
- થોડામાં ઘણું-દિલીપ શાહ
- પરોક્ષ રીતે આપણા ભવિષ્યનાં વારસદારોના જન્મની પસંદગી મા-બાપની જ ને? મૃત્યુની પસંદગી માટે હમણાંથી 'ઈચ્છા મૃત્યુ'નો વિકલ્પ મળતાં જાણે 'ઈડરિય ગઢ' જીત્યા એવી લાગણી થાય
આ પણા જન્મની પસંદગી સિવાય લગભગ બધી જ પસંદગી માટે આપણે નસીબદાર છે. (બે બસ છે ના કુટુંબ નિયોજનના વાયરા પછી તો મા-બાપ પણ આ વૃદ્ધિનાં ગૃહઉદ્યોગમાં વહેલું વી.આર.એસ. નથી લઈ લેતા ?) આમ પરોક્ષ રીતે આપણા ભવિષ્યનાં વારસદારોના જન્મની પસંદગી મા-બાપની જ ને ? મૃત્યુની પસંદગી માટે હમણાંથી 'ઈચ્છા મૃત્યુ'નો વિકલ્પ મળતાં જાણે 'ઈડરિય ગઢ' જીત્યા એવી લાગણી થાય. આપઘાત કરનારાઓ માટે પણ પસંદગીની કેટલી બધી વેરાઇટી ! પાટા ઉપર યા પુલ ઉપરથી પડતું મૂકવું બળી મરવું... ગળે દુપટ્ટો બાંધી પંખે લટકી જવું (હમણાંથી તો આવા પંખા અને હાઉસીંગ બોર્ડની સીલીંગ બે ય તકલાદી નીકળે છે !) અરે ! પરદેશમાં ઈલેકટ્રીક કરંટ આપતાં ય પાછી પસંદગી પૂછે: બોલો સર, ક્યો કરંટ આપું ? એ.સી. (AC) કે ડી.સી. (DC)? પસંદગીની કેવી લકઝરી ! નેચરલ કે સીઝેરીયન જન્મમાં, ગુજરાતી કે અંગ્રેજી ભણતરનાં માધ્યમમાં, લવ - કે એરેન્જડ મેરેજમાં, વેજીટેરીયન કે નોન ખાવામાં, સરકારી કે ખાનગી નોકરીમાં રોકડા કે ઉધાર વહેવારમાં, ગોરી કે શ્યામ દાંપત્યજીવનની મેચનાં ટોસમાં (હેડ કે ટેલ), દેશમાં કે વિદેશમાં પ્રવાસ વખતે (હીલ સ્ટેશન કે જાત્રાધામ), સાડી કે ડ્રેસ પરિધાનમાં, ચશ્મા કે લેન્સ, ચંપલ કે બૂટ જાડી કે પાતળી, ટેનામેન્ટ કે બંગલો, બનારસી કે કાંજીવરમ્, ગ્રાઉન્ડ ફલોર કે પેન્ટ હાઉસ, વ્હાઇટ કે બ્લેક, કોંગ્રેસ કે બીજેપી, એલોપથી કે આયુર્વેદ, દંતમંજન કે ટૂથપેસ્ટ, હસ્તલિખિત કે ટાઇપ્ડ, જથ્થાબંધ કે છૂટક, ફુગ્ગો (બલૂન) કે ઢીંગલી (ડોલ) વૃદ્ધાશ્રમ કે ઘરડાંઘર... કેટકેટલી પસંદગીમાં આ જીવન-રથનો રૂટ અટવાતો રહે છે.
અરે ! સ્મશાને ડાઘુઓને અંતિમ સંસ્કાર વખતે પણ પાછી પસંદગી (આપણી નહિ... સિવાય વીલમાં લખેલું હોય) બોલો સાહેબ, લાકડાની ચિતા પર કે ઈલેકટ્રીક ભઠ્ઠીમાં ?
મરી મસાલા
ચિત્ર ગુપ્તનાં ચોપડે ઓડીટ થયા પછી : બોલો, સ્વર્ગ કે નર્ક ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d6PLXz
ConversionConversion EmoticonEmoticon