ક્રિસ્ટલ ડી'સોઝા ચાખી રહી છે ધીરજના મીઠાં ફળ


- વિવિધ માધ્યમોમાં કામ કરતી હોવા છતાં ક્રિસ્ટલ હમણાં  સિંગલ છે. તે કહે છે કે હું કોઇને ડેટ નથી કરતી.અને બહુ ખુશ પણ છું.હું મારો સમય માણી રહી છું

ટ ચૂકડા પડદાના ઘણાં કલાકારો બોલીવૂડમાં આવવા ઘણી ધીરજ ધરે છે અને તેમને તેના મીઠાં ફળ ચાખવા પણ મળે છે. ક્રિસ્ટલ ડી'સોઝા આવા કલાકારોમાંની એક છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ 'ચેહરે' રજૂ થવાની છે. અદાકારા તાજેતરમાં જ ૩૧ વર્ષની થઇ છે. તે કહે છે કે હું ચાહે કોઇપણ માધ્યમમાં કામ કરું, પણ ધીમે ધીમે એક એક ડગલું આગળ વધું છું. 

તાજેતરમાં ગયેલા પોતાના બર્થ-ડે વખતે તે પોતાના મિત્રવર્તુળ સાથે બ્રંચ કરવા બહાર ગઇ હતી. તે કહે છે કે ૨૦૨૦ની  સાલ બધા માટે બહુ આકરી ગઇ હતી. પરંતુ આ વર્ષ મારા માટે આશિર્વાદ સમાન બની રહ્યું છે. મને આ વર્ષે થોડો પ્રવાસ પણ કરવા મળવાનો છે. 

'એક હઝારોં મેં મેરી બહના હૈ', 'બ્રહ્મરાક્ષસ' જેવી ધારાવાહિકોમાં જોવા મળેલી ક્રિસ્ટલ કહે છે કે હું ધીમા પણ મક્કમ ડગલે આગળ વધી રહી છું. મારી ટી.વી. સિરિયલો હોય કે પછી વેબ શો 'ફિત્તરત', મેં છાપ છોડી જાય એવા પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો છે. ભલે મને થોડી વધુ મહેનત કરવી પડે, ભલે હું ધીમે ધીમે કામ કરું,પણ મને માત્ર ગુણવત્તાસભર કામ કરવામાં જ રસ છે. 

અદાકારા પોતાની ફિલ્મ 'ચેહરે' વિશે કહે છે કે મેં બોલીવૂડમાં આવવા ધીરજપૂર્વક રાહ જોઇ હતી. પરંતુ જ્યારે મને આવવાની તક મળી ત્યારે સીધી હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન તેમ જ ઇમરાન હાશ્મી સાથે કામ કરવા મળ્યું. 

વિવિધ માધ્યમોમાં કામ કરતી હોવા છતાં ક્રિસ્ટલ હમણાં  સિંગલ છે. તે કહે છે કે હું કોઇને ડેટ નથી કરતી.અને બહુ ખુશ પણ છું.હું મારો સમય માણી રહી છું. હાલના તબક્કે લગ્ન કરવાનો મારો કોઇ ઇરાદો નથી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3muDzD7
Previous
Next Post »