આપણા માટે આજે આ વસ્તુઓ અનિવાર્ય બનવા લાગી છે. ઘરે હોય તો ટેલિવિઝન, ઓફિસમાં કમ્પ્યૂટર તથા ઘર અને ઓફિસ બહાર મોબાઈલ વિના જીવન અધુરું લાગે છે. એક અવકાશ અનુભવાય છે. એવું લાગે છે કે જીવનની ગતિ જાણે ધીમે પડી ગઈ છે અથવા થંભી ગઈ છે. જો ઘર અને કુટુંબવાળાની આ સ્થિતિ છે તો એકલી સ્ત્રી માટે આ વસ્તુઓનું મહત્ત્વ કેટલું બધું વધી જતું હશે?
સ્ક્રીન, પછી એ ટેલિવિઝનનો હોય, કમ્પ્યૂટરનો હોય કે મોબાઈલનો હોય, આજે એ જીવનનો એક જુદો પાડી ન શકાય તેવો હિસ્સો બની ગયો છે. આપણા માટે આજે આ વસ્તુઓ અનિવાર્ય બનવા લાગી છે. ઘરે હોય તો ટેલિવિઝન, ઓફિસમાં કમ્પ્યૂટર તથા ઘર અને ઓફિસ બહાર મોબાઈલ વિના જીવન અધુરું લાગે છે. એક અવકાશ અનુભવાય છે. એવું લાગે છે કે જીવનની ગતિ જાણે ધીમે પડી ગઈ છે અથવા થંભી ગઈ છે. જો ઘર અને કુટુંબવાળાની આ સ્થિતિ છે તો એકલી સ્ત્રી માટે આ વસ્તુઓનું મહત્ત્વ કેટલું બધું વધી જતું હશે? આ તેમના જીવનમાંથી જુદા ન પાડી શકાય તેવા મિત્રો છે, જે દરેક સમયે તેમની સેવામાં હાજર રહે છે. આ બધા એવા સાથી છે, જે જબરજસ્તીથી ગળે પડતા નથી, તેને તમારી પોતાની ઈચ્છા અને સગવડ મુજબ જ્યારે ઈચ્છો ત્યારે ઓન, ઓફ કરી શકો છો. તે તમારી સાથે રહેવા છતાં તમારી દિનચર્યામાં કશા પ્રકારની અડચણ ઊભી કરતા નથી, પરંતુ સંકટમાં મદદ કરવા માટે તરત હાજર થઈ જાય છે.
ઈડિયટ બોક્સ
આવો, પહેલાં વાત કરીએ ટેલિવિઝનની, થોડાં વર્ષો પહેલાં સમય પસાર કરવા અને એકાકીપણામાંથી બચવા માટે ટેલિવિઝન એક માત્ર સાખી હતું, જે મનોરંજન સાથે થોડી ઘણી જાણકારી અને જગત આખાના સમાચાર તમારા સુધી પહોંચાડતું હતું, પરંતુ ત્યારે એક માત્ર ચેનલ હતી અને આખા દિવસમાં માત્ર કેટલાક કલાકો સેવા આપતી હતી. તેના કારણે ટેલિવિઝન પર એક સમયે એક જ કાર્યક્રમ જોવા મળતો હતો. એવી પરિસ્થિતિમાં જ્યારે એ કાર્યક્રમ પ્રસારિત કરાતો હતો ત્યારે તમારી પાસે એ જોવાનો સમય નહોતો અને જ્યારે તમારી પાસે સમય રહેતો ત્યારે તમે તમારો મનગમતો કાર્યક્રમ જોઈ શકતા નહોતા. મતલબ તમારી પાસે કોઈ ચોઈસ નહોતી. જો તમને કાર્યક્રમ પસંદ ન હોય તો ટેલિવિઝનની સ્વિચ ઓફ કરવા સિવાય તમારી પાસે બીજો કશો રસ્તો નહોતો.
પરંતુ આજે પરિસ્થિતિ પૂરેપૂરી બદલાઈ ગઈ છે. આજે ટેલિવિઝનના આ નાનકડા બોક્સમાં આખી દુનિયા સમાઈ ગયેલી છે. અનેક દેશી અને વિદેશી ચેનલ, ૨૪ કલાક અનેક પ્રકારના કાર્યક્રમો આપે છે. આજે ટેલિવિઝન પર તમને એક નહીં અનેક પસંદગી જોવા મળે છે. તમારી ઈચ્છા અને સગવડ મુજબ તમે ઈચ્છો ત્યારે તમને ગમતા કાર્યક્રમો જોઈ શકો છો.
