
- કેટલીક કુટેવો દરેકને ખટકે છે. ખાસ કરીને જીવનસાથીને કારણ કે આખી જિંદગી આવી આદતોને લીધે તેને જ વેઠવાનું હોય છે. નવવિવાહિત પતિ-પત્ની ન તો એકબીજાની આદતોથી સંપૂર્ણપણે વાકેફ હોય છે કે ન તો એટલા બધા પરિચિત કે એકબીજાને સંકોચ વિના ટોકી શકે. એવામાં વિવાહની વર્ષગાંઠ પર કે એકબીજાના જન્મદિવસે બંને પોતપોતાની કુટેવછોડવાની પ્રતિજ્ઞાા લઈ શકે.
કેટલીક વખત એકની એક વાતો, લાક્ષણિકતા ફરી ફરીને દાખવે ત્યારે આપણે કહીએ છીએ કે એ વ્યક્તિ તો આદતથી મજબૂર છે. આદતો માટે કહેવાય છે કે સામાન્ય રીતે છૂટતી નથી. બાળપણની મોટાભાગની કુટેવો મોટેરાં ડરાવી-ધમકાવીને છોડાવી દે છે, પરંતુ કિશોરાવસ્થા કે યુવાવસ્થાની આદતો છોડાવતાં સૌને સંકોચ થાય છે કારણ કે આ ઉંમરે ટોકવાવાળાને પણ ટોકવું યોગ્ય નથી લાગતું. પરણેલાં યુવક-યુવતીઓને ટોકવાનું વડીલોને પણ ગમતું નથી. એટલે જીવનસાથી જ સમજણપૂર્વક એકબીજાની કુટેવો છોડાવે, એ વધુ સારું.
કેટલીક કુટેવો દરેકને ખટકે છે. ખાસ કરીને જીવનસાથીને કારણ કે આખી જિંદગી આવી આદતોને લીધે તેને જ વેઠવાનું હોય છે. નવવિવાહિત પતિ-પત્ની ન તો એકબીજાની આદતોથી સંપૂર્ણપણે વાકેફ હોય છે કે ન તો એટલા બધા પરિચિત કે એકબીજાને સંકોચ વિના ટોકી શકે.
એવામાં વિવાહની વર્ષગાંઠ પર કે એકબીજાના જન્મદિવસે બંને પોતપોતાની કુટેવછોડવાની પ્રતિજ્ઞાા લઈ શકે.
વિવાહના થોડા સમય બાદ સમજપૂર્વક અને ધીરજથી એકબીજાની કુટેવો તરફ ઈશારો કરવામાં કશો વાંધો નથી જેમ કે મહેમાનો ગયા પછી થોડા સમયબાદ ધીરજપૂર્વક કહીએ ''આ શું? તમે નાક ચડાવીને વાત કેમ કરતા હતા?'' કે ''વાતચીત દરમિયાન બધા વચ્ચે બેસીને નાકમાં આંગળી કેમ નાખતા હતા?''
પતિ પણ પત્નીને પ્રેમપૂર્વક કહી શકે, ''તું મારા ઓફિસેથી ઘેર પાછા આવ્યા પછી પણ તારી મિત્રમંડળી વચ્ચે જ ગપ્પાં મારતી બેસી ન રહે. એ મને ગમતું નથી.'' કે ''સવારે વહેલા સ્નાન કરી લેવું'' અથવા '' આખા દિવસે ગાઉન પહેરીને ફર્યા કરવું સારું નથી લાગતું.''
રાજને સીમાના વધેલા નખ પસંદ નહોતા. કોણ જાણે લાંબા નખ જોઈને એને કંઈક થઈ જતું હતું, પરંતુ સીમા નારાજ ન થાય, ઘરમાં કંકાસ ન થાય, એ કારણે તે તેને નખ કાપવાનું નહોતો કહેતો.
એક રવિવારે રાજે પોતાના નખ કાપ્યા બાદ સીમાને પ્રેમથી નેઈલકટર આપ્યું અને કહ્યું, ''પ્લીઝ, તું પણ આજે નખ કાપી નાખ, મને લાંબા નખ નથી ગમતા.'' રાજે આટલું જ કહ્યું અને સીમા તેના મનની વાત સમજી ગઈ પછી નખ કાપવામાં તેણે સહેજ પણ આનાકાની ન કરી.
તરલાની તો વાત જ ન કરો. સવારે મોડે સુધી સૂતાં રહેવાની એની આદત હતી. ભલે સાસુ, નણંદ, દિયર, બધાં ઊઠીને પોતપોતાની દૈનિક ક્રિયાઓ કરવા લાગી જાય. બપોરે ભોજન લીધા પછી પણ એકાદ કલાક સુઈ જવાનું તે જરૂરી સમજતી, ભલે ઘર ગમે તેટલું અસ્તવ્યસ્ત હોય. આવી આદતો કોઈને ગમતી નથી.
લગ્નના થોડા સમય બાદ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખીને એકબીજાને પ્રશંસાપાત્ર બનાવી શકાય. તે માટે જરૂર એ છે કે યોગ્ય સમયે સલાહ આપવી, એટલે કે જરૂરી લાગે ત્યારે યુક્તિપૂર્વક કુટેવોની જાણ કરવી, એકબીજાને યોગ્ય સમયે કુટેવોથી ચેતવતા રહેવું. કેટલીક કુટેવ આ મુજબની હોય છે.
