કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ પર ૨૬ માર્ચથી ૧ એપ્રિલના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૨૦ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા વધી આવ્યા હતા. નેચરલ ગેસ પણ વધીને બંધ થયું હતું.
સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૭૩૦ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૫.૦૩ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૬૧.૩૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ તેલ ૬૪.૬૭ ડોલરના સ્તરે બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા. કરન્સી બજારમાં ડોલર રૂ.૭૩.૩૩, પાઉન્ડ રૂ.૧૦૧.૫૧ અને યુરો રૂ.૮૬.૩૭ના સ્તરે હતા.વિશ્વબજાર પાછળ ઘરેલૂ બજારમાં સપ્તાહના અંતે ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું, જેના પગલે સપ્તાહના અંતે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૬,૫૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૭૦૦ બોલાઈ રહ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3duoIV0
ConversionConversion EmoticonEmoticon