- ફિલ્મ રામ સેતુના 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ
મુંબઇ : બોલીવૂડમાં કોરોનાનો હાહાકાર વ્યાપી ગયો છે. અક્ષય કુમાર કોરોના પોઝિટવ આવ્યા પછી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છે. આ ઉપરાંત ભૂમિ પેડણેકર અને વિક્કી કૌશલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે ફિલ્મ રામ સેતુના ૪૫ જુનિયર આર્ટિસ્ટોમાં પણ કોરોના જોવા મળ્યો છે.
અભિનેત્રી ભૂમિ પેડણેકર અને વિક્કી કૌશલે કોરોનાગ્રસ્ત થયાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. ભૂમિએ પોસ્ટ કર્યું હતુ ંકે, મારામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા છે. હું ડોકટરના સંપર્કમાં છું અને તેમના માર્ગદર્શન દરેક તકેદારી રાખી રહી છું. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાના ટેસ્ટ કરાવી લે. બન્ને કલાકાર હાલ હોમ કોરન્ટાઇનમાં છે.
જ્યારે બીજી બાજુ અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મના 45 જુનિયર આર્ટિસ્ટો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. હાલ દરેક વ્યક્તિ ક્વોરન્ટાઇન છે. જાણકારીના અનુસાર, સોમવારથી 100 જણા ફિલ્મ રામ સેતૂના સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. તેઓ મઢ આઇલેન્ડમાં ફિલ્મના સેટને જોઇન્ટ કરવામાં હતા, આ પહેલા જ કોરોના ટેસ્ટ રિપોર્ટમાં 45 આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.
પરિણામે હાલ ફિલ્મનું શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેને 13-14 દિવસ પછી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વધતા કોરોનાના હાહાકારને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39IMUBP
ConversionConversion EmoticonEmoticon