- ખુલ્લા બારણે ટકોરા-ખલીલ ધનતેજવી
- ધૂળમાં પડેલાં ધૂળ જેવા સભ્યો પણ બહુમતી પૂરવાર કરવામાં કામ લાગતાં હોય તો એ ગુલાલ જેવાં ગણાય. ક્યાં - ક્યાં કૌભાંડ શોધીશું ? કોને-કોને સસ્પેન્ડ કરીશું ?
- સોશિયલ ડિસ્ટન્સનું કચ્ચરઘાણ વાળી નાખ્યું, તોય કોઈએ તમને કંઈ કહ્યું ? ભીડ જોઈને તો ટ્મ્પને પણ થયું હશે કે આવું માનસન્માન તો મને અમેરિકામાં પણ મળતું નથી !
ગુ જરાતમાં કોરોનાએ ધમાલ મચાવી મુકતાં, તમે ખુબ જ નારાજ થયા હોવાનું કહેવામાં આવ્યું ! પણ સાહેબ કોરોના સામે ચિંતિત થવાય, નારાજ થવાય ? આ જે કાંઈ ગુજરાતમાં થઈ ગયું ને થઈ રહ્યું છે, એ જોતાં તમારું નારાજ થવાનું વાજબી છે. પરંતુ કોના પર નારાજ થવાનું ? નદી તો શાંત હતી. એમાં પૂર આવ્યું તે તો ઉપરવાસથી આવ્યું છે. એમાં નદીનો શો વાંક ? ગુજરાતમાં જે કાંઈ થયું અને થઈ રહ્યું છે એ બધા કામો ઉપરવાસ (કેન્દ્ર)માંથી જ આવ્યા હતા ને ? ને આમેય સાહેબ ! કોરોનાને ક્યાં સુધી ખોળામાં લઈને બેસી રહેવાનું ? આપણા કામો નહિ કરવાના ? નમસ્તે ટ્રમ્પ ! નાં કાર્યક્રમનું આયોજન કરી મહા ઉપાડે ટ્રમ્પને તેડાવ્યા હતા ! ટ્રમ્પ આવે તે પહેલાં કોરોના આવી ગયા હતા તો એને લઈને ટ્મ્પને પાછા તો ના તગેડી મૂકાયને ? સ્વાગત તો કરવું પડેને ! તે કર્યું ! ધામધૂમથી સ્વાગત કર્યું, કોઈ નારાજ થયું તમારા પર ? તમે પાછા ટ્રમ્પને ગુજરાતમાં તાણી લાવ્યા અને સરદાર પટેલ સ્ટેડિયમની ભેખડો તોડી નાખે એવી ભીડ એકઠી કરી આપી ! સોશિયલ ડિસ્ટન્સનું કચ્ચરઘાણ વાળી નાખ્યું, તોય કોઈએ તમને કંઈ કહ્યું ? ભીડ જોઈને તો ટ્મ્પને પણ થયું હશે કે આવું માનસન્માન તો મને અમેરિકામાં પણ મળતું નથી ! અને આ તો પાછી ગુજરાતની પ્રજા ! મોજીલી પ્રજા, ગુજરાતનો માણસ એટલે જલસાનો માણસ, કોરોના હોય કે કોરોનાનો બાપ હોય, લાત મારીને બાજુ પર હડસેલી મૂકે અને જલસો ઉજવી નાખે ! એ પછી ભલે કોરોના છંછેડાય અને એેને જે કરવું હોય તે કરે ? કોરોના ગઈકાલે હતો, આજે પણ છે અને આવતીકાલે પણ હશે, ટ્રમ્પ કંઈ ભારતમાં ફરી આવવાના હતા ? જલસાભેર સ્વાગત કર્યું જ ને ! વડાપ્રધાન પોતે ગુજરાતી છે. આગળ કહ્યું તેમ ગુજરાતી માણસ એટલે જલસાનો માણસ ! એમાં વડાપ્રધાન પણ આવી જાય છે ! એટલે જ સાહેબ ! કોરોનાને લીધે તમે ગુજરાત પ્રત્યે નારાજ થયા, એ અમને જરા આશ્ચર્યજનક લાગ્યું ! હવે રાજધાની ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આવી છે, શું કરશું ? ઉજવવી તો પડશેને ! નારાજ થવાથી કામ ના ચાલે !
એક અંતર્ગત વાત કહું સાહેબ ! તમને કદાચ ખબર નહિ હોય કે પ્રજા તમને ભગવાનની જેમ પૂજે છે. અમારી ખુશીની તો વાત જૂદી છે. અમારે તો અમારો ગુજરાતી માનુષ વડાપ્રધાન પદ પર છે એ વાતના અહેસાસ માત્રથી અમારી છાતી ગજગજ ફૂલે છે. તમે તો પહેલેથી છપ્પનની છાતી લઈને બેઠા છો. તમે અત્યાર સુધી છપ્પનની છાતીનો ઉપયોગ કર્યો નથી. પણ હવે સમય આવી ગયો છે, હવે છપ્પનની છાતી કામે લગાડવી પડશે ? પ્રજા તમારી સાથે જ છે.
