
- ફોન કરનાર OTP માંગે અને ફ્રોડનો ભોગ બનનાર બાર કલાક સુધીના આપે તો ખાતામાં પૈસા પાછા આવી જશે
- બેંક એપ હેક કરી પહેલા ઓનલાઈન એફડી બનાવી, આ નાણાં ખાતામાં પાછા ટ્રાન્સફર કરવા ઓટીપી મેળવી આ રૂપિયા ચાઉ કરી દેવાય છે
દેશમાં ડિજિટાઇઝેશનને વેગ આપવાની બીજી તરફ ટેકનોલોજી ક્ષેત્રે પણ વિકાસ થઇ રહ્યો છે. આ કવાયતની બીજી તરફ દેશમાં ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થયો છે. હેકર્સો દ્વારા ઓનલાઈન ફ્રોડ માટે વિવિધ માર્ગ અપનાવાતા હોય છે. તેમાં એક નવો વિકલ્પ ઉમેરાયો છે. આ નવો વિકલ્પ બેંક એફડીનો છે. આ નવા વિકલ્પ થકી તાજેતરમાં ઇન્દોરમાં ઓનલાઈન ફ્રોડના બે કેસ નોંધાતા સાઈબર નિષ્ણાંતો પણ હેરતમાં મુકાઈ ગયા છે.
ઓનલાઈન ફ્રોડના આ નવા રૂટ થકી કેવી રીતે ચીટીંગ થાય છે તે થિયરી પર નજર ફેરવીએ તો, હેકર્સ દ્વારા સૌ પ્રથમ બેંક એપ હેક કરીને ખાતાધારકોના એકાઉન્ટમાં જમા પડેલા રૂપિયાની ઓનલાઈન એફડી બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ચીટર્સ બેંક અધિકારી બનીને આ ખાતાધારકને જણાવે છે કે તેમના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઇ ગયા છે અને એફડીમાં ટ્રાન્સફર થઇ એફડી રૂપે દેખાઈ રહ્યા છે. જો આ રૂપિયા તેમના એકાઉન્ટમાં પાછા મેળવવા હોય તો ેક ઓટીપી (વન ટાઈપ પાસવર્ડ) મોકલવામાં આવે છે. જો આ ઓટીપી તમે આપશો તો તે રૂપિયા તમારા એકાઉન્ટમાં પાછા આવી જશે. ખાતા ધારક પોતાનું ઇ-સ્ટેટમેન્ટ જોશે તો તેમાં એફડીની એન્ટ્રી દેખાય છે. તેથી તે વિશ્વાસ કરીને ઓટીપી આપે છે. અને તે સાથે જ ખાતામાં પડેલા રૂપિયા ચાઉ થઈ જાય છે. એટલે કે તે નાણાં હેકર્સના ખાતામાં ટ્રાન્સફર થઇ જાય છે.
ગત સપ્તાહે મધ્યપ્રદેશના સાઈબર સેલની ઇન્દોર ઓફીસમાં આ પ્રકારના બે કેસ નોંધાયા છે. જેમાં એક કેસમાં ખાતાધારકના એકાઉન્ટમાંથી રૂ. ૬૧૦૦૦નું ઓનલાઈન ચીટીંગ થયું હતું. જેમાં ઉપર જણાવેલ રૂટ થકી ઓટીપી મેળવીને આ રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લેવાયા હતા. બીજા કેસમાં ખાતાધારકને બેંક અધિકારીનો ફોન આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે યોનો એપ ખોલીને જુઓ તમારા એકાઉન્ટમાંથી રૂ. ૩૦,૦૦૦ કપાઈ ગયા છે. એકાઉન્ટ ધારકે એપ ખોલીને જોયું તો તેના એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા હતા અને તેની એફડી બની ગઇ હતી. ત્યારબાદ, હેકર્સે કહ્યું હતું કે જો આ રૂપિયા તમારા એકાઉન્ટમાં પાછા જોઇએ તો તમને ઓટીપી મોકલીએ છે તે ઓટીપી આપો પરંતુ, આ ખાતાધારકે ઓટીપી આપ્યો નહીં અને નજીકની બેંકની શાખામાં જઇને આ એફડી કેવી રીતે બની તે અંગે પૂછપરછ કરતા આ સમગ્ર ફ્રોડનો પર્દાફાશ થયો હતો.
સાઇબર સેલના સુત્રોના જણાવ્યા મુજબ યોનો એપ ધારકોનો ડેટા લીક થયો હોય તેમ જણાઈ રહ્યું છે. જો ડેટા લીક થયો હોય તો જ આ પ્રકારની છેતરપિંડી થઇ શકે છે. આ બાબતે સ્ટેટ બેંકને પણ જાણ કરવામાં આવી છે. અને આ અંગે સઘન તપાસ હાથ ધરીને તેના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ જારી છે.
ફોન કરનાર ર્ં્ઁ માંગે અને ફ્રોડનો ભોગ બનનાર બાર કલાક સુધીના આપે તો ખાતામાં પૈસા પાછા આવી જશે
બેંકિંગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બેંક સ્ટેટમેન્ટમાં ટીડીઆર (ટર્મ ડિપોઝીટ) અને એસટીડીઆર (સ્પેશીયલ ટર્મ ડિપોઝીટ)ના રૂપમાં એન્ટ્રી દેખાય તો વાસ્તવમાં તે નાણા ડેબિટ થતા નથી. આ નાણાં બેંક એકાઉન્ટમાં એફડીના રૂપે સુરક્ષિત છે. ઓનલાઈન ચીટીંગ કરનારાઓ આવા કેસમાં જે તે ખાતાધારકનો સંપર્ક કરે છે અને ઓટીપી થકી ચીટીંગ કરે છે.
આ કેસમાં હાલ સાઇબર સેલ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. અને ટૂંક સમયમાં આ ફ્રોડના મૂળ સુધી પહોંચી આરોપીઓને ઝડપી લેવાશે તેમ જણાવાયું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a4GKw5
ConversionConversion EmoticonEmoticon