
- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી
- શાણીબહેનને ધરપત થઈ. મન મનાવ્યું કે ઘડપણને લીધે બેધ્યાન થઈ જવાતું હશે. પણ મંજરી ચકોર હતી. એને પપ્પાના મગજમાં કશીક તકલીફનો વહેમ આવ્યો.
મં જરી છેલ્લા કેટલાય દિવસથી પપ્પાનું - સસરાનું ધ્યાન રાખી ર હી હતી. એમના સ્વભાવમાં હલચલમાં કંઈક વિચિત્ર હાવભાવ વરતાતો હતો.
એક દિવસ રાતે કશોક ખખડાટ સાંભળીને મંજરી જાગી ગઈ. રૂમની બહાર આવી તો સસરા-પપ્પા એમના બેડરૂમની બહાર નીકળી મુખ્ય દરવાજા તરફ જતા હતા. મંજરી જરા ચોંકી ગઈ. એકદમ એમની પાસે પહોંચી જઈને પૂછ્યું: 'પપ્પા! અત્યારે અડધી રાતે કેમ બારણું ખોલવા જાવ છો?'
'કોઈ આવ્યું લાગે છે - શાણી ઉંઘે છે એટલે મને થયું કે હું બારણું ઉઘાડું.'
'પણ અડધી રાતે?'
શકરાભાઈ ચમકી ગયા: 'અડધી રાત છે? કેટલા વાગ્યા?'
'રાતના અઢી? ત્યારે મને શેનો ભ્રમ થયો? મને તો અજવાળુ અજવાળુ જોઈ બપોર થઈ લાગી.'
મંજરીએ એમનો હાથ પકડીને ખાટલા સુધી દોરીને કહ્યું - 'પપ્પા, સૂઈ જાવ. હજી સવારની બહુ વાર છે.'
મંજરીએ સવારે આ વાત મમ્મીને-સાસુને કહી એટલે એ ય ચોંકી ઉઠયા.
સવારે એમણે સાડા સાત-આઠ વાગે જોયું તો શકરાભાઈ નિરાંતે ઊંઘતા હતા.
સાસુ વહુ બંનેને એક સરખો વિચાર આવી ગયો કે પપ્પાને કશીક માનસિક તકલીફ થઈ છે.
સવારે શાણીબહેને એમને રાતના બનાવ વિશે પૂછ્યું ત્યારે એ બે હાથ ઊંચા કરી આશ્ચર્ય પામતા કહે 'એમ? મને તો કશી જ ખબર નથી.'
વળી પાછા સ્વસ્થતાથી રાબેતા મુજબ વર્તવા માંડયા. પરી સાથે વહાલથી વાતો કરી ચા-નાસ્તો કર્યાં.
શાણીબહેનને થોડીક ધરપત થઈ. મન મનાવ્યું કે ઘડપણને લીધે ક્યારેક બેધ્યાન થઈ જવાતું હશે. પણ મંજરી ચકોર હતી. એને પપ્પાના મગજમાં કશીક તકલીફનો વહેમ આવ્યો.
અને એમ બન્યું પણ ખરું.
શાણીબહેન ચા મૂકતા હતા. શકરાભાઈ બાથરૂમ જવા ઉભા થયા, પણ લંઘાયા. એમનો પગ આઘો પાછો પડવા માંડયો. એ જરા લથડિયું ખાતા રહી ગયા. શાણીબહેને એ જોતાં જ તરત દોડયાં અને એમને સાચવી લીધા.
શકરાભાઈએ ખાટલામાં બેઠા બેઠા જ ચંપલ પહેરવાનો પ્રયત્ન કર્યો. તેમાં એક પગમાં ચંપલ બરાબર ફીટ આવી ગયું. બીજા પગમાં અડધું પડધું આવ્યું તે તે એમણે બરાબર ફીટ માની લીધું. અને ઉભા થવા જતા એ બીજું પંચલ પગમાંથી નીકળી ગયું. એનો એમને અહેસાસ પણ રહ્યો નહિ.
બંને પગમાં ચંપલ ફીટ આવી ગયા છે એમ માનીને એ ચાલવા જતાં એક બાજુ વાંકા વળી ગયા અને લથડિયું ખાતા સહેજમાં બચી ગયા. શાણીબહેન સચેત હતા એટલે એમણે દોડીને એમને સાચવી લીધા પણ મનમાં ફાળ પડી ગઈ. ક્યાંક પડી ગયા હોત તો?
શાણીબહેનના વહેમી સ્વભાવને એવું એલાણ આવી ગયું કે નક્કી એમને કંઈક ઝપટ વાગી ગઈ છે.
એમણે વહેમ આવ્યો એટલે પગેરું વિચારવા માંડયું. અને એમને જોઈતું મળી ગયું. એ બે દિવસ પહેલાં રાજેશ સાથે કોઈક બેસણામાં ગયા હતા. ત્યાંથી પાછા ફરતા કંઈક અસુરું થઈ ગયું હોવું જોઈએ. મંજરીએ એમના વહેમને હસી નાખ્યો તો ખરો, પણ એનેય પપ્પાને કશુંક અણધાર્યું અજુગતું થયું છે એવો ફફડાટ થયો જ.
મંજરીએ રાજેશને ચિંતાની વાત કરી. રોજેશે તો અન્ય પુરુષોની જેમ ખોટો વહેમ માનીને દાદ દીધી નહિ.
થોડો સમય તો એ અજંપા પર ટોપલો ઢંકાયો. બધાંએ જમી લીધું. શકરાભાઈએ પણ પૂરી રોજની નોર્મલ રીતીએ જમી લીધું. શાણીબહેનને થોડી હાશ થઈ. એમણે મનમાં આ વહેમને હાંકી કાઢવાનો પ્રયત્ન કરવા માંડયો. રાતે સૂતી વેળાએ શાણીબહેને રોજની જેમ શકરાભાઈને દૂધ ભરેલો ગ્લાસ આપ્યો. એ થોડીવાર ત્યાં ઉભાં પણ રહ્યા. બધું બરાબર જોઈને એ એમના કામે ગયાં.
થોડીવારે મંજરી ત્યાં આવીને જુએ તો શકરાભાઈનો ગ્લાસ મોઢામાં અને એમાંથી ધીરે ધીરે વહેતી દૂધની ધારાથી ખાટલાની ચાદર અને પપ્પાના કપડા પર પણ પ્રસરી હતી.
એ ગભરાઈ ઉઠી. શાણીબહેન ધસી આવ્યાં. રાજેશ દોડી આવ્યો. શકરાભાઈ જાણે દૂધ પીને બેઠા હોય તેમ સ્વસ્થ દેખાતા હતા. એમણે નિરાંતે થોડી વાતચીત પણ કરી. મંજરીની સૂચનાથી રાજેશ પપ્પાની બાજુમાં જ સૂઈ ગયો.
અડધી રાતે શકરભાઈ અચાનક જાગી ગયા. રાજુ ય જાગી ગયો. શકરાભાઈ બોલી પડયા: 'રાજુ ઉઠ! સવાર પડી ગઈ. પછી મોડું થશે.'
રાજુએ એમને પાછા સુવાડી દીધા. પરિવારની આખી રાત અજંપાભરી ઊંઘમાં વીતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fURFMK
ConversionConversion EmoticonEmoticon