
- જિતેન્દ્ર અને અમિતાભ બચ્ચને એકેય ફિલ્મમાં સાથે કામ કર્યું છે?
ડી.આર.સિસોદીયા (અમદાવાદ)
* આ બંને અભિનેતાએ 'ગહેરી ચાલ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
- જૂની ફિલ્મ 'યે રાસ્તે હૈ પ્યાર કે'ની હિરોઇન કોણ હતી?
હરીલાલ બી.કાચા (જૂનાગઢ)
* ૧૯૬૩માં આવેલી આ ફિલ્મની હિરોઇન લીલા નાયડુ હતી અને હીરો સુનિલ દત્ત હતા.
- સલમાન ખાનનું એડ્રેસ આપશો.
યુસૂફભાઇ પટેલ (પેટલાદ)
* સલમાન ખાન-૩, ગેલેક્સી એપાર્ટમેન્ટ, બી.જે.રોડ, બેન્ડસ્ટેન્ડ, બાન્દ્રા (પ.), મું-૫૦.
- ઋષિ કપૂર અભિનિત 'ઇન્તેહા પ્યાર કી' ફિલ્મ કઇ સાલમાં રજૂ થઇ હતી? આ ફિલ્મની હિરોઇન કોણ હતી?
નરેન્દ્રકુમાર પટેલ (વણાંકબોરી)
* આ ફિલ્મ ૧૯૯૨ની સાલમાં રજૂ થઇ હતી અને તેમાં ઋષિ કપૂર સાથે નાયિકા તરીકે રૂખસાર નામની અભિનેત્રીએ કામ કર્યું હતું.
- દિગ્દર્શક ડેવિડ ધવન અને અભિનેતા ગોવિંદાનું સરનામું આપવા વિનંતી.
મહર્ષિ પંડયા (કરમસદ)
* ગોવિંદાનું સરનામું-૧૦૫, જલ દર્શન 'એ', રૂઇયા પાર્ક, જૂહુ, મું-૪૯.
* ડેવિડ ધવન-ડી-૧૯, ન્યૂ રાઇઝીંગ સન એપાર્ટમેન્ટ, પામ ગ્રોવ હોટલ, જૂહુ, મું-૪૯.
- વી.શાંતારામની 'નવરંગ' ફિલ્મ કઇ સાલમાં આવી હતી?
લાલાભાઇ અને જાનુભાઇ (અમદાવાદ)
* વી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' ૧૯૫૯માં આવી હતી. આ ફિલ્મમાં સંધ્યા અને મહિપાલ મુખ્ય કલાકારો હતા.
- સલમાન ખાનની હિટ ફિલ્મોના નામ આપશો.
સકીલ કે.અજમેરી (વલસાડ)
* સલમાન ખાનની હિટ ફિલ્મો 'મૈને પ્યાર કિયા', સાજન, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, હમ દિલ દે ચૂકે સનમ, મૈને પ્યાર ક્યોં કિયા, મુજસે શાદી કરોગી, કરણ અર્જુન, જુડવા, પથ્થર કે ફૂલ, બીવી નં-વન, કુછ કુછ હોતા હૈ, તેરે નામ, દબંગ, રેડી,એક થા ટાઈગર,જય હો, પ્રેમ રતન ધન પાયો, બજરંગી ભાઈજાન, સુલ્તાન વગેરે છે.
- અભિનેતા કમલ સદાનાનું એડ્રેસ આપવા વિનંતી.
રાજેશ મોતા (માંડવી-કચ્છ)
* કમલ સદાના-૨૧૭/એ, ઓશિયનિક સોસાયટી, ૩૨૧, કાર્ટર રોડ, બાન્દ્રા (પ.), મું-૫૦.
- રામાનંદ સાગરની 'શ્રી કૃષ્ણ' સિરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર કલાકારનું નામ તથા સરનામું આપશો.
નીતાબેન ગાંધી (વડોદરા)
* 'શ્રી કૃષ્ણ' સિરિયલમાં કૃષ્ણનું પાત્ર સ્વપ્નિલ જોષીએ ભજવ્યું હતું. તેનું સરનામું-૨૧-બી, લક્ષ્મી બિલ્ડિંગ, ઝાઓબાવાડી, ઠાકુરદ્વાર, મું-૨.
- 'મહોબ્બત મેં ઐસે ઝમાને ભી આયે, કભી રો દિયે હમ કભી મુસ્કુરાયે' ગીત કઇ ફિલ્મનું છે? તેના કલાકારો, સંગીતકારનું નામ જણાવવા વિનંતી.
નવીનચંદ્ર દવે (પાલનપુર)
* ઉપરોક્ત ગીત ફિલ્મ 'સગાઇ'નું છે. ૧૯૫૧માં રજૂ થયેલી આ ફિલ્મમાં સંગીત એમ.રામચંદ્રનું છે અને કલાકારો રેહાના, પ્રેમનાથ, ગોપી, યાકૂબ, વિજયાલક્ષ્મી, હીરાલાલ, પૂર્ણિમા, સુંદર, ઇફતખાર, કૂકૂ, મોહના વગેરે હતા.
- અભિનેતા અજય દેવગણના ઘરનું સરનામું આપો.
કુલદીપ સિંહ રાઠોડ (રાજકોટ)
* અજય દેવગણ-૫/૬, શીતલ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂહુ, મું-૪૯.
- ફિલ્મ 'તારે ઝમીં પર' માં બાળકલાકાર દર્શિલ સફરીનું નામ શું હતું?
ધીરજ વી.રબારી (લીલાપરા)
* 'તારે ઝમીન પર' ફિલ્મમાં દર્શિલ સફરીનું નામ ઇશાન અવસ્થી હતું.
- કેટરીના કૈફની હિટ ફિલ્મો કઇ ગણાય?
તરવાડી ઇલ્યાસ (ચલાલા)
* કેટરીનાકૈફની હિટ ફિલ્મો હમકો દીવાના કર ગયે, નમસ્તે લંડન, વેલકમ, મૈને પ્યાર ક્યોં કિયા, સિંહ ઇઝ કિંગ,ઝિંદગી ના મિલેંગી દોબારા, રાજનીતી,ધૂમ-૩, એક થા ટાઈગર, જબ તક હૈ જાન, બેંગ બેંગ, વગેરે છે.
- અનિલ કપૂરનું સરનામું અને સોનમ કપૂરની જન્મતારીખ જણાવવા વિનંતી.
એમ.કે.(ડીસા)
* અનિલ કપૂરનું સરનામું-૩૧, શૃંગાર પ્રેસિડેન્સી સોસાયટી, સાતમો રસ્તો, જેવી પીડી, જૂહુ, મું-૪૯. સોનમ કપૂરની જન્મતારીખ ઉપલબ્ધ નથી.
- દિગ્દર્શક મધુર ભંડારકરનું એડ્રેસ આપવા વિનંતી. એકતા કપૂરના સ્ટૂડિયોનું સરનામું પણ આપશો.
આરીફ (અમદાવાદ)
* મધુર ભંડારકર-૬૩૪, હરી ભુવન, હિન્દુજા રોડ, ટેલિફોન એક્સચેન્જની પાસે, ખાર (પ.), મું.૫૨.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32gknjb
ConversionConversion EmoticonEmoticon