સોલાર એનર્જી જનરેટિંગ સિસ્ટમ વિશે જાણકારી


- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

સૂર્યના કિરણોમાંથી સીધા જ ઘનિષ્ટ જોડાણ વડે મેળવવામાં આવતી ગરમી, પાવર (સોલાર એનર્જી) ને એનર્જી અભ્યાન સિસ્ટમ કહેવામાં આવે છે. આજે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય પ્રકાશ ખૂબ જ માત્રામાં છે. પરંતુ તેનો પુરેપુરો ઉપયોગ થયો નથી. આજે યુરોપના દેશો પાસે સોલાર ટેકનોલોજી છે પરંતુ ત્યાં પૂરતો સૂર્ય પ્રકાશ નથી.

આજે આપણા ભારતમાં સોલાર પ્રોજેકટો વધારે અનુકુળ બની શકે તેમ છે. તે સાથે વિપુલ પ્રમાણમાં તેના વપરાશકારો, ઉપભોક્તાઓની બજાર પણ છે. સોલાર જનરેટીંગ સિસ્ટમ વડે હજારો નાના ગામડાઓ સુધી વીજ શક્તિ પૂરી પાડી શકાય તેમ છે. જે કિંમતની દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે તેમ છે.

સોલાર એનર્જી ઇન્સ્ટોલમેન્ટનો ખર્ચ ઘણો જ ઉંચો આવે છે. પરંતુ તેને ચલાવવાનો ખર્ચ જુજ માત્રામાં આવે છે. સોલાર એનર્જી માટે ઇઝરાઇલ ખૂબજ આગળ છે. પરંતુ ઇઝરાઇલે વ્યવહારિક રૂપમાં સ્વીકારેલ નથી. ઇઝરાઇલ સોલાર પાવરના માત્ર ૬ ટકા જ વાપરે છે. છતાં પણ ઇઝરાઇલનું સમગ્ર ધ્યાન સૂર્ય શક્તિની બાજુએ કેન્દ્રિત થયેલ છે.

વૈજ્ઞાાનિકોના અભિપ્રાય પ્રમાણે ટેકનોલોજીનો ગેસ- ટ્રિબ્યુનલ મુખ્ય હોય છે. અને તેના કારણે સોલાર સિસ્ટમ ઘણી સસ્તી બની શકે તેમ છે. યુનાઇટેડ સોલાર સિસ્ટમ કોર્પોરેશને આધુનિક પાતળી સોલાર ફિલ્મ ટેકનોલોજી વિકસાવેલ છે. જે હાલના કરતા અડધી કિંમતે સોલાર એનર્જી ઉત્પન્ન કરે છે. જે આકાર રહિત સિલિકોન ધાતુના મિશ્રણ પર આધારિત છે.

સોલાર પેનલમાં સિલિકોનના આકારરહિત મિશ્રણવાળા ત્રણ પડ હોય છે. તે દરેક રંગ વર્ણના પટ્ટાઓ જુદા જુદા વિવિધ વિભાગોમાં સૂર્યપ્રકાશનું ઇલેકટ્રીકસીટીમાં રૂપાંતર કરે છે. નવી ટેકનોલોજીમાં ક્રિસ્ટલાઇન સિલિકોનની યોજનાઓમાં પાતળી તકતીઓ મોટા પ્રમાણમાં એકબીજાથી જોડાયેલી હોય છે. જે બિલ્ડીંગની શિલીંગમાં ગોઠવાયેલી હોય છે. જે સોલાર કલેકટર સાથે જોડાયેલ હોય છે. જેથી સમગ્ર રહેઠાણમાં આખો દિવસ વીજળી પૂરી પાડી શકે છે.

જમીન પરના પાણીના શુદ્ધિકરણ માટે સોલાર એનર્જીનો ઉપયોગ અતિ ગુણકારી સાબિત થયેલ છે. પાણીની સપાટી પરના સેન્વિટા-રસાયણોમાં રહેતા વિષમય કિટાણુંઓનો જલદીથી ખાતમો બોલાવી દે છે. વિશ્વની પ્રજાને જમીન પરના પાણીમાં રહેલ અશુદ્ધિઓ સ્વાસ્થ માટે હાનિકારક બને છે. તેના કારણોમાં આ પ્રકારની સોલાર પદ્ધતિ ખૂબ જ અનુકુળ સાબિત થઇ શકે તેમ છે.

આપણા દેશના ઘણા રાજ્યોમાં સખત ગરમી પડે છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, યુ.પી., એમ.પી., સાઉથ, બિહાર, બંગાળ કે બીજા નાના મોટા રાજ્યોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય તેમ છે. આપણા ભારત માટે સોલાર કલેકટર સિસ્ટમ વધુ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. સોલાર કલેકટર ટાવર દરેક રાજ્યના અતિ ગરમ કે જયાં ખુલ્લા મેદાન જેવી જગ્યાઓમાં બાંધવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીને કલેકટર રૂમમાં એકત્રીત કરી શકાય તેમજ સોલાર એનર્જીનો વધુ ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ થઇ શકે તેમ છે.

સોલાર સેલ : (ફોટો વોલાટીક સેલ) જે સૂર્ય પ્રકાશમાંથી ખાસ પ્રકારે મેળવવામાં આવતી એનર્જીને બદલીને ઇલેકટ્રીક એનર્જીમાં રૂપાંતર કરવાની પદ્ધતિને સોલાર સેલ કહેવામાં આવે છે. સોલાર સેલ પાતળી વેફર જેવી સીટ જે ક્રિસ્ટલાઇન અથવા એમોરફોસ સિલિકોનની બનેલ હોય છે. ક્રિસ્ટલાઇન ફોર્મ ત્રણ ઇંચ સ્કવેરની હોય છે. પરંતુ હાઇડ્રોજીનેટેડ ગ્લાસ કોટિંગ હોય છે. જે થોડી માઇક્રોન જાડાઇ ધરાવે છે.

સોલાર ટેકનોલોજી વડે ખારા પાણીને રીવર્સ ઓસમોસીસ સિસ્ટમ વડે મીઠુ પાણી બનાવામાં મદદરૂપ થઇ શકશે. તેમજ સૂકા રણમાં ખાર યુક્ત પાણી મળી આવે તો ત્યાં પણ અર્ધી કિંમતે વિજળી ઉત્પન્ન કરી શકાશે. ત્યારબાદ સોલાર એનર્જીનો ઉપયોગ લાઇટ તથા લેસરમાં રૂપાંતર કરી અવકાશમાં દૂરસંચાર માટે પણ ખુબજ અનુકુળ સાબિત થઇ શકશે.

નોંધ :- દેશની આર્થિકતાના ઉપયોગી એવા સોલાર એનર્જી માટેની કોઇપણ લાઇસન્સ પ્રથાનું ડીકલેરેશન થયેલ નથી જેથી હાલના સમયે કોઇપણ લાયસન્સ પ્રથાની જરૂર રહેતી નથી. છતાં પણ મ્યુનિસિપલ તેમજ ગ્રામ પંચાયતની પરમિસન લેવી જરૂરી બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3upMCaS
Previous
Next Post »