ગુલાબી આંખે જો તેરી દેખી.. આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે..


- વૃધ્ધ રાજકારણી પણ મન પર કાબૂ રાખી ન શક્યા..

સંગીત કોઈનુંય મન મોહી લે એ કહેવાની જરૂર નથી. તાજેતરમાં પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની પૌત્રીના લગ્ન થયા, જેમાં અન્ય મહેમાનો સાથે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા પણ આવેલા. તેમણે બધાને આંચકો આપ્યો અને તેમને જોઈ બધા દંગ રહી ગયા.

બન્યું એવું કે આ લગ્ન સમારોહમાં વિધવિધ ગીતોની સુરાવલી પણ રેલાતી હતી, જેમાં 'ગુલાબી આંખે જો તેરી દેખી..' ગીત વાગતાં જ ફારુકજી તેમની આગવી સ્ટાઇલથી નૃત્ય કરવા લાગ્યા. આટલું જ નહીં, બીજું ગીત 'તેરે મેરે પ્યાર કે ચર્ચે..' શરૂ થયું ત્યારે પણ તેમની નૃત્યકળા અટકી નહીં, પણ વધુ આક્રમક બની. તેમની ઉંમર તો ઘણી છે અને ઘણી સર્જરી પણ કરાવી છે છતાં તેને ગણકાર્યા વિના ડાન્સ ચાલુ રાખ્યો અને અમરિન્દર સિંહને પણ ખેંચી લાવ્યા. તેમની સાથે નૃત્યમાં અન્યો પણ જોડાયા અને એ પ્રસંગ અનેરા રંગે રંગાય ગયો. આજે આપણે આ બંને ગીતો અંગે જાણીએ.

'ગુલાબી આંખે જો તેરી દેખી..' ગીત તો છેક ૫૦ વર્ષ પહેલાં રિલિઝ થયેલી રાજેશ ખન્ના, નંદા અને હેલનની ફિલ્મ 'ધ ટ્રેન'નું છે. રાજેશ ખન્ના સુપરસ્ટાર બનવાની તૈયારીમાં હતા અને આ ગીત રાજેશ અને નંદા પર ફિલ્માવાયું હતું. બંને જણા નવયુવાન હતા અને ખૂબ મસ્તીથી આ ગીત ગાયું. તેમની અદાથી અને ઝમકદાર સંગીતથી ગીત પણ ખૂબ લોકપ્રિય થયું અને આજે પણ સિનિયર સિટિજનોમાં કેટલું ગમતું છે એ ફારુકજીના ડાન્સથી ખબર પડી ગઈ હશે. 'ધ ટ્રેન' પણ રાજેશ ખન્નાની હારબધ્ધ સફળ ફિલ્મોમાંની એક બની ગઈ. 'ગુલાબી આંખે..' ગીત આનંદ બક્ષીએ લખ્યું હતું અને તેને સ્વર આપ્યો હતો સદાબહાર ગાયક મોહમ્મદ રફીએ અને સંગીત હતું, આર. ડી. બર્મનનું. 'ધ ટ્રેન' એક સસ્પેન્સ-રોમેન્ટિક ફિલ્મ હતી અને તેમાં ટ્રેનમાં થતા ખૂનની તપાસ એક સીબીઆઈ અધિકારીને સોંપવામાં આવે છે અને તપાસ એક સીબીઆઈ અધિકારીને સોંપવામાં આવે છે અને તપાસ કરતાં કરતાં તેને અવનવા અનુભવનો સામનો કરવો પડે છે. આશ્ચર્ય થશે કે આ ફિલ્મના નિર્માતા રાજેશ બહલ અને સહનિર્માતા એક વેળાના જ્યુબિલી કુમાર-રાજેન્દ્રકુમાર હતા અને દિગ્દર્શનનું સુકાન રવિકાલ નાગેચાએ સંભાળ્યું હતું. ૫૦ વર્ષ પહેલાની ફિલ્મનું ગીત એક રાજકારણીને પણ નચાવી શકે એ જાણી થોડું આશ્ચર્ય જરૂર થાય છે નહીં?

બીજું ગીત- જે વાગતા જ ફારુકજી મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહને પણ નૃત્યમાં ખેંચી લાવે છે એ ગીત છે, 'તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પે..' આ ગીત ફિલ્મ 'બ્રહ્મચારી'નું છે. ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરી સંગીતકાર શંકર-જયકિશન અને ગાયક-મહમદ રફી અને સુમન કલ્યાણપુર છે. આ પાર્ટી-ગીતમાં કેન્દ્રસ્થ સ્થાને શમ્મી કપૂર, મુમતાજ અને પ્રાણ છે. શમ્મી કપૂર અને મુમતાઝની નૃત્યકળાને કોઈ પહોંચે નહીં. એક વેળા શમ્મીજી ડાન્સિંગ સ્ટાર તરીકે જાણીતા હતા અને તેમની અનેકવિધ સ્ટાઇલ ભૂલાઈ એમ નથી. આ ગીત જ્યારે મુમતાઝ ગાઈ છે, ત્યારે પ્રાણને એમ લાગે છે કે તેના માટે ગાઈ છે અને ત્યાં શમ્મી કપૂરને ગીત ગાતા આવતો જોઈ તેની સામે ખૂનખાર આંખો કરે અને શમ્મીને ડર લાગતા એ ત્યાંથી હટી જાય છે.. જો કે થોડીવારમાં પાછો આવી પોતાની સ્ટાઇલથી મુમતાઝને પોતાના ભણી ખેંચી લે છે.