એવી આદત ન કેળવો જે બીજા સાથેનો સંબંધ બગાડે
- વાત કરતી વખતે આંખો બંધ કરી નાખવી
- લોકો વચ્ચે બેસીને ગમે ત્યાં ખંજવાળવું.
- વાત વાતમાં ભવાં ઊંચા કરવા.
- વાત કરતી વખતે મોંમાંથી થૂંક ઊડવું.
- વાત વાતમાં ગાળો બોલવી.
- વાત કરતી વખતે નખમાંથી મેલ કાઢવો.
- નાક, કાન કે આંખમાં આંગળીઓ નાખવી.
- શારીરિક સ્વચ્છતા પ્રત્યે બેદરકારી રાખવી.
- બોલતી વખતે બાળકો કે વડીલોની હાજરીનું ધ્યાન ન રાખવું.
- ખાતાં પહેલાં હાથ ન ધોવા.
- મહેફિલ કે બાગમાં અસ્તવ્યસ્ત રીતે સૂઈ જવું.
- બેઠાં બેઠાં ઘાને ખોતર્યા કરવો.
- દ્વિઅર્થી કે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો.
- થોડી થોડી વારે થૂંક્યા કરવું.
- સ્નાન અને સંડાસમાં વધુ સમય બગાડવો.
- બાથરૂમમાં બધુ અવ્યવસ્થિત પડયું રહેવા દેવું.
- જરૂર ન હોય ત્યારે પણ પંખા ને બત્તી ચાલુ રાખવાં.
- મહત્ત્વની તારીખો - જેવી કે જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ વગેરે ભૂલી જવી.
- ઘરનો સામાન યોગ્ય સ્થળે ન મૂકતાં ગમે ત્યાં મૂકી રાખવો.
- ખાતાં ખાતાં એંઠુ છોડવું.
- રસોઈ કરતાં કરતાં જ ખાવાનું શરૂ કરી દેવું.
- મોટેથી બોલવું. મોટેથી હસવું.
- વાતવાતમાં જીભાજોડી કરવી.
- સારી લાગતી કે ખાવાની વસ્તુઓ સામે ટગર ટગર જોયા કરવું.
- સમજ્યા વિચાર્યા વિના બોલવું.
- ઘરેણાં કે અન્ય કિંમતી વસ્તુઓને બેદરકારીપૂર્વક કાઢીને ગમે ત્યાં મૂકી દેવી.
- હંમેશાં કટાક્ષપૂર્વક કે ટોણાં મારીને વાત કરવી.
- મહેમાનોનો આદર-સત્કાર ન કરવો.
- બહારથી આવેલી વ્યક્તિઓ સાથે મળતાવડા ન બનવું.
- વાતવાતમાં આંસુ વહેવડાવવા.
- ઘરમાં કે બહાર દરેક સ્થળે ગાતાં રહેવું કે ગણગણ્યાં કરવું.
- બ્રશ કર્યા વિના ખાવા માંડવું.
- નહાયા વિના કે ગાઉન-નાઈટી કે ઝભ્ભો- લેંઘો પહેરીને આખો દિવસ ફર્યા કરવું.
- કારણ વિના હસ્યા જ કરવું.
- હંમેશાં પોતાની જ વાત પકડી રાખવી અને ઘમંડ રાખવો.
- વડીલોની હાજરીમાં પતિ-પત્નીએ પરસ્પર પ્રેમપ્રદર્શિત કરવો.
- બધાં કરતાં વહેલા ખાઈ લઈને ટેબલ પરથી ઊઠી જવું.
- મોટી વ્યક્તિઓ કંઈક સમજાવતી હોય ત્યારે બગાસાં ખાવાં.
- બહુ વહેલા સૂઈ જવું.
- ચોવીસે કલાક ટાપટીપ કર્યાં જ કરવી.
- અશ્લીલ વસ્ત્રોનો ઉપયોગ કરવો.
- જમીન પર પગ ઘસીને ચાલવું.
- દારૂ પીવો.
ઉપરની બાબતો આમ તો ઘણી નાની નાની છે, પરંતુ અસહ્ય સ્થિતિ ઊભી કરવામાં એમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. લગ્ન પછી થોડા સમયે ઘરમાં સાસુ-વહુ, ભાભી-નણંદ, પતિ-પત્ની બધાં વચ્ચે ઝઘડાનું કારણ આ વાતો જ બને છે.
લગ્નબાદ શરૂઆતમાં તો દરેક પતિ કે પત્ની ચલાવી લે છે, પરંતુ થોડા સમય પછીના છૂટાછેડા માટે પણ આવી વાતો જ કારણભૂત બને છે.
જો આવી બાબતો અંગે એકબીજાને યોગ્ય સમયે જ ચેતવવામાં આવે, તો પતિ-પત્નીને શરમાવું પડતું નથી અને હેરાન થવું પડતું નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mONEuM
ConversionConversion EmoticonEmoticon