ઉનાળાની આગઝરતી ગરમીમાં ઘરને ઠંડુ રાખવાના સરળ ઉપાયો


તકી શોભાના ઘરમાં પ્રવેશતા જ બોલી ''કેટલી ઠંડક છે. એરકન્ડિશનર મુકાવ્યુ કે શું ?''

''ના ભાઈ ના, તારા બનેવીના ટુંકા પગારમાં અમને વળી એરકન્ડિશનર ક્યાંથી પોષાય ?

'' તો પછી બીજે માળે આટલી ઠંડક કઈ રીતે શક્ય છે.

'' તુ શાંતિથી બેસ તો ખરી'' પછી નિરાંતે વાત કરુ છું''

કેતકી, ઘરને ઠંડુ રાખવું એ કાંઈ કઠીન કાર્ય નથી. ફક્ત થોડી સૂઝ તથા આવડતની જરૂર છે. શોભા કેતકીને સમજાવી રહી હતી.

* જે રૂમમાં વધુ તડકો આવતો હોય તે રૂમના દરવાજા-બારીનો પડદો કરાવી લેવા, આર્થિક સંજોગોમાં અનુસારી પડદાનું કપડુ લેવું.

* પડદા કરાવતી વખતે અડધી બારી સુધી પડદા કરાવવા છે કે આખા તે વિચારવું.

* પાતળા પડદા પણ લગાડી શકાય અથવા જાડા કપડાના પડદા પણ લગાડી શકાય. સંપૂર્ણ બારીને લગાડેલ પડદો વેલવેટ, કે જાડા કપડાનો હોય તો ઉત્તમ રહેશે.

* અડધી બારીના કપડાનો રંગ ઘેરો પસંદ કરવો.

* બારી તથા દરવાજાને સંપૂર્ણ આવરી લેતા લાંબા પડદામાં પાતળું અસ્તર જરૂર લગાડવું જેથી તડકાને કારણે કપડાનો રંગ ઝાંખો થઈ ન જાય.

*  કરકસર કરવા માટે અસ્તર માટે જુની સાડી ચાદર અથવા  રજાઈનો ઉપયોગ કરી શકાય.

* ઘરના દરેક દરવાજામાં પડદા લગાડવાનો આર્થિક રીતે પોષાય એમ ન હોય તો મુખ્ય રૂમમાં પડદા લગાડી બીજી રૂમોના બારી-દરવાજા પર ઘેરો રંગના કાગળ ચોંટાડી શકાય. ગરમીની ઋતુ પુરી થયા બાદ તેને ઉખાડી લેવા જેથી ચોમાસુ શરૂ થતાં વરસાદ કાગળને ભીંજવે ન દે.

પડદાથી રક્ષણ આપ્યા બાદ વારો આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા કાપડની પસંદગીનો.

ગરમીની ઋતુમાં હળવા તથા પાતળા કપડાની ચાદર, તકિયાના કવરનો ઉપયોગ કરવો. સફેદ, ક્રિમ, હળવો ગુલાબી, આસમાની, આછો પીળો રંગ આંખને ઠંડક પહોંચાડે છે.

સવારે ઘરમાં પોતુ કરતી વખતે પાણીમાં ફિનાઈલે સ્થાને યુડીકોલોન ભેળવી પોતું કરવાથી ઘર ઠંડુ પણ રહેશે તથા મહેકશે.

પોતું કર્યા બાદ તે રૂમનાં બારી-બારણાં બંધ રાખવાથી યુડીકોલનની મહેક લાંબા સમય સુધી આવશે.

દરવાજા તથા બારી દિવસના સમયમાં બંધ રાખવા એવી સૂચના પરિવારના દરેક સભ્યોને આપવી, સવારે ઘરની સફાઈ થઈ જાય પછી બારી દરવાજા બંધ કરી પડદો બંધ કરી દેવા જેથી સૂર્યપ્રકાશની ગરમી ઘરમાં પ્રવેશે નહીં.

જાડા જાડા ગાલીચાને વીંટાળીને મૂકી દો તેના સ્થાને સાદડી તથા પાતળી શતરંજીનો ઉપયોગ કરવો, ગાલીચાના ઉપયોગ કરવામા આવે છે. જેથી ગાલીચા પર પગ મૂકતાં જ ગરમી લાગે છે. 

પાતળી શેતરંજી તથા સાદડીઓ પણ હવે તો રંગબેરંગી આકર્ષક ડિઝાઈનોમાં બજારમાં ઉપલબ્ધ છે. શેતરંજી તથા સાદડીના વપરાશથી ઘરની શોભા પણ વધશે તથા ઘરમાં ઠંડક પણ થશે.

દિવાનખાનું હોય કે સૂવાનો રૂમ એક લીલોછમ કુડુ ખૂણામાં મૂકી દેવું હરિયાળી આંખને ઠડક આપે છે. એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય હા, પણ રૂમમાં રાખેલ કુંડાને થોડે થોડે વખતે તડકામાં અવશ્ય રાખવું.

રૂમ બહુ મોટા હોય તો માત્ર એક સિલિંગ ફેન પ્રયાપ્ત થશે નહીં તેથી એક ટેબલફેન અથવા પેડસ્ટલ ફેનનો ઉપયોગ પણ કરવો જેથી પખાની હવા રૂમમાં ચારે બાજુ ફેલાઈ જાય તથા પરિવારનો દરેક સભ્ય પંખાની હવાનો આનંદ ઉઠાવી શકે આ ઉપરાંત શક્ય હોય તેટલું ફર્નિચર ઓછું રાખવું.

કુલરની ટાંકી ઘરની બહારના સ્થાને રાખવી તથા છાપરું બનાવી તેને તડકાથી રક્ષણ આપવું કુલરના પાણીમાં અસ અથવા અત્તર ભેળવવું, ઉપરાત પાણી થોડા થોડા સમયે બદલતા રહેવું.

રસોડામાં રસોઈ બનાવતી વખતે એડજેસ્ટફેન અવશ્ય ચાલુ રાખવો જેથી ગરમીના ધુમાડા સીધા બહાર જતા રહે, જેથી ઘરમાં ગુંગળામણ ન થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wxWIsb
Previous
Next Post »