
- ડિસ્કવરી-ડો. વિહારી છાયા
- તાજેતરમાં ફ્રાન્સમાં રહેલી CERNમાં થઈ રહેલા પ્રયોગોમાં પ્રકૃતિના પાંચમા બળનો અણસાર મળી શકે એવા X 17 કાલ્પનિક કણને પ્રાયોગિક રીતે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
આ દુનિયામાં જે પદાર્થો છે તેમની વચ્ચે પરસ્પર જે બળ પ્રવર્તે છે તેના પાયામાં માત્ર ચાર જ મૂળભૂત બળ છે. તેના નામ (૧) પ્રબળ ન્યુક્લિયર બળ (૨) વિદ્યુતચુંબકીય બળ (૩) અને (૪) ગુરુત્વાકર્ષણ બળ. આ બળો પૈકી પ્રબળ ન્યુક્લિયર બળ સૌથી વધારે મજબૂત બળ છે. વિદ્યુતચુંબકીય બળ તેના એક સોમા ભાગનુ છે. મંદ ન્યુક્લિયર બળ પ્રબળ ન્યુક્લિયર બળના ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માં ભાગનુ છે. છેલ્લું ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળુ બળ છે. આમ આપણે આ ચાર બળો પૈકી જે બળને આપણે ઓળખીએ છે તે ગુરુત્વાકર્ષણ બળ તે નબળામાં નબળુ બળ છે. તેમ છતાં તેના સિવાય આપણે વિજ્ઞાાનના વિદ્યાર્થી ન હોય તો કોઈપણ બીજા બળને જાણતા પણ નથી.
આપણે જાણીએ છીએ કે આ બ્રહ્માંડના તમામ પદાર્થો પરમાણુના બનેલા છે તે પરમાણુને અંગ્રેજીમાં એટમ કહે છે . પરમાણુંમાં જે કેન્દ્ર હોય છે તે તેનો સૂર્ય છે. તેને ન્યુક્લિયર અર્થાત નાભિ કહે છે. નાભિ ફરતે ઇલેક્ટ્રોન નામના ઋણ નેગેટિવ વિદ્યુત ધરાવતા અતિ સુક્ષ્મ કણો પ્રદક્ષિણા કરતા હોય છે. ઇલેક્ટ્રોન પર જેટલી કુલ ઋણ વિદ્યુત સરવાળે હોય છે તેટલી જ ધન વિદ્યુત નાભીમાં હોય છે. આમ પરમાણુઓ ઉપર વિદ્યુત શૂન્ય હોય છે.
વિદ્યુત દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ (ન્યુટ્રલ) હોય છે. નાભી પણ બે પ્રકારના કણોની બનેલી હોય છે. એક પ્રોટોન કહેવાય છે. દરેક ઇલેક્ટ્રોન પર જેટલો ઋણ વિદ્યુત હોય છે તેટલી જ ધન વિદ્યુત દરેક પ્રોટોન પર હોય છે. પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા તેની નાભીમાં પ્રોટોન હોય છે.
ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત હોતો નથી . આ બધા કણો વિખેરાઈ જવા ન જોઈ. તેને બાંધી રાખતા મજબૂત બળ હોવા જોઈએ. પરમાણુ અને નાભિમાં પ્રોટોન અને પ્રોટોન અને ન્યુટ્રોનને ચુસ્ત રીતે બાંધી રાખતુ જે બળ છે તેને પ્રબળ ન્યુક્લિયર બળ કહે છે. નાભીમાં આ આંકડો એકબીજાને લગભગ અડકતા હોય ત્યાં સુધી આ બળ મજબૂતાઈથી લાગુ પડે છે પરંતુ તેમની વચ્ચે સહેજ અંતર વધે તો તે પણ ઝડપથી ઘટી જાય છે. જ્યાં સુધી આ બળ મજબૂતાઈથી લાગુ પડતું હોય છે ત્યાં સુધી કણોને છૂટા પાડવા અત્યંત દુષ્કર કામ છે.
બીજી બાજુ ઋણ વિદ્યુત ધરાવતા ઇલેક્ટ્રોન પણ નાભીની ફરતે પ્રદક્ષિણા કરતા રહે છે. તેનું કારણ નાભિના ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણ ભાર વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ છે. તેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ ગ્રહોને સૂર્યની પ્રદક્ષિણા કરાવે છે તેવી રીતે આકર્ષણ બળ ઈલેક્ટ્રોનને નાભિ પ્રદક્ષિણા કરાવે છે. આ આકર્ષણ વિદ્યુતચુંબકીય બળ છે. આ વિદ્યુતચુંબકીય બળ અનેક રીતે પ્રવર્તમાન છે. આ દુનિયાના તમામ પદાર્થો અસંખ્ય અણુઓના બનેલા છે.
દરેક અણુ પરમાણુ સંયોજન છે દાખલા તરીકે પાણીનો અણુ હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ સંયોજન છે આપણા શરીરમાં જે કાર્બોહાઈડ્રેડ છે, ચરબી છે, પ્રોટીન, વિટામિન છે, પાચક રસો છે તે બધા અણુઓના બનેલા છે. તેમને જોડે છે વિદ્યુતચુંબકીય બળ. આ પૃથ્વીના મહાસાગરો વનસ્પતિ આ વૃક્ષો આ પ્રાણીઓ આ માનવીઓ ખોરાક ઘરો વગેરે વગેરે જે કઈ છે તે અણુઓના બનેલા છે. તે અણુઓ પરમાણુના બનેલા છે. તે પરમાણુઓને જોડે છે વિદ્યુતચુંબકીય બળ. આપણે જે પ્રકાશ મળે છે તે વિદ્યુતચુંબકીય બળને આભારી છે.
