શાન : નવી પેઢી માટે માર્ગ બનાવવો છે..


- મને સંગીત ગમે છે એ કહેવું સાવ સરળ છે અને પછી કહેવું કે મને સંગીત નથી ગમતું. આમ છતાં હું કંઈ તમને સરખું સંગીત આપી શકું નહીં કેમ કે એ તમે પહેલાં સાંભળ્યું છે. 

એ ક વેળાના વિખ્યાત અને લોકપ્રિય પ્લેબેક સિંગર શાને આ વર્ષે માત્ર ચાર ગીતો જ ગાયા છે, એવું તમે માની શકો ખરા ?- નહીં ને, એનું કારણ છે આવું બન્યું છે અને તેનું કારણ આપતાં શાન કહે છે, 'હવે લોકોએ ફિલ્મી ગીતો સાંભળવાનું બંધ કરી દીધું છે.'

શાનની વાત સાચી છે કેમ કે લોકોને પહેલાં જેવા કર્ણપ્રિય ગીતો સાંભળવા નથી અને એવા ગીતો હવે બનતાં પણ નથી. જે ગીતો બને છે એ યુવા પેઢી સિવાય કોઈને આકર્ષી શકતા નથી અને ધીમે ધીમે ફિલ્મી ગીતો લોકો પરની લોકપ્રિયતાની પકડ ગુમાવી રહ્યા છે. શાન કહે છે, 'આજના સમયમાં લોકોએ ફિલ્મી ગીતો સાંભળવાનું બંધ કર્યું છે. ફિલ્મી ગીતો અગાઉ લોકોનું મનોરંજન કરતાં, મન બહેલાતા હતા, એવું આજે નથી કરી શકતા. એક સમયે લોકો પ્લેબેક નિયમિત સાંભળતા. લોકો ફિલ્મી ગીતો સાંભળી તે અંગે ચર્ચા પણ કરતાં હતા. આજે તો કોઈ મોટી ફિલ્મના એક હીતને વ્યાપક પ્રચારથી લોકપ્રિય બનાવી દેવામાં આવે છે - લોકો માત્ર એ જ ગીત સાંભળે છે,' એમ શાને ઉમેર્યું હતું.

તો તમે પણ ઝાઝું પ્લેબેક નતી કરતાં?- એવા પ્રશ્નનો ઉત્તર આપતા શાન કહે છે, 'મેં કહ્યું તેમ લોકો ગીતો નથી સાંભળતા. આવર્ષે મેં માત્ર ચાર જ ગીતો રેકોર્ડ કર્યા એ કોઈ માની શકશે. આ ઉપરાંત નવા ગાયકો પણ આગળ આવી રહ્યા છે. હું જ્યારે નવો હતો, ત્યારે મારા સિનિયરોએ મને જગ્યા કરી આપી હતી. બરાબર આ જ રીતે હવે, મારે નવી પેઢી માટે માર્ગ કરી આપવાનો છે. તમે કંઈ કાયમ માટે એક સ્થળે ટકી નહીં શકો, પણ મેં ઘણાં લાંબા સમય સુધી ગીતો ગાયા છે અને તેનો મને આનંદ છે,' એમ તેણે જણાવ્યું હતું.

બોલીવૂડમાં મારા ઓરિજિનલ સોંગ બનતા નથી, એવી ફરિયાદ નેટિઝમ વારંવાર કરે છે. આ અંગે માટે શાનનું મંતવ્ય વ્યાવહારિક છે. શાન કહે છે, 'મને સંગીત ગમે છે એ કહેવું સાવ સરળ છે અને પછી કહેવું કે મને સંગીત નથી ગમતું. આમ છતાં હું કંઈ તમને સરખું સંગીત આપી શકું નહીં કેમ કે એ તમે પહેલાં સાંભળ્યું છે. વાસ્તવમાં મુદ્દો એ છે કે તમને સંગીત નથી ગમતું અથવા આજનું મ્યુઝિક તમે એન્જોય કરો છો? એ ગીતો છે, બિટ છે કે પછી ટયૂન? મારું માનવું છે કે ગીત માટે સારી પંક્તિઓ, મેલોડી, રિધમ અને ટયૂન જોઈએ. એ હોય તો તમને ગીત ગમી શકે,' એવી સ્પષ્ટતા શાને કરી છે.

શાન અત્યારે પ્રસારિત થતાં મ્યુઝિક રિયાલિટી શો 'ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ' સાથે સંકળાયેલો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39X3yxP
Previous
Next Post »