આ બંને ગીતોની લોકપ્રિયતા એટલી ટકી છે કે 'ધ ટ્રેન'ના 'ગુલાબી આંખે..' ગીતને બે વળા ફરી બનાવવામાં આવ્યા છે - રિમિક્સ નથી કરાયા છે. બે જુદા જુદા ગાયકોએ તેને સ્વરબધ્ધ કર્યા છે જ્યારે 'બ્રહ્મચારી'ના 'તેરે મેરે પ્યાર..' ગીતને ત્રણ વખત બનાવાયા છે જેમાં એક વેળા તો ગીતને ગોવાના ઝૂરી શ્વેત રેતીના સમુદ્ર કાંઠે ફિલ્માવાયું છે, જે ખૂબ જ નયનરમ્ય છે જ્યારે બીજી પર સનમ પુરી અને સોનહ મિદુટ્ટીએ પોતાના સ્વરે ગાઈ નવું ચિત્રાંકન કર્યુ છે, જે પણ ગમી જાય એમ છે.

આમ આ બંને ગીતોએ સંગીતપ્રેમીઓને એવી નવી તાજગી બક્ષી છે અને એ પણ પ્રેમ સાથે. જે આજે પણ માણવા ગમે એવા છે.

ગુલાબી આંખે.. 

લ લ લા લ લ લ લા 

લ લ લ લા..

ગુલાબી આંખે જો તેરી દેખીં

શરાબી યે દિલ હો ગયા

સંભાલો મુઝકો ઓ મેરે યારોં

સંભલના મુશ્કિલ હો ગયા


દિલ મેં મેરે ...ખ્વાબ તેરે

તસ્વીર જૈસે હો દીવાર પે

તુઝકો ફિદા,

મૈં ક્યૂં હુઆ

આતા હૈ ગુસ્સા મુઝે પ્યાર પે

મૈં લુટ ગયા

આન કે દિલ કા કહા

મૈં કહીં કા ન રહા

ક્યાં કહું મૈં દિલરૂબા

બુરા યે જાદુ તેરી આંખો કા

યે મેરા કાતિલ હો ગયા

ગુલાબી આંખે જો તેરી દેખી

શરાબી યે દિલ હો ગયા


મૈંને સદા, ચાહા યહી

દામન બચા લૂં હસીનો સે મૈં

તેરી કસમ ખ્વાબોં મેં ભી

બચતા ફિરા નાજનિનો સે મૈં

તૌબા મગર મિલ 

ગઈ તુઝસે નજર

મિલ ગયા દર્દે જિગર

સુન જરા ઓ બેખબર

જરા સા હસ કે જો દેખા તુને

મૈં તેરા બિસ્મિલ 

હો ગયા.. ગુલાબી..

સંભાલો મુઝકો ઓ મેરે યારોં

સંભલના મુશ્કિલ હો ગયા..

આજકલ તેરે મેરે.. 

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

સબકો માલુમ હૈ, ઔર સબકો ખબર હો ગઈ

આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

અચ્છા

સબકો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગયી

તો ક્યા

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

સબ કો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગયી


હમને તો પ્યાર મેં એસા કામ કર દિયા

પ્યાર કી રાહ મેં અપના નામ કર દિયા

હમને તો પ્યાર મે એસા કામ કર દિયા

પ્યાર કી રાહ મેં અપના નામ કર દિયા

પ્યાર કી રાહ મેં અપના નામ કર દિયા

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

અચ્છા

સબ કો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગયી

તોહ ક્યા

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

સબ કો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગયી


દો બદન એક દિલ એક જાન હો ગયે

મંજિલેં એક હુઈ હમસફર બન ગયે

દો બદન એક દિલ એક જાન બન ગયે

મંજિલ એક હુઈ હમસફર બન ગયે (૨)

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

અચ્છા

સબકો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગયી

તો ક્યા

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

સબ કો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગયી


ક્યોં ભલા હમ ડરેં, દિલ કે માલિક હૈં હમ

હર જનમ મેં તુઝે અપના માના સનમ

ક્યોં ભલા હમ ડરેં, દિલ કે માલિક હૈ હમ.

હર જનમ મેં તુઝે અપના માના સનમ

હર જનમ મેં તુઝે અપના માના સનમ

આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

અચ્છા

સબ કો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગયી

તોહ ક્યા

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર

સબ કો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગયી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fASdXJ
Previous
Next Post »