આણંદ : આણંદ એલસીબી પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ શહેરના યાદાદા કોમ્પેલક્ષ પાસેથી કુખ્યાત ઘરફોડિયા શખ્શને ઝડપી પાડયો હતો અને તેની પુછપરછ કરતા મંદિર ચોરીઓના સાત જેટલા ગુનોઓનો ભેદ ઉકલાવા પામ્યો છે.
અગાઉ મંદિર ચોરી તેમજ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ રાજુ કલકત્તી યાદાદા કોમ્પલેક્ષની બાજુમાં આંટાફેરા મારી રહ્યો હોવાની ગુપ્ત બાતમી ગત તા.૧લી માર્ચના રોજ એલસીબી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ યાદાદા કોમ્પલેક્ષ વિસ્તારમાં ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીમાં વર્ણવ્યા મુજબનો શખ્શ મળી આવતા પોલીસે તેને અટકમાં લઈ નામ-ઠાણ અંગે પુછપરછ કરતા તે રાજેશ ઉર્ફે રાજુ કલકત્તી વિજયકુમાર નગેન્દ્રભાઈ દાસ (ઉં.વ.૩૪, રહે.ચાંગા કોલોની, ફુલબાઈ માતા મંદિરની સામે, તા.પેટલાદ, જિ.આણંદ, મૂળ રહે. કલકત્તા, વેસ્ટ બંગાલ) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેનું બીલ કે આધાર પુરાવા માગતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતા પોલીસે તેને અટકમાં લઈ વધુ પુછપરછ હાથ ધરી હતી.
આણંદ શહેરના યાદાદા કોમ્પલેક્ષ વિસ્તારમાંથી એલસીબી પોલીસે ઝડપી પાડેલ શખ્શે આજથી નવેક વર્ષ પહેલા ભાવનગર પાસેના ઢસા પાસેના રંઘોળા ગામ આવતા પહેલા રોડ ઉપર રોડની બાજુમાં બાપા સીતારામ મંદિરની દાન પેટીમાંથી રૂા.૩૦ થી ૩૫ હજારની ચોરી, વર્ષ ૨૦૧૮માં ભાવનગર ખોડીયાર મંદિરથી ગણેશ આશ્રમ જવાના રસ્તે આવેલ ભડલી ગામે એક મંદિરની દાનપેટીમાંથી રૂા.૫૦૦૦ની ચોરી, વર્ષ ૨૦૧૮માં જ ફરીવાર ભડલી ગામે મંદિરમાં બે દાનપેટીમાંથી રૂા.૨,૦૦૦ની ચોરી, બે વર્ષ અગાઉ બગદાણાના બાપાસીતારામ મંદિરથી ૩ કી.મી. દુર આવેલ ખોડીયાર માતાના મંદિરે ચોરી કરવાનો પ્રયાસ કરેલ, ઠડીઆ ગામે શંકર ભગવાનના મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂા.૩૫૦૦ની ચોરી, સચાણા ગામે મેલડી મંદિરની ત્રણ દાનપેટીમાંથી રૂા.૮,૦૦૦ની ચોરી તેમજ સચાણા હાવે ઉપર આવેલ બુટભવાની માતાના મંદિરની દાનપેટીમાંથી રૂા.૨૦,૦૦૦ અને બહુચરાજી માતાના મંદિર જવાના રસ્તા ઉપર આવેલ બાપા સીતારામની ડેરીની દાનપેટીમાંથી રૂા.૨,૦૦૦ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31IukFw
ConversionConversion EmoticonEmoticon