બોલીવૂડની અભિનેત્રીઓના મોંઘાદાટ પરિધાન


- બોલીવૂડમાં ગ્લેમર અને સ્ટાઇલનું વધુ પડતુ મહત્ત્વ છે પછી તે સિલ્વરસ્ક્રિન હોય કે રિયલ લાઇફ. સ્ટાઇલિશ પોશાક પહેરવાની તો અભિનેત્રીઓમાં હોડ લાગે છે. અહીં બોલીવૂડની અભિનેત્રીઓની આઉટફિટ્સની વાત કરશું કે કોનો સૌથી મોંઘો પરિધાન છે

પ્રિયંકા ચોપરા-જોનસ

પ્રિયંકા ચોપરા-જોનાસ ગ્લોબલ ફેશન આઇકોન બની ચુકી છે. પ્રિયંકા જ્યારે કોઇ પણ ઇવેન્ટના રેડ કાર્પેટ પર પહોંચે છે ત્યારે તેના લુક પર દુનિયાભરના લોકોની નજર હોય છે. ૨૦૨૦ની ઇવેન્ટમાં પ્રિયંકા ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર રાલ્ફ એન્ડ રુસોના બીડેડ વ્હાઈટ ગાઉન પહેર્યો હતો.

ડાયમંડ અને જરીથી સજાવેલા બેલી બટન સુધીના નેક ગાઉનને પહેરીને પ્રિયંકા સુંદર દેખાતી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચા આ ગાઉનની કિંમતની થઇ હતી. પ્રિયંકાનો આ ગાઉન ૭૮,૨૦૦ પાઉન્ડસ એટલે કે રૂપિયા ૭૭ લાખનો હતો. 

દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણ પણ બોલીવૂડની એક સ્ટાઇલિશ એકટ્રેસમાંની છે. ઇન્ડિયન પરિધાન હોય કે પછી વેસ્ટર્ન, દીપિકા દરેક પોશાકમાં સુંદર દેખાય છે, પરંતુ દીપિકાએ ૨૦૧૯માં યોજાયેલા મેટ ગાલા એવોર્ડના પિંક કાર્પેટ પર કમાલ દાખવી હતી. આ એવોર્ડ શોમાં દીપિકા પિંક કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. 

દીપિકાના આ ડિઝ્ની લુકની ચર્ચા ચારેકોર થઇ હતી. ઇન્ટરનેશનલ ડિઝાઇનર જેક પોસેને આ ગાઉનને ડિઝાઇન કરવા માટે રૂપિયા ૭૫,૦૦૦ વુએસ ડોલર્સ લીધા હતા એટલે કે રૂપિયા ૫૦ લાખ ૫૦ હજાર કિંમત થઇ હતી. આ ગાઉનને તૈયાર કરવા માટે ૧૬૦ કલાક લાગ્યા હતા. 

ઉર્વશી રતોલા

પોતાના સ્ટાઇલ સ્ટેટેમન્ટ માટે ચર્ચામાં રહેનારી ઉર્વશી રતૌલાએ બોલીવૂડમાં સૌથી મોંઘો ડ્રેસ પહેરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાલમાં ઉર્વશી પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે દુબઇ ગઇ હતી જ્યાં તેણે ઉર્વશીએ દુનિયાનો સૌથી મોંઘો ડ્રેસ પહેર્યો હતો. 

આ ડ્રેસની કિંમત પાંચ મિલિયન યુએસ ડોલર્સ એટલે કે લગભગ રૂપિયા ૩૭ કરોડ થાય છે.

ઉર્વશીએ સિંગર નેહા કકક્ડના લગ્નમાં પણ રૂપિયા ૫૫ લાખના ગ્રીન ચણિયાચોળી પહેર્યા હતા. 

અનુષ્કા શર્મા

સૌથી મોંઘા પરિધાનની યાદીમાં અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. તેણે પોતાના લગ્નમાં રૂપિયા ૩૦ લાખનો વેડિંગ ડ્રેસ કરાવ્યો હતો જેને ડિઝાઇનર સબ્બયાસાચી મુકરજીએ ડિઝાઇન કર્યો હતો. ૬૭ કારીગરોએ મળીને ૩૨ દિવસમાં આ ડ્રેસ તૈયાર કર્યો હતો. 

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નમાં ડિઝાઇનર તરુણ તહલિયાની પાસે વેડિંગ ડ્રેસ ડિઝાઇન કરાવ્યો હતો. જોકે આ કોઇ ડ્રેસ નહીં, પરંતુ લાલ રંગની સાડી હતી જેની કિંમત રૂપિયા ૫૦ લાખ હતી જેમાં ૮૦૦ સ્વરોવસ્કિ ક્રિસ્ટલ્સ સિતારા ઝગમગતા હતા. 

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયએ પોતાના લગ્નમાં પાણીની માફક પૈસા વહાવ્યા હતા. તે વખતે ઐશ્વર્યાની સાડી રૂપિયા ૭૫ લાખની હતી. આ સાડી કાંજીવરમ્ પ્યોર સિલ્ક સાડી હતી જેની ડિઝાઇન નીતા લુલ્લાએ કરી હતી. આ બ્રાઇડલ સાડીમાં સોનાના તારથી કામ કરવામાં આવ્યું હતું, તેમજ ડઝન જેટલા સ્વરોવસ્કિ ક્રિસ્ટલ્સ લગાડવામાં આવ્યા હતા. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fyx3JW
Previous
Next Post »