
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
'સાહેબ , લો મો મીઠું કરો! મારો લાલિયો દશમાંમા ૯૦ ટકા લાયો છે!' હરખાતી ભાવનાએ નરેશ ભાઇની આગળ પેંડાનું બોક્ષ ધર્યુ. નરેશભાઇએ એક નજર પેંડાનાં બોક્ષ પર ફેરવી. ભાવનાંના ઘર નજીકની દુકાનનાં પેંડા હતા તેની જેમ જ સામાન્ય !! એટલે નિમેષ ભાઇએ 'ના..ના.. ના.. મને તો ડોક્ટરે મિઠાઇ ખાવાની મનાઇ કરી છે 'કહીને ના પાડી દીધી. ભાવનાનું મો પડી ગયુ. તેણે ફરીથી' એમાં, શું થઇ ગયું સાહેબ, આખો ના લેશો પણ સહેજ ચાંખો તો ખરા!! 'કહીને ફરીથી તેણે નરેશશભાઇની સામે બોક્ષ્સ ધર્યુ. નિમેષભાઇ ભડક્યા અને પછી ના..ના.. કરતા દુર હઠી ગયા.
'તેમની તો સુગર વધારે હાઇ આઇ છે એટલે ડોક્ટરે મિઠાઇ સામે જોવાની પણ ના પાડી છે. ! પણ મને વાંધો નથી એટલે લાઇ મને આપ, અને જો એમનાં ભાગનો ય મને આપી દે!' બોલતા બોલતાં જ નિમાબહેન બે પેડા પતિ સામે જોતા ખાઇ ગયાં અને પછી લાલિયાની માર્કશીટ હાથમાં લઇને વાંચવા લાગ્યા. અને બોલ્યા, 'અલ્યાં તું તો સરસ માર્ક લાયો છું ને કાંઇ!!'
'લાલિયા, બેનને અને સાહેબને પગે લાગ અને આશીર્વાદ લે !'લાલિયો બન્નેનાં પગે લાગ્યો. એટલે નિમાબહેન અંદર જઇને પર્સમાંથી ૫૦૦ રૂપિયાની નોટ લઇને આવ્યાં અને લાલિયાંનાં હાથમાં મુકી.' તું સારાં ટકા લાવ્યો ને એટલે, વાપરજે ! 'બન્ને મા-દિકરાએ ના..ના.. કરતાં નોટ લઇ લીધી. અને પછી લાલિયાએ તેને પેન્ટનાં ખીસ્સામાં સરકાવી દીધી.
નરેશભાઇ આ બધી ક્રિયાં જોઇ રહ્યાં હતાં અને મનોમન પત્ની પર અકળાતાં હતાં. તેમણે મૌન તોડતાં લાલિયાને પુચ્છયું 'હવે આગળ શું કરવાનું છે? મારો ભાઇબંધ છે તેને વાત કરી છે તે તેની ઓફિસમાં પટાવાળા તરીકે તને લઇ લેશે. તેને કહીશ એટલે પગાર શરુઆતથી જ ૨૫૦૦ કરી આપશે. કાલે ત્યાં પહોચી જજે!'
'પણ ... સાહેબ એને તો આગળ ભણવું છે.'.. લાલિયાની મા ભાવનાં અચકાતાં અચકાતાં બોલી અને ઉમેર્યુ, ' એટલે તમને પુછવા જ આયો છે કે શું કરે તે તમાંરા જેવો મોટો સાયેબ થાયં!'
' હે.. ! મારાં જેવું સાહેબ થવું છે આને તો !! 'કહીને નરેશભાઇ ખડખડાટ હસવાં લાગ્યાં. તેમનાં હસવામાં નર્યો ઉપાલંભ હતો. બન્ને મા-દિકરો નરેશભાઇની સામે મુંજાઇને જોઇ રહ્યાં ! તેમને ખબર ના પડી કે 'પોતે એવું તે શું કહ્યું કે સાહેબ ને હસવું આવે છે.' પણ નિમાબહેનને ખ્યાલ આવ્યો એટલે તેમણે નરેશભાઇ સામે આંખો કાઢી અને હસવાનું બંધ કરવાનો ઇશારો કર્યો. એટલે નિમેષભાઇ અટક્યા.