ટેલિવિઝનની જુદી જુદી ચેનલો કે જેના પર નવી, જૂની, હિંદી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાની ફિલ્મો, ક્યારેય પૂરી ન થવાની ઢગલાબંધ સીરિયલ, હાસ્ય અને વ્યંગથી ભરપૂર કાર્યક્રમો પ્રસારિત કરાય છે. તો દેશપરદેશના રસ પડે તેવા સમાચારો, સાહિત્ય અને સંસ્કૃતિવાળા કાર્યક્રમો, બાળકો મોટે ખટમીઠા કાર્યક્રમો ઉપરાંત શોધ અને ટેક્નિકલ સાથે સંકળાયેલા કાર્યક્રમો પણ રજૂ કરાય છે. એટલું જ નહીં, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, શિક્ષણ, કમ્પ્યૂટર અને ન જાણે કેટરેટલા કાર્યક્રમ રજૂ કરાય છે. આજે એવો કોઈ વિષય નથી જે ટેલિવિઝન ચેનલ વાળાની નજરમાંથી બચી જાય.
૨૪ કલાક ચાલનારી ટેલિવિઝન ચેનલ ધડમાથા વિનાના કાર્યક્રમો જોકે વધુ આપે છે, પરંતુ આવા ફેંકી દેવા જેવા કાર્યક્રમોમાં પણ અમૂલ્ય રત્નો છુપાયેલાં છે. જરૂર છે માત્ર રત્નને ઓળખી તેનો લાભ લેવાની. આજે ટેલિવિઝન પર સમયની કોઈ સીમા નથી. ૨૪ કલાક કાર્યક્રમ ચાલે છે. દરેક કાર્યક્રમ બે કે ત્રણચાર પ્રસારિત કરાય છે. એટલે તમે તમારી સગવડ મુજબ તમારી પસંદગીના કાર્યક્રમ જોઈ શકો છો.
નવા મિત્રો પણ સાથે
કમ્પ્યૂટર આજે ટેલિવિઝન કરતાં વધુ મહત્ત્વનું બની ગયું છે. આ એક એવો સાથી છે જે કલાકો સુધી તમને વ્યસ્ત રાખી શકે છે. એકલતામાંથી તમને બચાવે છે. કમ્પ્યૂટર પર તમે ગેમ્સ રમી શકો છો, ગીતો સાંભળી શકો છો, તમારા કમ્પ્યૂટરમાં ટીવી ટયૂનર કાર્ડ હોય તો તમે કમ્પ્યૂટર પર કામ કરવાની સાથે ટેલિવિઝન કાર્યક્રમોની મજા માણી શકો છો. એટલું જ નહીં, નેટ સર્ફિંગ કરી શકો છો. નેટ પર ઘણી સ્ત્રીઓ અને પુરુષો મેલ ફ્રેન્ડ્સ બનાવી શકે છે. (પહેલાં પેન ફ્રેન્ડ્સનો સમય હતો) જેની સાથે તમે નિયમિત પત્ર લખી સંપર્ક રાખો છો. આ મિત્ર તમારી એટલો નજીક પણ નથી હોતો કે તમારા અંગત જીવનમાં દખલ કરે, એટલા માટે તમે તમારા મનની વાતો તેની સાથે કરી શકો છો.
ક્યારેક જ્યારે મન ઉદાસ થઈ જાય છે ત્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે કમ્પ્યૂટર પર તમે તમારા મનની વાત ડાયરીના રૂપમાં લખીને તમારા મનને હળવું કરી શકો છો.
