ગળતેશ્વર ખાતેના મહાદેવ મંદિરે કોરોના રસીકરણ કેમ્પમાં 96 લોકોએ રસી લીધી


ગળતેશ્વર : ખેડા જિલ્લાના પવિત્ર તીર્થસ્થળ ગળતેશ્વર મહાદેવમાં આજે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મંદિરના આસપાસ વસવાટ કરતા લોકોને ખૂબ સમજાવ્યા પછી રસીકરણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

મંદિરની આસપાસ વરસોથી વસવાટ કરતા લોકો અહીં નાનોમોટો વેપાર કરીને ગુજરાન ચલાવે છે. સરકારી આદેશ પ્રમાણે મંદિરમાં રહેતા અને આસપાસ રહેતા તમામને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારના લોકોમાં શિક્ષણ અને જાગ્રતિનો અભાવ હોવાથી તેઓ રસી લેવા તૈયાર નહોતી. સતત પ્રયત્નો અને સમજૂતીઓ પછી પણ તંત્રને ૯૬ જેટલા જ લાભાર્થીને રસી મૂકવામાં સફળતા મળી છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મંદિરની આસપાસ વસવાટ કરતા મોટા ભાગના લોકો વિચરતી જાતિઓના હોવાથી તેઓ જાગ્રતિના અભાવે રસીકરણ માટે તૈયાર જ નહોતા થતા.   

સરનાલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી હેતલબેન તેમ જ હેલ્થ ઓફિસર અને મંદિરના પૂજારીના પ્રયાસોથી આ વિસ્તારમાં રહેતા લોકો રસીકરણ માટે તૈયાર થયા. અંઘાડીના કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. વિભૂતિ પારેખ અને મંદિરના પૂજારી ભરતભાઈએ પોતે  એક-એક વ્યક્તિને સમજાવી રસી મૂકાવવા માટે તૈયાર કર્યા હોવાનું જાણવા મળે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uiFnS5
Previous
Next Post »