
અમદાવાદ માત્ર શહેર નહિ પણ કરોડોની સંખ્યામાં નિત્ય નવા ફ્લેટોમાં વસી રહેલા લાખો નાગરિકો અને આ બિલ્ડીંગોના ચણતરમાં મજૂરી કરી રહેલા સંખ્યાબંધ મજૂરો કે જેઓ એમની સંગાથે એમના ઘરસંસારના પ્રતિક જેવા બાળકોને પણ એમની સાથે લઇ જવા પડે છે. આપણું શહેર પોળોના સંસ્કારથી અન્ય લોકોને જમાડવામાં તથા ગરીબો, શ્વાનો અને ઘરબાર વગરના ગરીબો માટે સહાનુભૂતિપૂર્વક જમાડે છે. અમદાવાદમાં કોઈ ભૂખ્યું રાત વીતાવતું નથી. એ અમદાવાદના સંસ્કાર છે.
આપણા શહેરના એક પ્રતિષ્ઠિત નાગરિકે સરસ પહેલ કરી છે : એમણે જણાવ્યું કે 'આપણુ અમદાવાદ શહેર અને હવે હેરીટેજ સીટી.. ઘણા બધા ધનવાન, ઘણા બધા શ્રીમંત, ઘણા બધા ભણેલા, બુધ્ધિશાળી અને પ્રખ્યાત ઉપરાંત આપણા નગરમાં સદા ત્રણેય પ્રહર ભજન, કીર્તન અને ધર્મધ્યાન પરંતુ એક વાત આ વ્યક્તિને મનમાં સૂઝે છે કે કુપોષણથી અમદાવાદમાં એક પણ ગરીબ બાળક રિબાય અને ભૂખ્યું સૂઈ જાય એ આપણા સહુ માટે શરમજનક છે.
ગરીબ બાળકોના કુપોષણને નિવારવા ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે એક એવી સ્વચ્છ જગ્યાએ જમાડે છે. અને ટ્રાફીકની અંધાધૂંધી હોવાથી રીક્ષાઓમાં સલામત લઇ આવીને આ સ્થળે બાળકોને ઘરના બચ્ચાઓની જેમ પ્યારથી જમાડે છે. સહુનો સહિયારો સહકાર મળે તો કુપોષણથી પીડાતા બાળકોની જિંદગીમા તાજગી ભર્યો સંસાર લાવી શકાય. કારણ એમના પિતા કડીયા કામમાં અને મા સીમેન્ટના તબડકા ભરીને ફ્લેટમાં ઉપર ચઢાવવાની મજૂરીમાં વ્યસ્ત હોય છે. સવારથી નીકળી ગયેલા મા બાપ એમના સંતાનોને સાથે જ વળગાડીને લાવે છે. જ્યાં રેતીમાં કે ઇંટોના ટુકડા વચ્ચે આ બાળકો રમત રમે છે અને જમવાના સમયે તબડકામાં સાચવેલા રોટી અને શાક બચ્ચાઓને ખવરાવે છે.
આ જિંદગીમાં મજૂરોના બચ્ચાઓ કુપોષણથી રીબાય જ છે. ન છૂટકે ભૂખ્યા પેટે ક્યારેક રમત રમતાં ભૂખ્યું પેટ બધૂ ભૂલી જાય છે. રજુ કરેલી તસવીરમાં મજૂરોના બાળકોને નવરાવી-ધોવરાવી રીક્ષામાં અહિ ભોજન સ્થળે લઇ આવવામાં આવે છે. અને માનભેર એમના માતા પિતાના કર્મસ્થળે પહોંચાડી દેવામાં આવે છે. આ કાર્ય બહુ કઠીન છે. પણ આપણું અમદાવાદ શિયાળાની ઠંડીમાં ગરીબોને ધાબળા, ભૂખ્યા જનોને ભોજન અને વસ્ત્રો પણ પહોંચાડે છે. અરે, આપણુ આ અમદાવાદ વૃધ્ધાશ્રમમાં પોતાના સંતાનાથી તરછોડાયેલા ઘરડા માબાપોને ખબર અંતર પૂછવા પણ જાય છે આ અમદાવાદ છે. બસ એટલું જ...!'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a5h1n9
ConversionConversion EmoticonEmoticon