'પણ લાલિયા તને શેમાં રસ છે એ તો કહે અને તારે કઇ લાઇન લેવી છે ?' નિમાબહેને બઘવાઇને પતિને જોઇ રહેલાં લાલિયાનું ધ્યાન પતિ તરફથી હટાવવાં તેને પુચ્છયુ.
' શેનો રસ અને શેની લાઇન લેવાની !' હજુ તો લાલિયો કાંઇ જવાબ આપે તે પહેલાં પાછા નરેશભાઇ ટહુક્યાં!!
'એવું તો કાંઇ થોડું હોય ! આ આજનો છોકરો છે. ગુગલ પર જઇને બધી માહિતી મેળવતાં હોય છે! ખરુ ને લાલિયા? નિમાબહેને પાછા પતિને ઢાંકવાની કોશિશ કરી.
લાલિયો ખુશ થૈ ગયો. 'બેન ને બધી ખબર પડે છે. સાહેબ ને ગુગલ અને ઇન્ટરનેટમાં કાંઇ ગતાગમ પડતી લાગતી નથી. એટલે પછી તેણે પોતાનાં ઉંચા... સ્વપ્નાઓની વાત નિમાબહેનને કરી.
નરેશભાઇ લાલિયાનાં 'સ્વપ્ના' સાંભળીને થડકી ગયા.' આવા આ જો ભણીને આગળ વધશે તો અમારા છોકરાનું શું થશે ! એટલે પછી તેમણે લાલિયાને આઇ. ટી. આઇ. કરીને જે મળે એ નોકરી લઇ લેવાની સલાહ આપી. અને તે માટેનું કારણ આપતા ' અત્યારે શિક્ષણ કેટલું મોઘું છે. અમારા જેવાને પણ જો મુશ્કેલી પડતી હોય તો પછી તમારાં જેવાને તો પડનારી મુશ્કેલીની વાત જ ના થાય. તે જણાવ્યુ. બાકી હતુ તે ભણવાની મુશ્કેલીઓ સામે હિંમત હારી જઇને જીવન ટુકાવંતા છોકરા-છોકરીઓનાં કિસ્સા પણ જણાંવ્યા.
આ બધું સાંભળીને બન્ને મા-દિકરો હતાશ થઇ ગયા. કાલથી 'સાહેબ તમારા ભાઇબંધની ઓફિસે કાલથી કામ ચાલુ કરી દેશેદ એમ મા બોલી અને પછી બન્ને મા-દિકરો ભારે મને ઘરે જવા નિકળ્યા.
નિમાબહેન ક્યાંરનાંય આ બધું સાંભળતાં હતા. તેમણે પતિને વારવાની કોશિશ કરી હતી પણ તે મા-દિકરા સામે પતિ ખુલ્લો પડી જાય એટલે પછી શાંત થઇ ગયાં હતા. જો કે બન્ને મા-દિકરાને પડી ગયેલાં મોઢે જતાં જોઇને તેમને ખુબ ખરાબ લાગ્યું. અને એટલે તેમણે લાલિયાને 'નોકરી ચાલું કરવાની ઉતાવળ ના કરીશ, અમે જોઇશું શું થઇ શકે છે!' કહીને આશ્વાશન આપ્યું હતું. પણ તે લોકો એટલા હતાશ થઇ ગયાં હતા કે જેવાં અમારા નસીબ દ નિસાસો નાખતા ચાલતી પકડી હતી.
તેમને ભારે હૈયૈ જતા જોઇને નિમાબહેને પણ દુ:ખ અનુભવ્યુ. તેમને પતિ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો.' શું મળ્યું તમને તે લોકોને હતોત્સાહ કરીને! કેટલાં ઉંમગથી અને આશાથી તમને મળવાં આવ્યાં હતાં.તમારી ઉપર કેટલો વિશ્વાસ કે તમે જ લાલિયાને સાચું માર્ગદર્શન કરશો. નહી તો તમારા જેવા બીજા કેટલાય સાહેબોનાં ત્યાં ભાવનાં કામ કરે છે ત્યાં ના ગઇ અને તમને પુછવાં આયી!' નિમાબહેને બરોબર આક્રોશ ઠાલવ્યો.