એકાકીપણામાંથી બચવા માટે બીજો પણ એક સાથી છે નેટ ચેટિંગ. નેટ પર ચેટિંગ આજની સામાન્ય વાત છે. આજે દરેક સાઈટ પર ચેટિંગની સગવડ મળે છે. કોઈપણ સાઈટમાં જઈ તમે ચેટિંગ કરી શકો છો. ચેટ રૂમમાં તમે એક નહિં અનેક લોકોને મળશો જે તમારી સાથે વાત કરવા માટે આતુર હશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે વાતનો સિલસિલો ખતમ કરી શકો છો, કારણ કે ચેટ રૂમમાં બધા લોકો ખોટાં નામે ચેટ કરતા હોય છે. એટલા માટે અહીં કશા પણ ખચકાટ વિના તમારા મનની વાતને વધુ મોકળાશથી કરી શકાય છે. ચેટિંગ કરો ત્યારે જે વાતચીત થાય તેને કદી ગંભીરતાથી ન લેશો. ભૂલથી પણ અજાણી વ્યક્તિને તમારું સાચું નામ, સરનામું, મોબાઈલ નંબર અથવા ફોટો વગેરે ન મોકલો કે બહાર મળવાનો પ્રયાસ ન કરતા. ઘણા લોકો એકલી રહેલી સ્ત્રીઓને પટાવી મૂર્ખ બનાવે છે. આવા લોકોથી સાવચેત રહેશો.
ઈન્ટરનેટ પર આ સિવાય પણ બીજી ઘણી જાણવા જેવી વાત મળે છે. એક માઉસ ક્લિક કરવાથી સર્ચ એન્જિન તમને જોઈને તે માહિતી વાળી વેબસાઈટનો ઢગલો કરી દે છે. વિમાન હોય કે રેલવેની ટિકિટ બુક કરાવવી હોય, વીજળી કે ટેલિફોનનું બિલ ચૂકતે કરવાનું હોય અથવા તો તમારે તમારો ઈન્કમટેક્સ જમા કરાવવો હોય, તો તમારે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને ઓનલાઈન આ કાર્ય કરી શકો છો. એટલું જ નહીં, ઘરેણાં, કપડાં અને ઘરનું કરિયાણું પણ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી શકો છો.
જો તમને હાલની જોબથી સંતોષ નથી અને જોબ બદલવાની ઈચ્છા છે અથવા ઘરે બેસીને પાર્ટટાઈમ કોઈ કામ કરવું છે તો તમે નેટ પર તમારો બાયોડેટા આપી શકો છો. તમને ઘરે બેઠાં ઓફર મળવા લાગશે.
સૌને નજીક રાખો
હવે વાત મોબાઈલની કરીએ. જો તમે એકલાં રહો છો તો તમારી પાસે મોબાઈલ ફોન હોવો જરૂરી છે. મોબાઈલ હંમેશાં તમારી સાથે રાખો. રાત્રે સૂવાના સમયે પણ તમારા બિછાનામાં સાથે રહેવો જોઈએ. મનોરંજન સાથે મુશ્કેલીની પળોમાં પણ તે તમારો સથવારો છોડતો નથી. આ ઉપકરણ એટલું નાનું હોય છે કે તમે તેને ગમે ત્યાં રાખી શકો છો અને સંકટના સમયમાં ચૂપચાપ તેનો ઉપયોગ કરી મદદ માટે મિત્રોને બોલાવી શકો છો.
મજાની વાત તો એ છે કે રોચક એસ.એમ.એસ. વોટ્સ અપ અને એમ.એમ.એસ. માત્ર તમારી એકલતા દૂર જ નથી કરતા, પરંતુ તમારા ઉદાસ ચહેરા પર હાસ્ય ફરકાવી જે છે. જો રાતોરાત તમને કોઈ શારીરિક પીડા થાય, તમે ઊભા થઈ શકવાની સ્થિતિમાં ન હો અથવા કોઈ તમને હેરાન કરી રહ્યું હોય તો તમે મોબાઈલ દ્વારા તમારા કોઈ મિત્ર અથવા પાડોશીનો તરત સંપર્ક કરી શકો છો.
એટલું જ નહીં, આધુનિક પ્રકારના મોબાઈલ સાધનોમાં એફ.એમ. રેડિયો, ઈ મેલ, ઈન્ટરનેટ જેવી સગવડતા પણ છે. તમે તમારા મનગમતાં ગીતો લોડ કરી શકો છો. રાત્રે સૂતી વખતે જો ઊંઘ આવતી નથી ત્યારે તમે મનગમતાં ગીતો સાંભળી શકો છો. આ ટચૂકડું સાધન તમારું હમદમ, તમારું સાથીદાર છે. તેને ક્યારેય તમારાથી અળગું રહેવા દેશો નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Ps7Za
ConversionConversion EmoticonEmoticon