ઈનવોઈસની જોગવાઈ લાગુ પાડવા માટેની લિમીટ રૂા. ૫૦ કરોડ કરી નાંખવામાં આવી છે. બાહ્ય સ્પલાયરને લગતા તમામ બિલ, અને ક્રેડ્રીટ નોટ અથવા ડેબીટ નોટ માટે E- ઈનવોઇસ કરવું ફરજીયાત રહેશે. ખાસ નોંધવું કે ઈવે બિલ પણ E-ઈનવોઈસ પોર્ટલથી બનાવાના રહેશે.
વેરાશાખ
તારીખ ૧-૪-૨૦૨૧ પછી જે રકમ સ્પલાર્યના GSTR-2B માં દેખાશે તેટલી જ રકમ વેરાશાખ તરીકે ભોગવી શકશે. GST કાયદાની કલમ ૧૬ પ્રમાણે નાણાંકીય વર્ષ ૨૦-૨૧ માટેની કોઈ વેરાશાખ માગવાની રહી ગઈ હોય તે સ્પટેમ્બર ૨૦૨૧ સુધી માગી શકાય છે. આ નવા ફેરફારથી આ જોગવાઈનો લાભ લેવો મળવાપાત્ર દેખાતો નથી. જે કિસ્સામાં સ્પલાર્યએ ઈનવડ સ્પલાય માટે બિલની તારીખથી છ માસ સુધી અવેજ ચુકવવામાં ન આવેલ હોય ત્યારે વેરાશાખ પરત કરવાની થાય અને જ્યારે અવેજ ચુકવવામાં આવે તે માસમાં વેરાશાખ ભોગવી શકાય. આ બાબતે GSTR-3B માં સુધારો કરવો પડશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PC1WCL
ConversionConversion EmoticonEmoticon