હ જુ થોડા દિવસ પહેલા જ નીતેશ તિવારી એક એડનું શુટિંગમાં વ્યસ્ત હતા અને તેમની પત્ની ફિલ્મસર્જક અશ્વિની ઐયર-તિવારી વેબ પ્લેટફોર્મ પર સ્ટ્રિમિંગ ફિલ્મનો આનંદ માણી રહી હતી. એ સમય દરમિયાન રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થતી હતી અને તેમણે ડિરેક્ટ કરેલી 'છિછોરે' (૨૦૧૯) ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી.
'મને તો જરાય કલ્પના જ નહોતી. બાદમાં અશ્વિનીએ શોટના મધ્યમાં જ સ્ટ્રિમિંગ શરૂ કરી દીધું. તેઓ પણ ખુશ થયા કેમ કે કંગના રનૌત પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની હતી અને એ 'પંગા' (૨૦૨૦) ફિલ્મ અશ્વિનીએ દિગ્દર્શિત કરી હતી. અમે શુટિંગ પાંચ મિનિટ માટે થંભાવી દીધું. તે સમયે 'છિછોરે'ના કૉસ્ચ્યુમ ડિઝાઈનર, પ્રોડક્શન ડિઝાઈનર અને સહાયક દિગ્દર્શક બધા જ ઉપસ્થિત હતા. એ ક્ષણોને અમે ખૂબ એન્જોય કરી અને પછી ફરી ઝડપભેર શુટિંગમાં વ્યસ્ત થઈ ગયા. (હસ્યા) અમે શુટિંગ પૂરું કર્યા પછી ઉજવણી કરીશું,' એમ જણાવ્યું 'દંગલ'ના દિગ્દર્શકે.
બેશક, કોઈકે શું મિસ કર્યું અને એ હતું 'છિછોરે'ના સદ્ગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની થિયેટરમાં છેલ્લી રિલિઝ થયેલી ફિલ્મ કે જ્યારે તે જીવતો હતો ૨૦૨૦માં. રાજપૂતનો ઉલ્લેખ કરાયો ત્યારે તિવારી લાગણીશીલ - સંવેદનશીલ બની ગયા હતા.
'દરેકની લાગણી વ્યાજબી હતી. ટીમના દરેક સભ્યોની લાગણી સરખી હતી. એ તો આનંદની લહેરકી હતી, પણ સાથે જ જે ગુમાવ્યું હતું તેની સંવેદના પણ હતી. ઉજવણીમાં સુશાંત નહોતો તેથી ઉદાસીનતાની સંવેદના પણ હતી. હું એ વાતની કલ્પના પણ કરી શકું છું કે તે કેટલો ખુશ હશે.'
દરમિયાન તિવારીએ પારિતોષિકોની જાહેરાત બાદ ફિલ્મની ટીમના દરેક સભ્યોને બોલાવ્યા. મહામારીના વળતાં પાણી થાય એ પછી યોગ્ય ઉજવણી કરવામાં આવશે. એવી જાહેરાત કરી.
'મારા માટે તો, અમે કંઈક કોમર્શિયલ બનાવ્યું હોય તે માટે નાની સરખી પણ માન્યતા મળે અને એ જ સમયે જો એ કોમર્શિયલ ન હોય તો પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં જે ફેરફાર આવ્યા છે એ સંદર્ભ ઘણીબધી વાતો કરી શકાય એમ છે. 'છિછોરે'ને દર્શકો પાસેથી બેફામ પ્રેમ મળ્યો છે અને બોક્સઓફિસ પર પણ તેણે સારો દેખાવ કર્યો છે. બરાબર એ જ સમયે, આ ફિલ્મ જ્યારે અતિપ્રતિષ્ઠિત એવોર્ડ માટેના જ્યુરીના દિલ જીતી શકે ત્યારે હું ખરેખર વિનમ્રતા અનુભવું છું. તમામ માન્યતા માટે હું કૃતજ્ઞાતાની લાગણી અનુભવું છું.
ટીમના દરેકે દરેક સભ્યોએ તેમનો આત્મા અને હૃદય આ સર્જનમાં લગાડયો છે એ માટે હું આનંદની લાગણી અનુભવું છું,' એમ દિગ્દર્શકે જણાવી સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Rlyd1q
ConversionConversion EmoticonEmoticon