
- ચાઇલ્ડ કેર- મૌલિક બક્ષી
- ધ્યાન રાખજો લૂ લાગવાના કેસને તાત્કાલિક સારવાર ન મળે તો ૭૫ ટકા કેસ બગડી જાય
કો ને વધુ જોખમ ? નવજાત બાળક, ખૂબ ઓછા વજનવાળા, પ્રીમેચ્યોર બાળક, સ્પોર્ટસ અને એથ્લેટીક પ્રવૃત્તિમાં રહેતા બાળકો ખૂબ કપડા પહેર્યા હોય તેવા સ્થૂળ વધારે વજનવાળા, પાણી ઓછું પીતા હોય તથા બિમાર બાળકો, પહેલાં જેને લૂ લાગી હોય તેવા વારંવાર મુસાફરી કરી હોય કે ટોપ ફ્લોરમાં રહેતા બાળકો આ બધાં બાળકોને ગરમીની આડઅસરો વધારે થઇ શકે. ઉનાળાની શરૂઆતમાં જ્યારે એકાએક ગરમી વધે અને વાતાવરણનો ભેજ ઘટે ત્યારે ગરમીનું જોખમ વધશે.
બાળકને શું થાય ? શરીર જાણે ગરમ રહેતુ હોય તેમ લાગે. ખોરાક ઘટી જાય. પુષ્કળ પાણી માંગે, ચામડી પર અળઇ કે ગૂમડા થાય. ખૂબ પરસેવાથી મીઠુ ઓછું થાય અને થાક અનુભવે માથું દુઃખે અને આંખમાં બળતરા થાય. વધારે અસર થાય તો લૂ લાગે. શરીરનું તાપમાન એકાએક ખૂબ વધી જાય અને મગજ પર અસર થઇ તંદ્રા સન્નિપાત, ખેંચ આવે કે બેભાન થઇ જાય. નવજાત બાળક સૂનમૂન રહે. ધાવણ ન લે. પેશાબ ઓછો થઇ જાય. ધ્યાન રાખજો લૂ લાગવાના કેસને તાત્કાલિક સારવાર ન મળે તો ૭૫ ટકા કેસ બગડી જાય.
લૂ લાગે તો શું કરશો ? બાળકને સુવાડી દો. તાપમાન માપી લો. રૂમ ખુલ્લો કરી દો, પંખા એ.સી.કૂલર ચાલુ કરી દો. કપડા કાઢી નાંખો. આખા શરીરે બરફનાં ઠંડા પાણીના પોતા સ્પંજ કરતાં હોઇએ તેમ સતત મૂકો. મીઠું કે કોલન વોટર નાખવાની જરૂર નથી. પોતાં બદલતાં રહો. તાપમાન માપતાં રહો. જેટલું તાપમાન જલદી ઉતરે તેટલું વધુ સારુ. પોતાં મૂકવાથી ૧ કલાકમાં તાપમાન ૩૯ં સે ફે ૯૯ં કે સુધી પહોંચવું જોઇએ. જો તાપમાન ઉતરે જ નહીં બાળક બેભાન રહે. ખેંચ ચાલુ રહે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જાઓ.
આટલું તો સાચવો જ ઃ ઉનાળામાં ભરબપોરે બાળકને લાંબો સમય બહાર ન રાખવું. કોટન, ખુલતાં અને લાઈટ રંગના કપડાં પહેરાવવા, વધુ પડતા કપડાનું આવરણ ન રાખવું. ઘોડિયા પર પાતળી ભીની ચાદર રાખવી તેની પર પંખો રાખી શકાય. ઘરનું વાતાવરણ ઠંડુ રહે તે માટે પંખા-કુલર કે એ.સી.નો ઉપયોગ કરવો. નવજાત બાળકને તેના બ્લો સામે ન રાખવું. રૂમ ગરમ રહેતો હોય ત્યાં બાળકને બપોરે ન રાખવું. પ્રવાહી પૂરતા પ્રમાણમાં આપતા રહેવું. ખાંડ-મીઠાનું પાણી, લીંબુનું શરબત, ફ્રૂટ, જ્યુસ કે એરેટેડ વોટર વારંવાર આપતા રહેવું. શરીર ગરમ લાગે તો તાપમાન થર્મોમીટરથી બગલમાં માપો. અને તાવની દવા આપો અને ડોક્ટરનો સંપર્ક કરો. મુસાફરી બને તો ટાળો અને કરવાની જ હોય તો સાંજે. રાતે કે વહેલી સવારે કરો એ.સી. વાહન હોય તો બપોરે જઇ શકાય.
આટલું સાચવશો તો તમારા બાળકને ગરમી 'ગરમ' નહીં પડે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PZx6nK
ConversionConversion EmoticonEmoticon