- હું જ્યાંથી આવ્યો છું ત્યાંથી એકથી વધુ બાબતોને કેવી રીતે મેનેજ કરવી એ હું શીખ્યો છું. આ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો નાના શહેરમાંથી આવ્યા છે અને તેઓ મોટા બનવા માગે છે
- 'હું આશાવાદ સાથે પડકારોનો મુકાબલો કરું છું અને હું મોટેભાગે તેને પરાસ્ત કરીને બહાર નીકળું છું. આ ઉપરાંત હું તેમાં ઇંધણ નાખું છું કે જેથી હું સારું કામ કરી શકું
સ્મોલ સ્ક્રીનના 'જમાઈ' તરીકે જાણીતા અદાકાર રવિ દુબેએ તેની કારકિર્દી આડે આવેલા અનેક અવરોધો, આડખીલીને હિંમતભેર દૂર કરી સતત આગેકૂચ કરી છે અને હવે તેનો વેબ-શો 'જમાઈ ૨.૦'ની નવી સીઝ આવી છે. આ અભિનેતા હોસ્ટ પણ બન્યો છે અને હવે તો નિર્માતા પણ બન્યો છે. 'જમાઈ ૨.૦' ઝી-૫ પ્લેટફોર્મ પર સ્ટ્રિમિંગ થાય છે. આ શોમાં ઘણાં ટ્વીસ્ટ અને ટર્ન છે અને રવિ દુબે અને નિયા શર્મા વચ્ચે કેમેન્ટ્રી પણ ખૂબ સારી બંધબેસતી છે. હવે રવિ અને તેની પત્ની અભિનેત્રી સરગુન મહેતા તેમના બેનર ડ્રિમિયાતા હેઠળ આગામી ટીવી શો 'ઉદારિયાં'નું નિર્માણ કરી રહ્યા છે. અહીં રવિ દુબેએ તેના નવા શો અને વેબ-શો અંગે વાતો કરી છે, જે અહીં પ્રસ્તુત છે..
'જમાઈ ૨.૦' શો પ્રથમ સીરિઝથી કેટલો ભિન્ન છે, એવા એક પ્રશ્ન અંગે ઉત્તર આપતાં રવિ દુબેએ જણાવ્યું હતું આ શોમાં પર્સનાલિટીમાં વિભિન્ન આવરણ અને પાત્રમાં ઘણી સંકુલતા છે, જે તેમાં તાજગી અને નવીનતા આણે છે, એવું મને લાગે છે. અમારા પાત્રોમાં દરેકમાં વિભિન્ન શેડ્સ છે. અમે માત્ર શ્વેત અને શ્યામ જ નથી, પણ હું તો માનું આ શોના પાત્ર વચ્ચે એટલી નિકટતા છે, જે વાસ્તવિક શક્યતા જેવી લાગે છે. કેમ કે અમે ખરાબ અને સારા એમ બે વિભાગોમાં લોકોને વિભાજિત નહીં કરી શકીએ. અમે તો સારું કે ખરાબ નિર્માણ કર્યું છે, એમ લોકો કહી શકે છે. માનવી તરીકે આ આપણને વધુ રસપ્રદ બનાવે છે. આ કંઈ શ્વેત કેન્વાસ નથી, પણ અનેકવિધ રંગો તેમાં પૂરેલા છે. મારું પાત્ર (સિધ્ધાર્થ) તેના મિશન અને બહેનના થયેલા મોતનો બદલો લેવા પર વહેંચાયેલું છે. આ ઉપરાંત તે રોહિણી (નિયાશર્મા)ના પ્રેમમાં પણ પાગલ છે. આમ સિધ્ધાર્થના હૃદય અને મગજ વચ્ચે સતત સંઘર્ષ થતો રહે છે. આ ઉપરથી પ્રેમ અને હેતુ-ઉદ્દેશ વચ્ચે પર પાત્ર ઝોલાં ખાય છે. આ સિઝનમાં મારા ખભા પર લાગણીનો અત્યંત રસપ્રદ હિસ્સો છે.
વિભિન્ન ભૂમિકા વાસ્તવિક જીવનમાં કેવી રીતે ભજવી શકે છે, એનો ઉલ્લેખ કરતાં રવિ દુબે કહે છે, 'પ્રામાણિકતાથી કહું તો હું જ્યાંથી આવ્યો છું ત્યાંથી એકથી વધુ બાબતોને કેવી રીતે મેનેજ કરવી એ હું શીખ્યો છું. આ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો નાના શહેરમાંથી આવ્યા છે અને અહીં આવી તેઓ મોટા બનવા માગે છે. જો કે મેં તો અહીં આવીને મારી ફરજની આડે આવતાં એક પછી એક અવરોધને દૂર કર્યા છે. જો કે, કમનસીબે, તમે અવરોધને દૂર કરી હજુ શ્વાસ લો એ પહેલાં જ બીજી મુશ્કેલી તમારી સામે મોં ખોલીને ઊભી રહે છે. તમારે આ માટે નવી સ્કીલ ધારણ કરવી પડે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બાદ કરતાં તમારે સતત તમારા અંગુઠા પર ઊભા રહેવું પડે છે. આસાથે જ આ બધા પડકારોને હું મારા જીવનમાં રચનાત્મક પડકારો તરીકે હાથ ધરું છું.'
અવરોધો અને મુશ્કેલીઓમાંથી બહાર આવવાના મંત્ર અંગે વાત કરતા રવિ દુબે કહે છે, 'હું આશાવાદ સાથે પડકારોનો મુકાબલો કરું છું અને હું મોટેભાગે તેને પરાસ્ત કરીને બહાર નીકળું છું. આ ઉપરાંત હું તેમાં ઇંધણ નાખું છું કે જેથી હું સારું કામ કરી શકું. તમારા મગજમાં શું છે અને તમે કરવા શું માગો છો, એ મોટો પ્રોબ્લેમ્સ છે. આને તમે નિરર્થક છે, એ દ્રષ્ટિકોણથી નિહાળો તો પછી કોઈ અવરોધ તમારું કશું નહીં બગાડી શકે. આથી તમારા જીવનમાં વધુ સર્જનાત્મક ધ્વનિ અને તમારા શુધ્ધિકારક અનુભવોને વધુ સમૃધ્ધ બને છે.'
પ્રેમ અને બદલાનો અર્થ સમજાવતા રવિ દુબે કહે છે, 'વાસ્તવિક જીવનમાં પ્રેમ અને બદલાનો મારા માટે કોઈ અર્થ નથી હોતો. બંને નિરર્થક કવાયત માત્ર છે. જો તમે સળગતા કોલસાને હાથમાં લો તો તમારો હાથ જરૂર દાઝે જ.'
શું તમારા મગજ પર હૃદયનું શાસન ચાલે છે, એવા પ્રશ્નના ઉત્તરમાં રવિ દુબેએ જણાવ્યું કે, 'મારા હૃદયનું શાસન ચાલે છે, પણ મારું મગજ જરૂર આગળ ધસી આવે છે. તમારું હદય પરિસ્થિતિ મુજબ ચાલે છે. આમ છતાં તમારા મગજ સાતે તમે સીધી દિશામાં તમારા વિચારોને વાળી શકો છો.'
હવે તો સ્મોલ સ્ક્રીન બિગ સ્ક્રીન બની ગયું છે અને કહેવાતું આ 'બિગ સ્ક્રીન' સખત સ્પર્ધા કરી રહ્યું છે, એ પણ એટલું જ સાચું છે,' એમ કહીને રવિ દુબેએ વાર્તાનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fy7DMq
ConversionConversion EmoticonEmoticon