કોંગ્રેસ મુક્ત ભારતની તમે તમન્ના રાખી હતી તે તમન્ના પ્રજાના સહયોગથી પૂરી થઈ. પ્રજાનો તમને સહયોગ ના હોત તો કોંગ્રેસ મુક્ત ભારત બહુ અઘરું કામ હતું. અમને તાજેતરમાં જ કહેલું કે અત્યારનો સમય સરકારની ભૂલો કાઢવાનો સમય નથી. સહયોગ આપવાનો સમય છે અને એ વાતને અમ છેક સુધી વળગી રહીશું. છતાં, તમે અમારી કસોટી કરતાં હોય. અમારી ધીરજની કસોટી કરતાં હોવ એવું અમને લાગે છે.
અત્યારે, કોરોના સામે ઝઝુમવાનો સમય છે. કોરોના મુક્ત ભારત સંકલ્પની જરૂર છે. આટલી ચીંતાજનક સ્થિતિમાં પણ કોરોનાને બાજુ પર મૂકીને દિલ્હીની રાજ્ય સરકાર સત્તા ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને બહુમતની જોરે તમારો એ પ્રયાસ સફળ પણ થયો. હવે ભારતની સરકારમાં એકાદું કૌભાંડ દેખાયુને ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવીને રાષ્ટ્રપતિ શાસન લાવવાનું તમે વિચાર્યું છે એમાં અમે તમને શું સહયોગ આપી શકીશું. ટૂંકા ના પડીયે ?? આવળાં મોટા ભારતમાં ભાજપનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂંક્યું છે ત્યારે એમાં ટીપાં જેવડાં કે ટપકડાં જેવડાં એકાદ-બે રાજ્યોમાં કોઈ બીચારો પટલાઈ કરી ખાતો હોય તો કરી ખાવાં દો ને. અને મંડી પડો કોરોનાની પાછળ.
મહારાષ્ટ્ર રાજ્યમાં જે કૌભાંડ બહાર આવ્યું છે એ દેશને અને દેશની પ્રજાને નુકશાનકારક સાબિત થાય એવું છે. છતાં, એને આટલું બધુ મહત્વ અપાતું હોય તો બાપુ ! કેન્દ્રમાં આવા કૌભાંડીઓ ચિક્કાર પડયાં છે. કેન્દ્રનાં સભ્યો બધાં કાંઈ દૂધે ધોયેલાં નથી. ચાઈણી લઈને ચાળવા બેસો તો લગભગ બધાં જ ચાઈણીનાં કાંણાંમાંથી નીચે પડીને ધૂળ ભેગા થઈ જાય. અને માત્ર દશ કે પંદર સભ્યો ચળાઈને હાથમાં આવે હવે એ બધાં સસ્પેન્ડ કરી નાંખવામાં આવે તો કેન્દ્રની બહુમતીનું શું થાય ? ધૂળમાં પડેલાં ધૂળ જેવા સભ્યો પણ બહુમતી પૂરવાર કરવામાં કામ લાગતાં હોય તો એ ગુલાલ જેવાં ગણાય. ક્યાં - ક્યાં કૌભાંડ શોધીશું ? કોને-કોને સસ્પેન્ડ કરીશું ? બધી જ સરકારો કૌભાંડનાં તરા પર બેસી છે. બધી એકસાથે પદભ્રષ્ટ થાય એવી છે. એટલે બાપુ ! એ બધાંમાં પડયા વગર આપણે કોરાના પ્રત્યે સજાગ પણ રહેવાનું છે અને ઝઝુમવાનું પણ છે. એમાં અમે તમને પૂરે-પૂરો સહયોગ બધાં જ ક્ષેત્રે આપીશું. આરોગ્યની બાબત હોય કે નાણાંકીય બાબત હોય દરેકમાં અમે શક્ય તેટલો સહયોગ આપીશું.
દેશની વર્તમાન સ્થિતિ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. નાણાંની પુષ્કળ જરૂર છે. કોઈની પાસેથી ઊછી-ઊધાર લેવાય નહીં. ને આમેય, ઊંછી -ઊધાર લેવાં માટેની કોઈ જગ્યાં બાકી જ ક્યાં રાખી છે, લોક ભંડોળ સીવાય બીજો કોઈ સરળ ઉપાય અત્યારે દેખાતો નથી. લોકફાળો એકત્રિત કરવાની ઈચ્છા હોય તો હાંક મારજો હાજર થઈ જઈશું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cNSKUI
ConversionConversion EmoticonEmoticon