હવેથી ફિલ્મો અને શોના શૂટિંગોમાં ભીડ કરવા દેવામાં નહીં આવે


- તેમજ ડાન્સ નંબર્સના શૂટિંગ પર પણ રોક

મુંબઇ : ભારતમાં કોરોનાની બીજી લહેર માઝા મુકી રહી છે. તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને  શૂટિંગ માટેની નવી ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. જેમાં ભીડવાળા અને આઇટમ નંબર્સના શૂટિંગને છૂટ આપવામાં આવી નથી. 

કોરોનાને ફેલતો અંકુશમાં લેવા માટે ફેડરેશન અને વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પલોઇઝે નવી ગાઇડાલાઇન્સ બહાર પાડી છે જે ૩૦ એપ્રિલ સુધી પાલન કરવાની રહેશે.જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. 

આ ગાઇડલાઇન્સ અનુસાર, ફિલ્મોમાં ભીડના દ્રશ્યો અને ડાન્સર્સ સાથેના દ્રશ્યોને પરવાનગી આપવામાં આવી નથી. સેટ પર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે અને સેટને વારંવાર સેનિટાઇઝ કરવો પડશે.આ માટે એસોસિયેશને એક મોનિટરિંગ ટીમ પણ તૈયાર કરી છે જે સેટસ અને સ્ટુડિયોઝમાં જઇને  ઇન્સપેકશન કરશે કે નિયમોનું પાલન થઇ રહ્યું છે કે નહીં. જો તેમાં ઢીલ મુકવામાં આવી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 

શુક્રવાર રાતના આઠ વાગ્યાથી લઇ સોમવાર સવારે સાત સુધી સ્ટુડિયોમાં કડક લોકડાઉન હશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d9X54R
Previous
Next Post »