રૂપેરી પડદે મહારાજાના રોલ નિભાવનાર બોલીવૂડ કલાકારો


આજે ભલે આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ, પરતુ આપણા મહારાજાયુગને હજી ભૂલ્યા નથી. તેમના વિશે જાણવાની ઉત્સુકતા તેમજ તેમના પરાક્રમો જોવા માટેનો ઉત્સાહ ઓસર્યો નથી. તેથી જ બોલીવૂડના ટોચના કલાકારોને રાજા-મહારાજાના પાત્ર ભજવવા પસંદ હોવાથી રૂપેરી પડદે જોવા મળી રહ્યા છે. 

અક્ષય કુમાર

અક્ષય કુમારઆગામી ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવતો જોવા મળવાનો છે. પૃથ્વીરાજ એક કુશળ યોદ્ધો હતો. તેને રાજકુમારી સંયોગિતા પસંદ પડી ગઇ હોવાથી તેના સ્વયંવરમાંથી જ તેનું અપહરણ કરી ગયો હતો અને તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા.

હૃતિક રોશન

હૃતિક રોશને જોધા અકબર ફિલ્મમાં અકબરનો રોલ કર્યો હતો. જે દર્શકોને પસંદ પડયયો હતો. જોધાબાઇના પાત્રમાં ઐશ્વર્યા રાય જોવા મળી હતી. 

રણવીર સિંહ

રણવીર સિંહે બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. 

શાહરૂખ ખાન

શાહરૂખ ખાને ૨૦૦૧માં અશોકા ફિલ્મમાં રાજા અશોકના પાત્રમાં જોવા મળ્યો હતો. જે મોર્ય વંશનો શાસક હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન જોવા મળી હતી.

શાહિદ કપૂર

શાહિદ કપૂરે ફિલ્મ પદમાવતમાં મહારાજા રાવલ રતન સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ સાથે ઘણો વિવાદ થયો હતો પરંતુ ફિલ્મ સુપરહિટ નીવડી હતી. 

પૃથ્વીરાજ કપૂર

પૃથ્વીરાજ કપૂરે મુગલે આઝમમાં રાજા અકબરનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે દિલીપ કુમાર હતો જેણે સલીમનું પાત્ર ભજવ્યું હતું. તેમજ મધુબાલાએ ફિલ્મમાં અનારકલીની ભૂમિકા ભજવીને ફિલ્મને યાદગાર બનાવી દીધી હતી. 

સલમાન ખાન 

સલમાન ખાને તેની કારકિર્દીમાં મહારાજાની ભૂમિકા ફિલ્મ વીરમાં નિભાવી છે. તેણે પ્રતાપ પિંડારી યોદ્ધા પૃથ્વી સિંહના પુત્ર વીર પ્રતાપ સિંહનો રોલ કર્યો હતો. વીરએ પિતાના સામ્રાજ્યને બચાવાની જવાબદારી લીધી હતી. સલમાન અને ઝરીન ખાન અભિનિત આ ફિલ્મમાં જેકી શ્રોફે માધવગઢના રાજા જ્ઞાાનેન્દ્ર સિંહનું પાત્ર ભજવ્યું હતું. 

સુનીલ દત્ત

સુનીલ દત્તે ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ આમ્ર્પાલીમાં મગધના રાજા સમ્રાટ અજાતશત્રુની ભૂમિકા ભજવી હતી. 

અરબાઝ ખાન

૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ તાજમહલમાંઅરબાઝ ખાને ઔરંગઝેબનો રોલ કર્યો હતો. આ ફિલ્મને અકબર ખાને ડાયરેકટ કરી હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ હતી. પરંતુ અરબાઝના અભિનયના વખાણ થયા હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325bvMV
Previous
Next Post »