'તું કેમ ગુસ્સે થાય છે? મે સાચી સલાહ તો આપી છે. તેમને વધારે ભણી ગણીને શું કરવાનું ? અને વળી આ લાલિયો સા.. ચોર. તે દિવસે રંગે હાથ પકડેલો. નાનો હતો ત્યારે આવો હતો અત્યારે તો શુંય કરતો હશે!' ક્ષણ વાર અટકીને 'નિમા મને તો લાગે છે કે પરીક્ષામાં ચોરી કરીને જ આટલાં ટકા લાયો હશે. હ..અ.. હવે મને સમજાયું હું ક્યારનોય વિચારતો હતો કે આનાં આટલાં બધા ટકા કેમનાં આયા હોય.!'
'જો.. જો એવું કશું વિચારતાં. તે ભણવામાં કેટલો હોશિયાર છે તે આપણા નિકુંજને પુછી જોજો. તે તો તેને શિખવાડતો હતો. અને પેલી નાની વાતને શું હજુ મનમાં રાખીને બેઠા છો. નાનો હતો એટલે વળી વસ્તું લીધી હશે. તેને ચોરી કરી થોડી કહેવાય. નાનાં હોય ત્યારે બધાય અણસમજમાં આવું કરે.અને જુઓ તો ત્યાર પછી ક્યારેય એવું કશું જોયું છે તમે? નિકુંજની તો કિંમતી વસ્તુઓ બધી બહાર રખડતી હોય છે. તેનું તો કશું ય ખોવાતું નથી' નિમાબહેને પતિને ટર્પાયા.
'હશે હવે મને જે લાગ્યુ તે કહ્યુ.
'નરેશભાઇને પત્નીની ગરીબો પ્રત્યેની સહાનુભુતિ તથા તેમને કરાતી મદદ પસંદ ન હતી. 'કશું કહીશ તો પાછી લાંબું.... લેક્ચર આપશે' એટલે તેમણે દલીલ કરવાની ટાળી.
'હું શું કહું છું સાંભળોને. આ લાલિયો હોશિયાર તથા મહેનતી છે તો તેને... 'મુક્તાબહેન પતિને ચાહ આપતા બોલ્યા.
'પાછો લાલિયો આવ્યો. આજે તે પીછો છોડે તેવું લાગતું નથી! 'તેઓ સ્વગત બબળ્યા. પણ મોટેથી તો બોલ્યા, 'તેનું શું છે પાછું!?'
'હું શું કહું છું, આપણે તેને આગળ ભણવામાં મદદ કરીએ તો?ભગવાને આપણને ઘણું આપ્યું છે.
'એમ કાંઇ ઘર બાળીને તીરથ ના કરાય!'
'લો, આમાં ઘર બાળવાનું ક્યાં આયુ.આપણી પાસે છે અને આપવાનું છે. અને વળી ભાવના કાંઇ લૈને બેસી રહે તેવી નથી. અને વળી લાલિયો ભણશે પછી કમાશે એટલે તેનું કુટુમ્બ તો ઉચું આવશે! અને તમે ઘણી વખત કહો છો ને, નિમા આવાં તો અસખ્યં છે. કોને કોને મદદ કરીશ.! સાચી વાત તમારી. બધાને તો મદદ ના કરી શકાય પણ કોઇ એકને તો કરી શકાય ને!. અને કોઇને મદદ કરવાથી મદદ કરનારનું ખરાબ થયુ હોય તેવું હજુ સુધી સાંભળ્યું નથી!' નિમાબહેન પણ લીધેલ વાતનો તંત છોડે એવા ન હતા.
