પ્રિયંકા ચોપરાને બાફ્ટા એવોર્ડસમાં કેટગરીની પ્રસ્તુતિ માટેનું આમંત્રણ


- આ પહેલા અભિનેત્રીએ ઓસ્કાર એવોર્ડસની જવાબદારી લીધી હતી

મુંબઇ : પ્રિયંકા ચોપરા પોતાની કારકિર્દીમાં ઝડપભેર આગળ વધી રહી છે. બોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોમાં અભિનય ઉપરાંત તે ઓસ્કાર અને બાફ્ટા એવોર્ડ જેવા ભવ્ય સમારંભોનો હિસ્સો બની રહી છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા જ ોસ્કાર એવોર્ડસના નોમિનેશનની ઘોષણા કરી હતી. હવે તેને ૭૪મા ્ બાફ્ટા એવોર્ડસની જવાબદારી સૌંપવામાં આવી છે. જે ૧૦-૧૧ એપ્રિલના યોજવામાં આવશે. 

બાફ્ટાએ પોતાના ઇન્સ્ટાગ્રામના સત્તાવાર પેજ પણ આ માહિતી આપી હતી. તેમણે ટાંક્યુ છે ખે, અમને આ ઘોષણા કરતા હર્ષ થાય છે કે, બાફ્ કેટેગરીને પ્રસ્તુત કરવામાં હોલીવૂડના સ્ટાર્સ સહિત પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામને રવિવારે સાંજના સાત વાગ્યે પ્રસ્તૃત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, એવોર્ડ ફંકશનો ફેબ્રુઆરીમાં યોજાતા હોય છે. પરંતુ કોવિડ-૧૯ના કારણે આ વખતે આ સમારંભ મોડો થયો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s67F0H
Previous
Next Post »