ત્રણ નામાંકન મેળવનાર હેરી સ્ટાઈલ્સના પરફોર્મન્સથી ગ્રેમી એવોર્ડ્સનો શુભારંભ થશે


બ્રિટિશ ગાયક હેરી સ્ટાઈલ્સ ગ્રેમી એવોર્ડ્સના આગામી સમારંભમાં પહેલો પરફોર્મર બનશે. ગ્રેમી માટે ત્રણ નામાંકન મેળવનાર ૨૭ વર્ષીય ગાયક પોતાના પરફોર્મન્સથી ગ્રેમી એવોર્ડના સમારંભની શરૂઆત કરશે. માનવામાં આવે છે કે તેનો આ પરફોર્મન્સ જોરદાર હશે. સંચાલકોના મતે દર્શકોએ આવો સંગીત શો કદી પણ જોયો નહિ હોય. હેરી સ્ટાઈલ્સને અદ્વિતીય એન્ટરટેનર માનવામાં આવે છે.

સ્ટાઈલ્સને વોટરમેલન સુગર માટે શ્રેષ્ઠ પોપ સોલો પરફોર્મન્સ, ફાઈન લાઈન માટે શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમ અને એડોર યુ માટે શ્રેષ્ઠ મ્યુઝીક વીડિયો માટે નામાંકન મળ્યું છે.

આ એવોર્ડ સમારંભમાં સ્ટાઈલ્સ ઉપરાંત બેડ બની, બ્લેક પ્યુમાસ, કાર્ડી બી, બીટીએસ, બ્રાન્ડી કાર્લાઈલ, ડાબેબી, ડોજા કેટ, બિલી ઈલિશ, મિકી ગાયટન, હેમ, બ્રિટની હોવાર્ડ,મિરાન્ડા લેમ્બર્ટ, જોન મેયર, મેગન ધી સ્ટેલિયન, મેરન મોરિસ અને પોસ્ટ મેલોનના પરફોર્મન્સ પણ રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fvUymZ
Previous
Next Post »