કોરોના મહામારીના કારણે બ્રહ્માસ્ત્ર અને પઠાન ફિલ્મોના શૂટિંગ ઠપ


- 750 થી વધુ મજૂરોની રોજી-રોટી બંધ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૯

કોરોના વાયરસ ઝડપથી ફેલાવા લાગ્યો છે. બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર પણ હવે તેની અસર વધતી જોવા મળી રહી છે. રોજને રોજ કોઇ કલાકાર તેના સપાટામાં આવી રહ્યાના સમાચાર આવે છે. તેથી સેમી લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઇ છે. પરિણામે ફિલ્મોની રિલીઝ અટકી ગઇ છે તેમજ શૂટિંગ પર પણ રોક લગાડવી પડી છે. આ યાદીમાં શાહરૃખ ખાનની પઠાણ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ફિલ્મનો સમાવેશ થઇ ગયો છે. 

વાસ્તવમાં મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓ ઝડપથી વધી રહ્યા હોવાથી કડક નિયમોનુ ંપાલન થઇ રહ્યું છે. પરિણામે સેટ પરના શૂટિંગ અટકી ગયા છે. હાલ ફિલ્મ સિટીમાં ત્રણ ફિલ્મોના સેટ બની રહ્યા હતા. જેમાં શાહરૃખ ખાનની પઠાન રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર અને વિક્રમાદિત્ય મોટવાનીની એક આવનારી ફિલ્મનો સમાવેશ છે. દરેક સેટ પર રોજ ૨૫૦ માણસો કામ કરી રહ્યા હતા. જે લગભગ એક મહિનો ચાલવાનું હતું. જેથી અંદાજે ૭૫૦ મજૂરો ત્રણ સેટ પર કામ કરતા હતા જે હવે સેટ બનાવાનું ઠપ થઇ ગયું હોવાથી તેમની રોજી-રોટી રઝળી પડી છે. 

આ મજૂરોએ હાલ ઘરે બેસવું પડશે અને પરિસ્થિતિ ઠીક થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. સેટ પર ફરી કામ શરૃ થાય ત્યાં સુધી આ મજૂરો કામધંધા વગરના થઇ ગયા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q7dGwW
Previous
Next Post »