શૈફાલી શાહ આગામી ફિલ્મમાં દમદાર રોલમાં જોવા મળશે


- આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના તેમજ રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહ્યા છે

મુંબઇ : આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ ડોકટર જીની ઘોષણા થઇ ચુકી છે. હાલમાં જ આ ફિલ્મમાં એક લોકપ્રિય અન ેબહુમુખી કલાકારની એન્ટ્રી થઇ ગઇ છે. 

શેફાલી આ કેમ્પસ કોમેડી ડ્રામાં આયુષ્માન અને  રકુલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અમુભૂતિ કશ્યપનું હશે. 

શેફાલીના પાત્રને ફિલ્મસર્જકે ખાનગી રાખ્યું છે. પરંતુ એમ જાણવા મળ્યું છે કે, શેફાલી આ ફિલ્મમાં એક વરિષ્ઠ ડોકટર ડો. નંદિની ભૂમિકા ભજવવાની છે. પ્રથમ વખત આ ત્રણ કલાકાર રૃપેરી પડદ ેસાથે કામ કરતા જોવા મળશે. 

શેફાલી એક ઉમદા અભિનેત્રી છે જે દિલ ધડકને ધો તથા દિલ્લી ક્રાઇમ જેવી ફિલ્મ અને શોમાં કામ કરી ચુકી છે. તે પોતાની પસંદગીના જ પાત્રો ભજવવાનું પસંદ કરે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેની પસંદગીેની હોય તો જ તે કામ કરવા રાજી થાય છે. 

દિગ્દર્શકે જણાવ્યું હતું કે, હું શેફાલીને મારી ફિલ્મની ટીમમાં સામેલ કરીને રોમાંચ અનુભવી રહ્યો છું. તે પોતાની દરેક ભૂમિકાઓ બહુ જ સરળથા અને સૂક્ષ્મતા સાથે નિભાવે છે. હું તેનો પ્રશંસક છું અન ેતેની સાથે મારી આ પ્રથમ ફિલ્મ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fWtAVR
Previous
Next Post »