
ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારી ચિંતાજનક રીતે પ્રસરી છે. તેવામાં કોરોનાની ચેઈન તોડવા જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લળ સરકારી વિભાગોના તમામ અધિકારી-કર્મચારીઓની એપ્રિલ માસમાં રજા કેન્સલ કરી દેવાનો આદેશ જિલ્લા કલેક્ટરે છોડયો છે. આ ઉપરાંત વિવિધ વિભાગોને કામગીરી પણ સોંપવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આગામી દિવસોમાં રજાઓ આવતી હોય તમામ કચેરીઓ, ખાસ કરીને રેવન્યુ, પોલીસ અને આરોગ્ય તંત્ર તેમજ બાકીના જેટલા પણ વિભાગો છે તેમની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે. અધિકારીઓ-કર્મચારીઓને કોવિડ મેનેજમેન્ટ માટે અલગ અલગ ડયૂટીની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યાં હોય, ટેસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી પણ સઘનતા સાથે શરૂ કરી દેવાઈ છે. ટેસ્ટીંગ અને સર્વેલન્સમાં જે લોકો પોઝિટિવ મળી આવશે તેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જ રહેવાનું અને ૧૪ દિવસનો હોમ આઇસોલેશનનો સમય પૂરો કરવાનો છે. કોઇ પોઝિટિવ દરદી નિયમનો ભંગ ન કરે તે માટે મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરતા મળી આવશે તો તેમની સામે કડક પગલા ભરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8WobC
ConversionConversion EmoticonEmoticon