
- થોડામાં ઘણું-દિલીપ શાહ
નસીબમાં સાત પેઢીનું સુખ લખેલું છે... ભાગ્યશાળીને ત્યાં ભૂત રડે, નસીબનો બળિયો..
જ્યો તિષજીને હાથ બતાવવા જઈએ ત્યારે ઘણાને આયુષ્યરેખા, શિક્ષા રેખા, આરોગ્ય રેખા કરતા નસીબની રેખા કેટલી પાવરફુલ છે તે જાણવામાં લાળ ટપકવા માંડે છે. નસીબને મોટે ભાગે લક્ષ્મીજીના દૂ..રબીનથી જોવાનો રિવાજ લાગે છે. નસીબમાં સાત પેઢીનું સુખ લખેલું છે... ભાગ્યશાળીને ત્યાં ભૂત રડે, નસીબનો બળિયો... તકદીર કા ફસાના... કિસ્મત કી હવા કભી ગરમ... કભી નરમ... આમ શબ્દ સારથીઓએ લક... ફોરચ્યુન... ડેસ્ટીનીનું મૂલ્યાંકન કર્યું છે.
અરે! પ્રારબ્ધ ઘેલું ન માંગ્યું દોડતું આવે... પંક્તિ નસીબની સ્લો-મોશનની નબળાઈ પણ છતી કરી દે છે. પરિશ્રમ વગરનું પ્રારબ્ધ પાંગળું છે એવા વિચારવિસ્તાર લખતા લખતા કલમ પરિશ્રમની આરતી ઉતારવા માંડે છે... ને પ્રારબ્ધ બિચારું બાયપ્રોડક્ટ બની જાય છે.
નસીબ હોય એકનું અને ફળ એનું સૌને મળે. મહાભારતમાં અર્જુન મત્સ્યવેધમાં નસીબદાર અને આપણે સૌ જાણીએ છે એકનું નસીબ બાકીનાં પાંડવોને પણ ફળ્યું (જાણે બગાસું ખાતા પતાસુ!) ભરોસા મૂવીમાં ગીતકાર રાજીન્દર કીશનજીએ લખ્યું ''આસમૉં કીતને સિતારે હૈં તેરી મહેફીલમેં, અપની તકદીરકા કોઈ ભી સિતારા ના હુઆ.... બોલો નાનકડી એક ફરિયાદને નસીબે પાડયો સાદ... એમને જેકપોટમાં લાગ્યો રૂપિયા ૪૮ લાખનો વરસાદ! અર્થ... બોધ... સાર... નસીબને ઢંઢોળો... પોકારો... લલકારો... ફેવર કરશે જ. નસીબ માટેનાં આપણાં ધમપછાડા કાંઈ ઓછા છે? માદળિયા, તાવીજ, લકીચેન, આંગળીએ ગ્રહોની વીંટી ભાગ્યના પ્રતિનિધિઓ... એજન્ટો જ ને? અઠવાડિયાના જુદા જુદા વાર પણ ભોલેનાથ... સાંઈબાબા... હનુમાનજી... ખાતે આપણે ઈન્વેસ્ટ નથી કરી દીધા? પૂનમ ભરવી, પદપાળા યાત્રાધામે જવું, એક ટાઈમ ખાવું, મીઠું છોડી દેવું... બાધા... યાદ આવ્યું? નસીબ કુંભકર્ણની જેમ સૂતું હોય તો જગાડવાના વિવિધ પેંતરા...
આઝાદી દેશના નસીબમાં હતી તો આંદોલન, ચળવળથી મળી... નસીબમાં મોંઘવારી, બેકારી, ગરીબી પણ બોનસમાં મળી જ ને! ક્રિકેટર નસીબમાં લગાતાર સદીઓના, લેખક સુવર્ણચંદ્રક અને પ્રાઇઝોના, વિદ્યાર્થી મનગમતી કેરીયરનાં પ્રવેશના કલાકાર મૂવી/નાટકની સીલ્વર જ્યુબીલીનાં સપના નસીબના ઝોનમાં રાત-દિવસ જોતો રહે છે.
નસીબને બે ડગલા આગળ કે પાછળ ચાલતા રહેવાની (કુ)ટેવ છે. ''તકદીર કા ફસાના, જાકર કીસે સુનાયે...'' ''અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા દે...''
વિલન ૨૦૨૦ના વરસે આપણા અસ્તિત્વ અંગે કોરોનાએ નસીબદારોને ૨૦૨૧નું પ્રભાત તથા અસરકારક પ્રતિરોધક રસી પણ ડીવીડન્ડમાં આપી છે શું એ આપણા સૌનું જથ્થાબંધ નસીબ એક સામટું નથી જાગ્યું? નસીબ નસીબનો ખેલ છે; કોઈને મુક્તિ છે, કોઈને જેલ છે.
મરી મસાલા
'ભાગ્યશાળી'ને ત્યાં ભૂત રડે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akq2ci
ConversionConversion EmoticonEmoticon