આ ઉપરાંત કેટલીક નાભિ ઓ આપમેળે વિઘટન પામતી હોય છે અને અદ્રશ્ય કિરણો છોડતી હોય છે. તેને રેડિયો એક્ટિવિટી કહે છે. આ વીઘટનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. સૂર્ય અને તારાઓમાં જે પ્રક્રિયા થાય છે જેના દ્વારા વિપુલ ઉર્જા ઉત્પન્ન થાય છે. તેના પાયામાં પણ આ મંદ ન્યુક્લીયર બળ છે. તે ન હોત તો સૂર્ય ન હોત કે તારા ન હોત.
હવે અહીં ચોથા મૂળભૂત બળની વાત છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તે બળને આપણે જાણીએ છીએ જે બળના કારણે ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. જે બળના કારણે ગ્રહ માળાઓ રચાયેલ છે અને સૌર મંડળ રચાયા છે. તે બળના કારણે તારાવિશ્વો રચાયેલા છે. જે બળના કારણે ઉપગ્રહ પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતા રહે છે. તે ગુરુત્વાકર્ષણ બળ છે.
આમ આ ચાર બળો મૂળભૂત બળો છે. આ બ્રહ્માંડના કોઈપણ બે કણ વચ્ચે પ્રવર્તે છે. પરંતુ તેના મૂલ્ય જે ઘટકો પર આધાર રાખે છે તે ઘટકોના મૂલ્ય તેમને ઘણી વાર પ્રબળ બનાવે છે. ઘણીવાર નિર્બળ બનાવે છે. દાખલા તરીકે મારી અને તમારી વચ્ચે ગુરુત્વાકર્ષણ લાગુ પડે છે પરંતુ આપણા દળ પૃથ્વીને સૂર્યની સરખામણીમાં નગણ્ય હોવાથી તે બળ પણ નગણ્ય છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે અહીં આ ચાર બળો સૃષ્ટિનું સંચાલન કરતા આવ્યા છે તો પછી આ પાંચમું બળ ક્યાંથી આવ્યો? તે શું છે ? તેની જાણકારી ક્યાંથી મળી?
અગાઉ આનો જવાબ તારક ગુચ્છકો એટલે કે સ્ટાર ક્લસ્ટરમાં હોવાની શક્યતા દેખાયેલી. ખગોળમાં અનેક તારક ગુચ્છકો એટલે કે સ્ટાર ક્લસ્ટરમાં છે. તે પૈકી એક બુલેટ સ્ટાર ક્લસ્ટરના નામથી ઓળખાય છે. બ્રહ્માંડ વિજ્ઞાાનીઓને આમા પાંચમા મૂળભૂત બળના અણસાર મળ્યા હતા. આ બુલેટ ગુચ્છ એવું તારક ગુચ્છ છે જે ડાર્ક મેટરના અસ્તિત્વ માટે જાણીતું છે. અહીં પ્રશ્ન થાય કે ડાર્ક મેટર વળી શું છે?
આ બ્રહ્માંડમાં જે દ્રવ્ય છે તે અગણિત પદાર્થો ગ્રહો, તારાઓ, તારાવિશ્વો, અને અનેક ખગોળિય પીંડો રૂપે રહેલ છે. તે આપણે જાણીએ છીએ. પરંતુ તે બધાનો ગુરુત્વાકર્ષણ બળ બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું ઓછું માલૂમ પડયું છે. તેનો અર્થ એ થાય કે બ્રહ્માંડનું મોટાભાગનું દ્રવ્ય દ્રશ્યમાન નથી. આ દ્રવ્યને ડાર્ક મેટર અર્થાત અદ્રશ્ય દ્રવ્ય અર્થાત અલૌકિક દ્રવ્ય કહેવાય છે. આ માત્ર ડાર્ક મેટરને અસર કરતું બળ ૫ણ હોઇ શકે છે.
તાજેતરમાં હંગેરીના અમુક વૈજ્ઞાાનિકોના ડાર્ક મેટર વિશેનું સંશોધન કાર્ય દરમિયાન આકસ્મિક રીતે જ એક નવું જ કાલ્પનિક સબ એટોમિક કણ મળી આવ્યુ .જેને નામ આપવામાં આવ્યું ઠ ૧૭. એક વિશિષ્ટ પ્રયોગ દરમિયાન આ કણના અસ્તિત્વ પર પ્રકાશ પડયો છે. આ કણ માટે પાંચમુ બળ કેરિયર હોઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તે ડાર્ક મેટર સાથે સંકળાયેલ છે એવું માનવામાં આવે છે.
આના પરથી વિશ્વની જાણીતી અને માનીતી સંસ્થા
CERN એ પણ આ ઠ ૧૭ નામના આ કણની શોધ માટે બીડું ઝડપ્યું છે. અને તેના સીન્ક્રોટ્રોનમાં પ્રયોગો શરૂ કરી દીધા છે એવું માનવામાં આવે છે કે જો આ પ્રયોગો સફળ થાય અને ખરેખર આ એક નામધારી કાલ્પનિક કણના અસ્તિત્વની સાબિતી મળે તો તેમાં પાંચમાં બળની ચાવી રહેલી છે.
શું આ સૃષ્ટીમાં કોઇ પાંચમું બળ છે કે નહીં? અગર છે તો તે મજબૂત બળ છે કે નબળું બળ છે? આવા ઘણા પ્રશ્નો વૈજ્ઞાાનિકોના મનમાં ઊઠે છે જેના જવાબો શોધવા તેઓ સતત પ્રયોગો કરતા રહેતા હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mJnf1e
ConversionConversion EmoticonEmoticon