હું ૪૦ વર્ષની છું. અમને બે સંતાન છે. કેટલાક વર્ષ પૂર્વે મારું ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન થયું હતું. આ પછી સેક્સમાંથી મારી રૂચિ ઘટવા માંડી હતી મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.
એક મહિલા (મણિનગર)
ગર્ભાશય સાથે તમારી બન્ને ઓવરીઓ પણ કાઢી નાખવામાં આવી હોય તો શરીરમાં સેક્સ હાર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થઈ શકે છે. આવામાં હાર્મોન રિપ્લેસમેન્ટ થિયરીથી ફાયદો થઈ શકે છે. આ મારે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે. તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફેમિલિ ડોક્ટર પાસેથી કોઈ નિષ્ણાતનું નામ લઈ તેમનો સંપર્ક કરો. સમય ગુમાવતા નહીં.
હું ૨૦ વર્ષની છું. છેલ્લા બે-ત્રણ વરસથી મને યુરિન પસાર કર્યાં પછી યુરિનના ટીપા ટપક્યા કરે છે અને ઘણી વાર યુરિન પસાર કરતી વખતે બળતરા પણ થાય છે. શું ભવિષ્યમાં આની અસર મારા લગ્નજીવન પર પડવાની શક્યતા છે?
એક યુવતી (મુંબઈ)
આટલા વર્ષ સુધી તમે બેસી કેમ રહ્યા એ જ સમજાતું નથી. હવે સમય ગુમાવ્યા વગર કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડૉક્ટરો યુરિન કલ્ચર અને સેન્સિવિટી જેવી કેટલીક ટેસ્ટ કરાવવાની સલાહ આપશે. જેને કારણે યોનિમાં ઇન્ફેકશનની જાણ થઈ જશે અને ઉચિત દવા લેવાથી જલદી ફાયદો થઈ જશે. આની તમારા લગ્ન જીવન પર કોઈ અસર થવાથી નથી. આવી આ ચિંતા છોડી તમારો ઉપચાર કરવો અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લો. બધુ ઠીક થઈ જશે.
હું ૧૯ વર્ષનો છું. નાનપણમાં મેં મારા દાંતની કાળજી લીધી નહોતી. હવે મને આનું મહત્ત્વ સમજાયું છે. તો શું હવે બગડેલી બાજી સુધરી શકે છે? આ મારે માટે શું કરવું એની સલાહ આપશો?
એક યુવક (મુંબઈ)
તમારી સમસ્યા ગંભીર નથી જેનું સમાધાન થઈ શકે નહીં. મોડે મોડે પણ તમને તમારા દાંતનું મહત્ત્વ સમજાયું એ વાત સારી છે. આથી હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને કોઈ સારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને તેમની સલાહને અનુસરો. તેમની સારવાર આર્થિક રીતે પરવડે તેમ હોય નહીં તો તમે કોઈ સરકારી હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આ સારવાર લઈ શકો છો. ચિંતા કરવાની જરૂર નથી.
હું ૧૬ વરસની છું. મારી ઊંચાઈ પ ફૂટ છ ઇંચ છે. મારું વજન ૮૪ કિલો છે. મારે બે મહિનામાં વજન ઉતારવું છે યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
વજન ઉતારવા માટે કોઈ શોર્ટ કટ નથી બે મહિનામાં વજન ઉતારવું એ આસાન કામ નથી. વજન ઉતારવા માટે તમારે એક્ટિવ જીવન જીવવાની જરૂરી છે. બેઠાડું જીવન જીવતા હો તો વ્યાયામ કરો તેમજ ચાલવાનું રાખો. આ ઉપરાંત ઘરના કામ જાતે કરો. તમારી જાતને વધુ પડતો શ્રમ આપવો નહીં. કોઈ વ્યાયામ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આહારમાંથી ચરબીજન્ય પદાર્થો ઓછા કરો. રોજ અંદાજે ૧,૨૦૦ કેલેરી જેટલો જ આહાર લેવાય એ બાબતની ખાતરી રાખો. ગળી, તળેલી વાનગીઓનં પ્રમાણ ઓછું કરો અને દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. જોઈતું પરિણામ મળ્યા પછી પણ ડાયેટ અને વ્યાયામ ચાલુ રાખો.
હું નાની હતો ત્યારે મારા પિતા સાથે મારા સંબંધ ઘણા સારા હતા. પરંતુ જ્યારથી હું કમાવા લાગ્યો છું ત્યારથી મારા પિતા ઘણા શંકાશીલ બન્યા છે. મારે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ સમજાવવા વિનંતી.
એક ભાઈ (અમદાવાદ)
નવી પેઢીને સ્વતંત્રતા આપવાને જૂની પેઢી જલદી તૈયાર થતી નથી. તમારા પિતા તમારા માટે ઘણા પઝેઝિવ છે. તેઓ હજુ તમને બાળક જ સમજતા હોય એમ લાગે છે એટલે તમારા પરનો તેમનો કાબુ જતો કરવા તૈયાર નથી. તમે પુખ્ત થયા છો અને તમારા નિર્ણયો માટે લઈ શકો છો એ વાત સમજવા તેઓ માનસિક રીતે તૈયાર નથી.
બે પેઢી વચ્ચેનું અંતર રહેવાનું જ છે. તમારે આ અંતર ઓછું કરવાનો પ્રયત્ન કરવાનો છે. તેમની સાથે વધુ સમય પસાર કરો. સાથે ફરવા જાવ. કોઈ બાબતે તેમની સલાહ લો.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ujSSks
ConversionConversion EmoticonEmoticon