ત્યાર પછી ખાસ્સો સમય નરેશભાઇ લાલિયા જેવાને શા માટે મદદ ના કરવી જોઇએ તેની દલીલો કરતાં રહ્યા. છેવટે કંટાળીને નિમાબહેનથી બોલાઇ જ ગયુ. 'તમને પણ આગળ ભણવામાં કોઇએ મદદ ના કરી હોત તો! ! તમે ક્યાં હોત અત્યારે? હોટલમાં કપ રકાબી ધોતા હોત કે પછી વધારેમાં વધારે અત્યારે ગલ્લો સંભાળતા હોત. એનાથી વધારે કશુ શક્ય બનત !!'
નરેશભાઇ સ્તબ્ધ બની ગયા. વાતાવરણ ભારેખમ બની ગયુ. નિમાબહેનને પસ્તાવો થયો કે 'આવું ના બોલી હોત તો સારુ' એટલે તેમણે 'સોરી' કહીને કપ લઇને રસોડામાં જવાનું ઉચિત સમજ્યુ.
જો કે નિમાબહેને કહેલી વાત ખોટી પણ ક્યાં હતી.!! નરેશભાઇએ વિચાર્યુ.
ભુતકાળમાં નરેશભાઇ પણ પૈસાનાં અભાવે ભણવાનું છોડીને હોટલમાં કામ કરવાનું ચાલું કરેલું. પણ તેમનો જીવ ભણવામાં એટલે સમય મળે ત્યારે ઘડિયા બોલવાનાં કે પછી ત્યાં પડેલ ન્યુઝ પેપર કે બીજુ કાંઇ પણ અક્ષરો લખેલા દેખાય તે લઇને વાંચવા બેસી જાય. ત્યાં નજીકમાં બહુમાળી ફ્લેટમાં એક ભાઇ નોકરી અર્થે ભાડેથી રહે. કોઇ મોટી કંપનીમાં તે મેનેજર હતા. અને ડેપ્યુટેશન પર આવેલા. તે દરરોજ ચહા પીવા આ હોટેલમાં આવે. ત્યારે ઘણી વખત કામ કરતાં કરતાં પણ આ છોકરો વાંચવા બેસી ગયો હોય તે જુએ. હોટલનોં માલિક ચીઢાયા કરે એટલે એક-બે દિવસ વાંચવાનું બાજુ પર રહી જાય.
હોટલનું કામ બરોબર ચાલે. પણ પાછું હતું એનું એ! આ બધું પેલા ભાઇનાં ધ્યાનમાં આવ્યાં કરે. એટલે એક દિવસ પેલા હોટલનાં માલિકને આ છોકરા વિશે પુછી લીધું. અને જાણવા મળ્યું કે તે છોકરો ભણવામાં ખુબ હોશિયાર હતો અને હજું પણ તેને ભણવું છે. પણ ખર્ચો કોણ ઉઠાવે ? એટલે સ્કુલે જતો નથી. પેલા ભાઇએ તે છોકરાને પુચ્છયું હતું કે 'હું તારા ભણવાની વ્યવ્સ્થા કરું પણ તું દિલ દઇને ભણીશ ને ? મે તારામાં મુકેલ વિશ્વાસને ખોટો તો સાબિત નહી કરને !? અને પેલા છોકરાએ વચન આપ્યું હતુ કે પોતે ભણીને મોટો તેમનાં જેવો સાહેબ બનીને બતાવશે !' અને ખરેખર પેલો છોકરો બરોબર દિલ દઇને ભણ્યો હતો અને મોટો સાહેબ બન્યો ત્યારે તેનાં જીવનદાતાને મળવા અને તેમણે કરેલ મદદ પાછી આપવા ગયો હતો ત્યારે તેમણે કહેલું કે 'બસ જ્જરુરિયાતમંદ વ્યક્તિની આંગળી પકડજે . ત્યારે મને બધું પાછું મળી ગયું છે તેમ જાણજે.!'
પણ નાંણા તથા સત્તાના કેફમાં તે બધું ભુલી ગયા હતા. આજે પત્નીએ તે યાદ કરાવતાં તેઓ શરમાયા અને લાલિયાને મદદ કરવા તૈયાર થઇ ગયા.
લેખક - અન્નપુર્ણા મેકવાન
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a4bIo0
ConversionConversion EmoticonEmoticon